________________
૨૧૪
પુષ્પાવકીર્ણ વિમાનો છે પરંતુ ચારે દિશામાં દેવો સમાન છે, તેથી તેમાં અલ્પાધિકતા નથી.
દિશાની અપેક્ષાએ સિદ્ધોનું અલ્પબહુત્વ ઃ
| ३८ दिसाणुवारणं सव्वत्थोवा सिद्धा दाहिणुत्तरेणं, पुरत्थिमेणं संखेज्जगुणा, पच्चत्थिमेणं विसेसाहिया ।
ભાવાર્થ:- દિશાઓની અપેક્ષાએ સર્વથી થોડા સિદ્ધો દક્ષિણ અને ઉત્તર દિશામાં છે. તેનાથી પૂર્વ દિશામાં સંખ્યાતગુણા છે, તેનાથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે. II પ્રથમ દ્વાર સંપૂર્ણ ॥
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દિશાની અપેક્ષાએ સિદ્ધોના અલ્પબહુત્વનું પ્રતિપાદન છે.
મનુષ્યો જ સિદ્ધ થાય છે તેથી સિદ્ધોનું અલ્પબહુત્વ મનુષ્યોની સમાન છે. મનુષ્ય જે ક્ષેત્રમાંથી સિદ્ધ થાય ત્યાંથી જ સમશ્રેણીએ લોકાગ્રે પહોંચે છે, તેમાં એક પ્રદેશ પણ આગળ-પાછળ થતા નથી.
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૧
(૧–૨) સર્વથી થોડા સિદ્ધો દક્ષિણ-ઉત્તર દિશામાં છે કારણ કે દક્ષિણ-ઉત્તર દિશામાં રહેલા ભરત અને ઐરવત ક્ષેત્ર વિસ્તારની અપેક્ષાએ નાના છે, ત્યાં મનુષ્યોની સંખ્યા અલ્પ છે. તે ઉપરાંત તે બંને ક્ષેત્રોમાં સુષમ-સુષમા આદિ યુગલિક કાલમાં તેમજ દુઃષમ-દુઃષમા કાલમાં જીવો સિદ્ધ થતાં નથી, તેથી દક્ષિણ અને ઉત્તર દિશામાં સિદ્ધોની સંખ્યા અલ્પ છે. (૩) તેનાથી પૂર્વ દિશામાં સંખ્યાતગુણા છે કારણ કે પૂર્વ દિશામાં પૂર્વ મહાવિદેહ ક્ષેત્ર સંખ્યાતગુણ વિશાળ છે. ત્યાંના મનુષ્યોની સંખ્યા પણ સંખ્યાતગુણી છે અને પૂર્વ-પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં કાલ પરિવર્તન થતું નથી, સદાને માટે ધર્મકાલ પ્રવર્તતો હોય છે, તેથી સિદ્ધોની સંખ્યા સંખ્યાતગુણી થાય છે. (૪) તેનાથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે. કારણ કે પશ્ચિમ દિશામાં મહાવિદેહક્ષેત્ર, પૂર્વ મહાવિદેહક્ષેત્ર કરતાં કંઈક વિશેષાધિક છે. તેથી ત્યાં મનુષ્યોની સંખ્યા વિશેષ છે તેથી સિદ્ધોની સંખ્યા વિશેષાધિક થાય છે.
દિશાની અપેક્ષાએ સિદ્ધ જીવોનું અલ્પબહુત્વ ઃ
કારણ
|ક્રમ | દિશા પ્રમાણ
|૧–૨ | દક્ષિણ- | સર્વથી થોડા ભરત, ઐરવતક્ષેત્ર નાના છે અને ત્રીજાપરસ્પર તુલ્ય ચોથા આરામાં જ સિદ્ધ થાય છે. પૂર્વ | સંખ્યાતગુણા
ઉત્તર
૩
પૂર્વ મહાવિદેહક્ષેત્ર સંખ્યાત ગણું મોટું છે, તેથી મનુષ્યોની સંખ્યા વધુ હોવાથી સિદ્ધ થનારા જીવો વધુ હોય છે.
૪ પશ્ચિમ | વિશેષાધિક પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્ર કંઈક અધિક
મોટું હોવાથી મનુષ્યો વધુ સિદ્ધ થાય છે.
વિ.,
૩
૧ અલ્પ
૧ અલ્પ
૨. સં.