________________
[ ૨૧
]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૧
અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા મનુષ્યો છે, (૨) તેનાથી નૈરયિકો અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી દેવો અસંખ્યાત ગુણા છે, (૪) તેનાથી સિદ્ધો અનંતગુણા છે અને (૫) તેનાથી તિર્યંચયોનિકો અનંતગુણા છે.(વનસ્પતિની અપેક્ષાએ) ४० एएसि णं भंते ! णेरइयाणं तिरिक्खजोणियाणं तिरिक्खजोणिणीणं मणुस्साणं मणुस्सीणं देवाणं देवीणं सिद्धाण य अट्ठगइ समासेणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा !सव्वत्थोवाओ मणुस्सीओ, मणुस्सा असंखेज्जगुणा, णेरइया असंखेज्जगुणा, तिरिक्खजोणिणीओ असंखेज्जगुणाओ, देवा असंखेज्जगुणा, देवीओ संखेज्जगुणाओ, सिद्धा अणंतगुणा,तिरिक्खजोणिया अणंतगुणा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો, તિર્યંચો, તિર્યંચાણી, મનુષ્યો, મનુષ્યાણી, દેવ, દેવીઓ અને સિદ્ધો, આ આઠ ગતિઓની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વ થોડી મનુષ્યાણી, (૨) તેનાથી મનુષ્યો અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી નૈરયિકો અસંખ્યાત ગુણા છે, (૪) તેનાથી તિર્યંચાણી અસંખ્યાત ગુણી છે, (૫) તેનાથી દેવો અસંખ્યાતગુણા છે, (૬) તેનાથી દેવીઓ સંખ્યાતગુણી છે, (૭) તેનાથી સિદ્ધ ભગવાન અનંત ગુણા છે, (૮) તેનાથી (વનસ્પતિ આશ્રી) તિર્યંચયોનિકો અનંતગુણા છે. બીજુ તાર સંપૂર્ણ . વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ ગતિ અને આઠ ગતિની અપેક્ષાએ જીવોના અલ્પબદુત્વનું કથન છે. પાંચ અને આઠ ગતિ મૂળપાઠથી સ્પષ્ટ છે. પાંચ ગતિની અપેક્ષાએ અલ્પબહત્વઃ- (૧) ગતિની અપેક્ષાએ સર્વથી થોડા મનુષ્યો છે કારણ કે મનુષ્ય ક્ષેત્ર નાનું છે. (૨) તેનાથી નૈરયિકો અસંખ્યાત ગુણા છે કારણ કે નૈરયિકો અસંખ્ય છે. (૩) તેનાથી દેવો અસંખ્યાત ગુણા છે કારણ કે વ્યંતર અને જ્યોતિષી દેવોની સંખ્યા નૈરયિકોથી વધુ છે. (૪) તેનાથી સિદ્ધ અનંતણા છે કારણ કે દેવ અસંખ્ય છે અને સિદ્ધ અનંત છે. (૫) તેનાથી તિર્યંચ અનંતણા છે કારણ કે વનસ્પતિકાયિક જીવો સિદ્ધોથી અનંતણા છે. ક્રમ | દિશા | પ્રમાણ
કારણ મનુષ્ય | સર્વથી થોડા | અઢીદ્વીપ પ્રમાણ મનુષ્ય ક્ષેત્ર છે. નારકી | અસંખ્યાતગુણા | અસંખ્યાતા છે તેથી અસંખ્યાતગુણ છે. દેવ | અસંખ્યાતગુણા | વ્યંતર અને જ્યોતિષી દેવોની સંખ્યા વધુ છે. | સિદ્ધ અનંતગુણા | સિદ્ધ જીવો અનંત છે.
તિર્યંચ | અનંતગુણા | વનસ્પતિ કાયિક જીવો સિદ્ધોથી અનંત ગુણા હોય છે. આઠ ગતિની અપેક્ષાએ અલ્પબદ્ભુત્વઃ- (૧) સર્વથી અલ્પ મનુષ્યાણી છે. (૨) તેનાથી મનુષ્યો અસંખ્યાત