________________
| ત્રીજુ પદઃ બહુવક્તવ્યતા [અલ્પબહુર્તી]
[ ૨૧૩ ] ३७ दिसाणुवाएणं सव्वत्थोवा देवा सहस्सारे कप्पे पुरथिमपच्चत्थिमउत्तरेणं, दाहिणेणं असंखेज्जगुणा । तेण परं बहुसमोवण्णगा समणाउसो । ભાવાર્થ:- દિશાઓની અપેક્ષાએ સહસારકલ્પમાં સર્વથી થોડા દેવો પૂર્વ-પશ્ચિમ-ઉત્તર દિશામાં છે. તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. હે આયુષ્યમાનું શ્રમણો! તેનાથી આગળના કલ્પોમાં(પ્રત્યેક કલ્પમાં, પ્રત્યેક રૈવેયકમાં તથા પ્રત્યેક અનુત્તર વિમાનમાં ચારેય દિશામાં) પ્રાયઃ સમાન દેવો હોય છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં દિશાની અપેક્ષાએ વૈમાનિક દેવોના અલ્પબદુત્વનું કથન છે. વૈમાનિક દેવોના અલ્પબદુત્વમાં પુષ્પાવકીર્ણ વિમાનોની સંખ્યા અને તેનો વિસ્તાર કારણરૂપ છે. દિશાની અપેક્ષાએ સૌધર્મથી માહે દેવલોકના દેવોનું અલ્પબહત્વઃ-(૧-૨) પ્રથમ ચાર દેવલોકમાં સર્વથી થોડા દેવો પૂર્વ-પશ્ચિમ દિશામાં છે. આ ચારે દેવલોકમાં આવલિકા પ્રવિણ વિમાનો ચારે દિશામાં એક સમાન છે. પુષ્પાવકીર્ણ વિમાનો ઉત્તર-દક્ષિણ દિશામાં અધિક છે અને તે અસંખ્યાત યોજનવિસ્તુત છે. તેથી પૂર્વ-પશ્ચિમ દિશામાં દેવોની સંખ્યા અલ્પ છે. (૩) તેનાથી ઉત્તર દિશામાં દેવો અસંખ્યાતગુણા અધિક છે કારણ કે અસંખ્યાત યોજન વિસ્તૃત પુષ્પાવકીર્ણ વિમાનો ત્યાં અધિક છે. (૪) તેનાથી દક્ષિણ દિશામાં દેવો વિશેષાધિક છે. કારણ કે ત્યાં કૃષ્ણપાક્ષિક જીવો વધુ સંખ્યામાં હોય છે. કમ| દિશા | પ્રમાણ
કારણ ૧-૨ પૂર્વ | સર્વથી થોડા |પુષ્પાવકીર્ણ વિમાનો ઓછા છે.
| પશ્ચિમ | પરસ્પર તુલ્ય | ૩ | ઉત્તર | અસંખ્યાતગુણા | અસંખ્યાત યોજન વિસ્તૃત પુષ્પાવકીર્ણ વિમાનો ઘણા છે.' | ૪ | દક્ષિણ | વિશેષાધિક | કૃષ્ણપાક્ષિક જીવો ઘણા છે. બ્રહ્મલોકથી સહસાર દેવલોકના દેવોનું અલ્પબહત્વઃ- (૧-૨-૩) પાંચમા દેવલોકથી આઠમા દેવલોકમાં સર્વથી થોડા દેવો પૂર્વ-પશ્ચિમ-ઉત્તર દિશામાં છે. કારણ કે કૃષ્ણપાક્ષિક જીવો પ્રાયઃ દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે. કૃષ્ણપાક્ષિક જીવોની સંખ્યા શુક્લપાક્ષિક જીવોથી અધિક હોય છે, તેથી તે ત્રણ દિશામાં દેવોની સંખ્યા અલ્પ છે. (૪) તેનાથી દક્ષિણ દિશામાં દેવો અસંખ્યાતગુણા છે કારણ કે દક્ષિણ દિશામાં કૃષ્ણપાક્ષિક જીવો અધિક હોય છે. કમ| દિશા | પ્રમાણ
કારણ ૧થી૩ પૂર્વ-પશ્ચિમ | સર્વથી થોડા | શુક્લપાક્ષિક જીવો અલ્પ છે.
ઉત્તર | પરસ્પર તુલ્ય ૪ | દક્ષિણ | અસંખ્યાતગુણા | કૃષ્ણ પાક્ષિક ઘણા જીવો છે. નવમા આણત દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાનમાં - નવથી બાર દેવલોક, નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવો ચારે દિશામાં પ્રાયઃ સમાન સંખ્યામાં હોય છે, તેથી તેમાં અલ્પબદુત્વ નથી. નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં પુષ્પાવકીર્ણ વિમાનો જ નથી અને નવમાથી બારમા દેવલોકમાં