________________
ત્રીજું પદ : બહુવક્તવ્યતા [અપબહુત્વ]
હોય છે, દેવગતિમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ, આ બે વેદ હોય છે અને મનુષ્ય તથા તિર્યંચગતિમાં ત્રણે વેદ હોય છે. સામાન્ય રીતે પુરુષવેદી જીવોથી સ્ત્રીવેદી જીવોની સંખ્યા અધિક હોય છે.
(૧) સર્વથી થોડા પુરુષવેદી જીવો છે કારણ કે પુરુષવેદી જીવોની સંખ્યા અલ્પ હોય છે. (૨) તેનાથી સ્ત્રીવેદી જીવો સંખ્યાતગુણા અધિક છે, કારણ કે ઉત્કૃષ્ટરૂપે તિર્યંચ પંચેન્દ્રિયમાં પુરુષો કરતાં સ્ત્રીઓ ત્રણ ગુણી અને ત્રણ અધિક હોય છે. મનુષ્યમાં પુરુષો કરતાં સ્ત્રીઓ સત્યાવીશગુણી અને સત્યાવીશ અધિક હોય છે અને દેવગતિમાં દેવો કરતાં દેવીઓ બત્રીસગુણી તથા બત્રીસ અધિક હોય છે. (૩) તેનાથી અવેદી અનંતગુણા છે કારણ કે અવેદીમાં સિદ્ધ ભગવાન તથા નવમા ગુણસ્થાનથી ઉપરના બધા જીવોની ગણના થાય છે. (૪) તેનાથી નપુંસકવેદી અનંતગુણા છે, કારણ કે વનસ્પતિ આદિ સર્વ એકેન્દ્રિય જીવોને નપુંસકવેદ હોય છે. (૫) તેનાથી સવેદી વિશેષાધિક છે કારણ કે તેમાં સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસક વેદી જીવોનો તેમાં સમાવેશ થાય છે.
વેદની અપેક્ષાએ જીવોનું અલ્પબહુત્વ :–
ક્રમ ஐஎ
૧ | પુરુષવેદી
૨ |સ્ત્રીવેદી
૨૪૯
પ્રમાણ
કારણ
સર્વથી થોડા | સંશી તિર્યંચ, મનુષ્ય અને દેવોમાં સ્ત્રીવેદીથી પુરુષવેદીની સંખ્યા અલ્પ હોય છે. સંખ્યાતગુણા તિર્યંચાણી ત્રણ ગુણી, મનુષ્યાણી ૨૦ ગુણી અને દેવી ૩ર ગુણી હોય છે. અનંતગુણા | સિદ્ધ જીવો અનંત હોય છે.
૩ | અવેદી
૪ નપુંસકવેદી અનંતગુણા | સિદ્ધોથી વનસ્પતિના જીવો અનંતગુણા હોય છે. ૫ | સવેદી વિશેષાધિક | ત્રણે વેદવાળા તેમાં સમાવિષ્ટ છે.
(૭) કષાય દ્વાર ઃ
९९ एएसि णं भंते ! जीवाणं सकसायीणं, कोहकसायीणं, माणकसायीणं, मायाकसायीणं, लोहकसायीणं, अकसायीण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया વા?ગોયમા! સત્થોવા નીવા અવસાયી, માળવસાયી અનંતમુળા, જોહવસાયી વિષેસાદિયા, मायाकसायी विसेसाहिया, लोहकसायी विसेसाहिया, सकसायी विसेसाहिया ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સકષાયી, ક્રોધકષાયી, માનકષાયી, માયાકષાયી, લોભકષાયી અને અકષાયી જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર– હે ગૌતમ ! (૧) સર્વથી થોડા અકષાયી જીવો છે, (૨) તેનાથી માનકષાયી જીવો અનંતગુણા છે, (૩) તેનાથી ક્રોધ કષાયી વિશેષાધિક છે, (૪) તેનાથી માયાકષાયી વિશેષાધિક છે, (૫) તેનાથી લોભકષાયી વિશેષાધિક છે અને (૬) તેનાથી સકષાયી જીવો વિશેષાધિક છે.!! સાતમું દ્વાર સંપૂર્ણ ॥
વિવેચનઃ
આ સૂત્રમાં ચાર કષાય અને સકષાય તથા અકષાય, એમ છ બોલના અલ્પબહુત્વની પ્રરૂપણા છે. અહીં કષાયશબ્દથી 'કષાયોદય'નું ગ્રહણ થાય છે. જે જીવોને કષાયનો ઉદય વર્તતો હોય તે સકષાયી છે. સમસ્ત સંસારી જીવોમાં એકથી દશ ગુણસ્થાનવર્તી જીવો સકષાયી હોય છે. (૧) સર્વથી થોડા