________________
[ ૨૧૦ |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા અધિક છે, તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા અધિક છે. વિવેચન : -
ભવનપતિ દેવોની અલ્પાધિકતામાં તેના આવાસરૂપ ભવનોની સંખ્યા કારણભૂત છે.
| (૧-૨) સર્વથી થોડા ભવનપતિ દેવો પૂર્વ-પશ્ચિમ દિશામાં છે કારણ કે ત્યાં દેવોના આવાસરૂપ ભવનો અલ્પ છે. ભવનોની સંખ્યા અલ્પ હોવાથી ભવનપતિ દેવોની સંખ્યા અલ્પ છે. (૩) તેનાથી ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા અધિક છે કારણ કે ત્યાં તે દેવોના સ્વસ્થાન રૂપ ભવનોની સંખ્યા અધિક છે. ઉત્તર દિશામાં ત્રણ કરોડ છાસઠ લાખ(૩,૬,૦૦,૦૦૦) ભવનપતિના ભવનો છે. (૪) તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા અધિક છે. ઉત્તર દિશા કરતાં દક્ષિણ દિશાના પ્રત્યેક આંતરામાં ચાર-ચાર લાખ ભવનો અધિક હોવાથી ૧૦ આંતરાના કુલ ચાલીશ લાખ ભવનો અધિક છે. દક્ષિણ દિશામાં કુલ મળીને ચાર કરોડ છ લાખ (૪,૦૬,00, 000) ભવનો છે. આ રીતે દક્ષિણ દિશામાં ભવનપતિ દેવો સર્વથી અધિક થઈ જાય છે. દિશાની અપેક્ષાએ ભવનપતિ દેવોનું અલ્પબહત્વ - કમ|દિશાનું પ્રમાણ
કારણ ૧–૨ પૂર્વ | સર્વથી થોડા ભવનો ઓછા છે.
પશ્ચિમ| પરસ્પર તુલ્ય ૩ | ઉત્તર | અસંખ્યાતગુણ અધિક|ભવનો વધુ છે. ૪ | દક્ષિણ | અસંખ્યાતગુણ અધિક પ્રત્યેક નિકાયના ૪-૪ લાખ ભવનો
વધુ છે અને કૃષ્ણપાક્ષિક ઘણા જીવો ઉત્પન્ન થાય છે.
૨ અસં.
1
-
૫
૩ અસં.
દિશાની અપેક્ષાએ વાણવ્યંતર દેવોનું અલ્પબદુત્વઃ२८ दिसाणुवाएणं सव्वत्थोवा वाणमंतरा देवा पुरथिमेणं, पच्चत्थिमेणं विसेसाहिया, उत्तरेणं विसेसाहिया, दाहिणेणं विसेसाहिया । ભાવાર્થ - દિશાઓની અપેક્ષાએ સર્વથી થોડા વાણવ્યંતર દેવો પૂર્વ દિશામાં છે, તેનાથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે, તેનાથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે અને તેનાથી દક્ષિણ દિશામાં વિશેષાધિક છે. વિવેચન :
વ્યંતર દેવોની સંખ્યામાં અલ્પાધિકતાનું મુખ્ય કારણ તેમના નગરોની સંખ્યા છે.
(૧) સર્વથી થોડા વ્યંતર દેવો પૂર્વ દિશામાં છે કારણ કે ત્યાં તેમના નગરો અલ્પ છે. (૨) તેનાથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે. કારણ કે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્ર વિશાળ હોવાથી વ્યંતર દેવોની સંખ્યા વિશેષાધિક હોય છે. (૩) તેનાથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે કારણ કે ઉત્તર દિશામાં તેના સ્વાસ્થાન રૂ૫ વ્યંતર દેવોના નગરો પૂર્વ-પશ્ચિમ દિશા કરતાં અધિક છે. (૪) તેનાથી દક્ષિણ દિશામાં વિશેષાધિક છે કારણ કે દક્ષિણ દિશામાં તેમના નગરો સર્વથી અધિક છે.