________________
૨૧૮
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૧
अनंतगुणा, सइंदिया अपज्जत्तगा विसेसाहिया ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સઇન્દ્રિય, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિયના અપર્યાપ્ત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! (૧) સર્વથી થોડા પંચેન્દ્રિયના અપર્યાપ્તા છે, (૨) તેનાથી ચૌરેન્દ્રિયના અપર્યાપ્તા વિશેષાધિક છે, (૩) તેનાથી તેઇન્દ્રિયના અપર્યાપ્તા વિશેષાધિક છે, (૪) તેનાથી બેઇન્દ્રિયના અપર્યાપ્તા વિશેષાધિક છે, (૫) તેનાથી એકેન્દ્રિયના અપર્યાપ્તા અનંતગુણા છે અને (૬) તેનાથી સઇન્દ્રિયના અપર્યાપ્તા જીવો વિશેષાધિક છે.
४ ३ एएसि णं भंते ! सइंदियाणं एगिंदियाणं बेइंदियाणं तेइंदियाणं चउरिंदियाणं पंचेंदियाणं पज्जत्तगाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवा चउरिंदिया पज्जत्तगा, पंचेंदिया पज्जत्तगा विसेसाहिया, बेइंदिया पज्जत्तगा विसेसाहिया, तेइंदिया पज्जत्तगा विसेसाहिया, एगिंदिया पज्जत्तगा अणंतगुणा, सइंदिया पज्जत्तगा विसेसाहिया ।
હે
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સઇન્દ્રિય, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિયના પર્યાપ્તા જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! (૧) સર્વથી થોડા ચૌરેન્દ્રિયના પર્યાપ્તા છે, (૨) તેનાથી પંચેન્દ્રિયના પર્યાપ્તા વિશેષાધિક છે, (૩) તેનાથી બેઇન્દ્રિયના પર્યાપ્તા વિશેષાધિક છે, (૪) તેનાથી તેઇન્દ્રિયના પર્યાપ્તા વિશેષાધિક છે, (૫) તેનાથી એકેન્દ્રિયના પર્યાપ્તા અનંતગુણા છે અને (૬) તેનાથી સઇન્દ્રિયના પર્યાપ્તા વિશેષાધિક છે.
४४ एसि णं भंते ! सइंदियाणं पज्जत्ता अपज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा सइंदिया अपज्जत्तगा, सइंदिया पज्जत्तगा संखेज्जगुणा ।
ભાવાર્થ:. :- પ્રશ્ન− હે ભગવન્ ! સઇન્દ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય, કે વિશેષાધિક છે ? ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા સઇન્દ્રિય અપર્યાપ્તા, તેનાથી સઇન્દ્રિય પર્યાપ્તા જીવો સંખ્યાતગુણા છે.
४५ एसि णं भंते! एगिंदियाणं पज्जत्ता अपज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा एगिंदिया अपज्जत्तगा, एगिंदिया पज्जत्तगा संखेज्जगुणा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! એકેન્દ્રિયના પર્યાપ્તા અને અપર્યાપ્તામાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા એકેન્દ્રિયના અપર્યાપ્તા છે અને તેનાથી એકેન્દ્રિયના પર્યાપ્તા સંખ્યાતગુણા છે.