________________
| ત્રીજુ પદઃ બહુવક્તવ્યતા [અહ૫બહુત્વ |
[ ૨૧૭ ]
ગુણા છે. કારણ કે અહીં વેદની વિવક્ષા ન હોવાથી સંમૂર્છાિમ મનુષ્યનો સમાવેશ મનુષ્યમાં થાય છે. તેથી તે અસંખ્યાતણા થાય છે (૩) તેનાથી નૈરયિકો અસંખ્યાતગુણા છે. (૪) તેનાથી તિર્યંચાણી (તિર્યંચ સ્ત્રીઓ) અસંખ્યાતગુણી છે. જલચર જીવો નારકીઓથી વધુ છે. (૫) તેનાથી દેવો અસંખ્યાતણા છે કારણ કે
જ્યોતિષી દેવો વધુ છે. (૬) તેનાથી દેવીઓ સંખ્યાતગુણી છે. દેવ કરતાં દેવી બત્રીશ ગુણી અને ૩ર અધિક હોય છે. (૭) તેનાથી સિદ્ધો અનંત ગુણા છે કારણ કે દેવો અસંખ્ય છે અને સિદ્ધો અનંત છે. (૮) તેનાથી તિર્યંચો અનંતગુણા છે, એકેન્દ્રિયની અપેક્ષાએ. કમ| દિશા | | પ્રમાણ
કારણ ૧ | મનુષ્યાણી | સર્વથી થોડી | તેમાં સંમૂર્છાિમનો સમાવેશ થતો નથી. તેથી તેનું પ્રમાણ સંખ્યાત જ છે. ૨ | મનુષ્ય | અસંખ્યાતગુણા | ગર્ભજ અને સંમૂર્છાિમ બંને પ્રકારના મનુષ્યોનો સમાવેશ થાય છે. તેનું પ્રમાણ
અસંખ્યાત છે. ૩ | નૈરયિક | અસંખ્યાતગુણા | મનુષ્ય કરતાં ક્ષેત્ર વધુ અને જીવો વધુ હોય છે. ૪ | તિર્યંચાણી | અસંખ્યાતગુણા | જલચરાદિ પંચેન્દ્રિય જીવો નૈરયિકોથી વધુ હોય છે.
દેવ | અસંખ્યાતગુણા | જ્યોતિષી દેવોની સંખ્યા તિર્યંચાણીથી વધુ છે ૬ | દેવી | સંખ્યાતગુણા | દેવ કરતાં દેવીઓ બત્રીસ ગુણી અને ૩ર અધિક હોય છે. ૭| સિદ્ધ | અનંતગુણા | દેવ અસંખ્ય છે અને સિદ્ધ અનંત છે. | ૮ | તિર્યંચ | અનંતગુણા | એકેન્દ્રિય જીવોની અપેક્ષાએ તિર્યંચ જીવો સિદ્ધોથી વધુ છે. (૩) ઇન્દ્રિય દ્વાર :४१ एएसिणंभंते ! सइंदियाणं एगिदियाणं बेइंदियाणं तेइंदियाणंचउरिदियाणं पंचेंदियाणं अणिदियाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा पंचेंदिया, चउरिदिया विसेसाहिया, तेइंदिया विसेसाहिया, बेइंदिया विसेसाहिया, अणिदिया अणंतगुणा, एगिदिया अणंतगुणा, सइंदिया विसेसाहिया। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! સઇન્દ્રિય(ઇન્દ્રિય સહિતના) જીવો અને એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય તથા અનિન્દ્રિય જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા પંચેન્દ્રિય જીવો છે, (૨) તેનાથી ચૌરેન્દ્રિય જીવો વિશેષાધિક છે. (૩) તેનાથી તે ઇન્દ્રિય જીવો વિશેષાધિક છે, (૪) તેનાથી બેઇન્દ્રિય જીવો વિશેષાધિક છે, (૫) તેનાથી અનિન્દ્રિય જીવો અનંતગુણા છે, (૬) તેનાથી એકેન્દ્રિય જીવો અનંતણા છે અને (૭) તેનાથી સઇન્દ્રિય જીવો વિશેષાધિક છે. ४२ एएसिणं भंते !सइंदियाणं एगिदियाणं बेइंदियाणं तेइंदियाणं चरिंदियाणं पंचेंदियाणं अपज्जत्तगाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया ?
गोयमा ! सव्वत्थोवा पंचेंदिया अपज्जत्तगा, चउरिदिया अपज्जत्तगा विसेसाहिया, तेइंदिया अपज्जत्तगा विसेसाहिया, बेइंदिया अपज्जत्तगा विसेसाहिया, एगिदिया अपज्जत्तगा