________________
| ત્રીજુ પદઃ બહુવક્તવ્યતા [અહ૫બહુત્વ |
ર૩૭ ]
કારણ કે બેઇન્દ્રિયાદિ ત્રસ જીવો, સ્થાવર જીવોથી અલ્પ હોય છે. અહીં બાદર વિશેષણ સ્વરૂપ દર્શક છે, તેમ સમજવું, કારણ કે ત્રસ જીવો બાદર જ છે. (૨) તેનાથી બાદર તેજસ્કાયિક અસંખ્યાતગુણા છે, કારણ કે એકેન્દ્રિય જીવો ત્રસ જીવોથી અસંખ્યાતગુણા હોય છે. સમુચ્ચય બાદર તેજસ્કાયિક જીવોમાં પર્યાપ્તાઅપર્યાપ્તા બંને પ્રકારના જીવો સમાવિષ્ટ થાય છે. તેથી અહીં અપર્યાપ્ત જીવોની મુખ્યતાએ તેઉકાયના જીવો અધિક થાય છે. (૩) તેનાથી પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિક અસંખ્યાતગુણા છે, કારણ કે બાદર તેજસ્કાયિક તો માત્ર મનુષ્યક્ષેત્રમાં જ હોય છે, પરંતુ પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકોનું ક્ષેત્ર તેનાથી અસંખ્યાતગણું અધિક છે. ત્રણે લોકમાં વનસ્પતિકાયિક જીવો હોય છે. તે ક્ષેત્ર અસંખ્યાતગણું હોવાથી જીવો અસંખ્યાત ગુણા છે. (૪) તેનાથી બાદર નિગોદ(શરીર) અસંખ્યાતગુણા છે, તે અત્યંત સૂક્ષ્મ અવગાહનાવાળા હોવાથી વધુ હોય છે. (૫) તેનાથી બાદર પૃથ્વીકાયિક જીવો અસંખ્યાતગુણા છે કારણ કે આઠેય પૃથ્વીમાં તથા વિમાનો, ભવનો, પ્રસ્તટો, પર્વતો આદિમાં વિદ્યમાન છે, (૬) તેનાથી બાદર અપ્નાયિક અસંખ્યાતગુણા છે કારણ કે પૃથ્વીથી જલક્ષેત્ર અધિક છે સમુદ્રની જલરાશિમાં અપ્લાયિક જીવોની પ્રચુરતા છે. (૭) તેનાથી બાદરવાયુકાયિક અસંખ્યાતગુણા અધિકછે કારણ કે લોકમાં પોલાણ વધુ છે અને પોલાણમાં વાયુ હોય છે. (૮) તેનાથી બાદર વનસ્પતિકાયિક અનંતગુણા અધિક છે કારણ કે બાદર નિગોદ(શરીર)માં અનંત-અનંત વનસ્પતિકાયિક જીવો હોય છે. (૯) તેનાથી બાદર જીવો વિશેષાધિક છે કારણ કે ઉપરોક્ત પૃથ્વી આદિ બાદર સર્વ જીવોનો સમુચ્ચય બાદરમાં સમાવેશ થાય છે. (૨) સમુચ્ચય બાદર અપર્યાપ્ત જીવોનું અલ્પબદુત્વ – તે સમુચ્ચય બાદર જીવો પ્રમાણે જ છે. કમ બાદરકાય
પ્રમાણ ૧ | ત્રસકાય
સર્વથી થોડા | ત્રસ જીવો પૃથ્વીકાયાદિ પાંચે સ્થાવરની અપેક્ષાએ થોડા છે. ૨ | બાદર તેઉકાય
અસંખ્યાતગુણા | એકેન્દ્રિય છે, પર્યાપ્ત અપર્યાપ્ત સર્વે સમાવિષ્ટ છે. પ્રત્યેક શરીરીબાદર વનસ્પતિ અસંખ્યાતગુણા | બાદર તેઉકાયથી તેનું ક્ષેત્ર વધારે છે માટે અસંખ્યાત ગુણા છે. ૪ | બાદર નિગોદ
અસંખ્યાતગુણા | સ્વાભાવિક રૂપે નિગોદ શરીર વધુ હોય છે. ૫ |બાદર પૃથ્વીકાય અસંખ્યાતગુણા | આઠ પૃથ્વી, વિમાનો, ભવનો, પાથડાઓમાં હોય છે. ૬ | બાદર અપ્લાય
અસંખ્યાતગુણા | સમુદ્ર આદિના કારણે પૃથ્વી કરતાં જલ વધુ છે. ૭ | બાદર વાયુકાય
અસંખ્યાતગુણા | પોલાણના ભાગમાં સર્વત્ર વાયુ હોય છે. | ૮ |બાદર વનસ્પતિકાય |અનંતગુણા | બાદર નિગોદ(સાધારણ શરીર)માં અનંત જીવો છે. | ૯ | સમુચ્ચય બાદર વિશેષાધિક | ત્રસાદિ સર્વ જીવો સમાવિષ્ટ થાય છે. (૩) સમુચ્ચય બાદર પર્યાપ્તા જીવોનું અલ્પબહત્વઃ- (૧) સર્વથી થોડા બાદર તેજસ્કાયિક પર્યાપ્તા જીવો છે. બાદર અગ્નિ મનુષ્યક્ષેત્રમાં જ છે. તેનું ક્ષેત્ર અને કાલ મર્યાદિત હોવાથી પર્યાપ્ત જીવો અલ્પ હોય છે.(૨) તેનાથી બાદર ત્રસકાયિક પર્યાપ્તા અસંખ્યાતગુણા છે. તે જીવોનું ક્ષેત્ર તેજસ્કાયિક કરતાં વધુ છે.(૩) તેનાથી પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિક પર્યાપ્તા અસંખ્યાતગુણા છે કારણ કે ત્રસ જીવોથી સ્થાવર જીવો વધુ હોય છે. (૪) તેનાથી બાદર નિગોદ (શરીર) પર્યાપ્તા અસંખ્યાતગુણા છે. નિગોદ શરીરની અવગાહના અત્યંત સુક્ષ્મ હોય છે. (૫) તેનાથી બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તા અસંખ્યાતગુણા છે. તેના ઉત્પત્તિ સ્થાન વધુ છે. (૬) તેનાથી બાદર અપ્લાયિક પર્યાપ્તા અસંખ્યાતગુણા છે. તેના ઉત્પત્તિ સ્થાન