________________
૨૧૨ |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
દિશાની અપેક્ષાએ વૈમાનિક દેવનું અલ્પબદુત્વઃ३० दिसाणुवाएणंसव्वत्थोवा देवा सोहम्मेकपेपुरथिमपच्चत्थिमेणं, उत्तरेणंअसंखेज्जगुणा, दाहिणेणं विसेसाहिया। ભાવાર્થ:- દિશાઓની અપેક્ષાએ સૌધર્મ કલ્પમાં સર્વથી થોડા દેવો પૂર્વ તથા પશ્ચિમ દિશામાં છે. તેનાથી ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે અને તેનાથી દક્ષિણ દિશામાં વિશેષાધિક છે. ३१ दिसाणुवाएणं सव्वत्थोवा देवा ईसाणे कप्पे पुरथिमपच्चत्थिमेणं, उत्तरेणं असंखेज्ज गुणा, दाहिणेणं विसेसाहिया । ભાવાર્થ - દિશાઓની અપેક્ષાએ ઈશાનકલ્પમાં સર્વથી થોડા દેવો પૂર્વ તથા પશ્ચિમ દિશામાં છે, તેનાથી ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે અને તેનાથી દક્ષિણ દિશામાં વિશેષાધિક છે.
३२ दिसाणुवाएणंसव्वत्थोवा देवा सणंकुमारे कप्पेपुरथिमपच्चत्थिमेणं, उत्तरेणं असंखेज्ज ગુણા, હોળ વિસાદિયા ! ભાવાર્થ – દિશાઓની અપેક્ષાએ સનકુમાર કલ્પમાં સર્વથી થોડા દેવો પૂર્વ તથા પશ્ચિમ દિશામાં છે. તેનાથી ઉત્તરમાં અસંખ્યાતગુણા છે અને તેનાથી દક્ષિણ દિશામાં વિશેષાધિક છે. ३३ दिसाणुवाएणंसव्वत्थोवा देवा माहिदे कप्पेपुरथिमपच्चत्थिमेणं, उत्तरेणंअसंखेज्जगुणा, दाहिणेणं विसेसाहिया । ભાવાર્થ :- દિશાઓની અપેક્ષાએ મહેન્દ્ર કલ્પમાં સર્વથી થોડા દેવો પૂર્વ તથા પશ્ચિમ દિશામાં છે. તેનાથી ઉત્તરમાં અસંખ્યાતગુણા છે અને તેનાથી દક્ષિણ દિશામાં વિશેષાધિક છે ३४ दिसाणुवाएणं सव्वत्थोवा देवा बंभलोएकप्पे पुरथिमपच्चत्थिम-उत्तरेणं,दाहिणेणं असंखेज्जगुणा। ભાવાર્થ :- દિશાઓની અપેક્ષાએ બ્રહ્મલોકકલ્પમાં સર્વથી થોડા દેવો પૂર્વ-પશ્ચિમ-ઉત્તર દિશામાં છે, તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. ३५ दिसाणुवाएणं सव्वत्थोवा देवा लंतए कप्पे पुरथिमपच्चत्थिम उत्तरेणं, दाहिणेणं असंखेज्जगुणा । ભાવાર્થ:- દિશાઓની અપેક્ષાએ લાંતક કલ્પમાં સર્વથી થોડા દેવો પૂર્વ-પશ્ચિમ-ઉત્તર દિશામાં છે, તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. ३६ दिसाणुवाएणं सव्वत्थोवा देवा महासुक्के कप्पे पुरथिमपच्चत्थिम-उत्तरेणं, दाहिणेणं
ભાવાર્થ - દિશાઓની અપેક્ષાએ મહાશુક્રકલ્પમાં સર્વથી થોડા દેવો પૂર્વ-પશ્ચિમ-ઉત્તર દિશામાં છે. તેનાથી દક્ષિણમાં અસંખ્યાતગુણા છે.