________________
| ત્રીજુ પદઃ બહુવક્તવ્યતા [અલ્પબહુર્તી]
૨૧૧
દિશાની અપેક્ષાએ વ્યંતર દેવોનું અલ્પબદુત્વઃકમ| દિશા | પ્રમાણ
કારણ ૧ | પૂર્વ | સર્વથી થોડા| ઘન સ્થાન વધુ છે. | ૨ | પશ્ચિમ | વિશેષાધિક | અધોલૌકિક ગ્રામોમાં પોલાણ વધુ છે. ] ૩ | ઉત્તર | વિશેષાધિક સ્વસ્થાનરૂપ નગરો, આવાસો વધુ છે. ૪ | દક્ષિણ | વિશેષાધિક | નગરો વધુ છે, કૃષ્ણ પાક્ષિક જીવો વધુ છે.
-
LIP
દિશાની અપેક્ષાએ જ્યોતિષી દેવોનું અલ્પબદુત્વઃ२९ दिसाणुवाएणंसव्वत्थोवा जोइसिया देवा पुरथिमपच्चत्थिमेणं,दाहिणेणं विसेसाहिया, उत्तरेणं विसेसाहिया । ભાવાર્થ:- દિશાઓની અપેક્ષાએ સર્વથી થોડા જ્યોતિષી દેવો પૂર્વ અને પશ્ચિમ દિશામાં છે, તેનાથી દક્ષિણ દિશામાં વિશેષાધિક અને તેનાથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે. વિવેચન :
જ્યોતિષી દેવોમાં તારાઓના સ્થાનની ન્યૂનાધિકતાના આધારે અલ્પબદુત્વ થાય છે, શેષ ચન્દ્ર, સુર્ય, ગ્રહ અને નક્ષત્રના વિમાનોની સંખ્યા અત્યલ્પ છે. પ્રત્યેક જ્યોતિષ મંડળમાં ૧ ચંદ્ર, ૧ સુર્ય, ૨૮નક્ષત્ર અને ૮૮ ગ્રહ તથા ઇ,૯૭૫ ક્રોડાક્રોડ તારાઓના વિમાન હોય છે. તારાના વિમાનો જે દિશામાં અધિક હોય તે દિશામાં જ્યોતિષી દેવોની સંખ્યા વધી જાય છે.
(૧-૨) સર્વથી થોડા જ્યોતિષી દેવો પૂર્વ-પશ્ચિમ દિશામાં છે કારણ કે ત્યાં જ્યોતિષી દેવો સ્વાભાવિક રીતે અલ્પ છે. (૩) તેનાથી દક્ષિણ દિશામાં વિશેષાધિક છે કારણ કે દક્ષિણ દિશામાં કૃષ્ણપાક્ષિક દેવો અધિક ઉત્પન્ન થાય છે. (૪) તેનાથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે કારણ કે ઉત્તર દિશામાં માનસ સરોવરમાં જ્યોતિષી દેવોના ક્રીડા સ્થાન અધિક છે. તેથી ત્યાં જ્યોતિષી દેવોનું આવાગમન અધિક હોય છે. ત્યાંના કેટલાક જલચર તિર્યંચો જ્યોતિષી દેવોને જોઈને જાતિ સ્મરણજ્ઞાન પ્રાપ્ત કરે છે અને વ્રત નિયમોનો સ્વીકાર કરીને જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થવા માટે નિદાન કરીને ત્યાં ઉત્પન્ન થાય છે. તેથી જ્યોતિષી દેવો ઉત્તર દિશામાં અધિક હોય છે. દિશાની અપેક્ષાએ જ્યોતિષી દેવોનું અલ્પબહત્વ :| કમ દિશા પ્રમાણ
કારણ ૧-૨ પૂર્વ | સર્વથી થોડા| સ્વાભાવિક રીતે થોડા છે.
પશ્ચિમ પરસ્પર તુલ્ય ૩ | દક્ષિણ | વિશેષાધિક | કૃષ્ણપાક્ષિક જીવો વધુ સંખ્યામાં ઉત્પન્ન થાય છે. | ૪ | ઉત્તર | વિશેષાધિક | માનસ સરોવરમાં દેવોના ક્રીડા સ્થાન ઘણા છે ત્યાંના
ઘણા જલચરો, જ્યોતિષી દેવોને જોતાં જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને નિદાન કરી જ્યોતિષી દેવ થાય છે.
અપા