________________
ત્રીજું પદ : બહુવક્તવ્યતા [અલ્પબહુત્વ]
વિવેચનઃ
તેના અલ્પબહુત્વના કારણો અપ્લાયિક જીવોના અલ્પબહુત્વ પ્રમાણે સમજવા.
દિશાની અપેક્ષાએ મનુષ્યોનું અલ્પબહુત્વ :
२६ दिसाणुवाएणं सव्वत्थोवा मणुस्सा दाहिणउत्तरेणं, पुरत्थिमेणं संखेज्जगुणा, पच्चत्थिमेणं
विसेसाहिया ।
ભાવાર્થ:દિશાઓની અપેક્ષાએ સર્વથી થોડા મનુષ્યો દક્ષિણ અને ઉત્તર દિશામાં છે. તેનાથી પૂર્વ દિશામાં સંખ્યાતગુણા અધિક છે અને તેનાથી પણ પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં દિશાની અપેક્ષાએ મનુષ્યોના અલ્પબહુત્વનું કથન છે. મનુષ્યોની સંખ્યાની અલ્પાધિકતામાં ક્ષેત્રની વિશાળતા અને અલ્પતા કારણભૂત છે.
મનુષ્યો મનુષ્યક્ષેત્રમાં જ હોય છે. મનુષ્યો અને અઢીદ્વીપવર્તી બાદર અગ્નિકાયિક જીવોનું અલ્પબહુત્વ સમાન છે.
(૧–૨) સર્વથી થોડા મનુષ્યો ઉત્તર અને દક્ષિણ દિશામાં છે કારણ કે ઉત્તર-દક્ષિણ દિશામાં પાંચ ભરત અને પાંચ ઐરવતક્ષેત્ર વિસ્તારની અપેક્ષાએ નાના છે, તેથી ત્યાં મનુષ્યોની સંખ્યા અલ્પ હોય છે. (૩) તેનાથી પૂર્વ દિશામાં મનુષ્યો સંખ્યાતગુણા છે કારણ કે પૂર્વ દિશામાં પૂર્વ મહાવિદેહક્ષેત્રો સંખ્યાતગુણ વિસ્તૃત છે તેથી મનુષ્યોની સંખ્યા સંખ્યાતગુણી થાય છે. (૪) તેનાથી પશ્ચિમ દિશામાં મનુષ્યો વિશેષાધિક છે. કારણ કે જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહનું ક્ષેત્ર વિશાળ હોવાથી મનુષ્યોની સંખ્યા અધિક છે, તેથી પૂર્વ દિશાથી વિશેષાધિક થાય છે.
દિશાની અપેક્ષાએ મનુષ્યોનું અલ્પબહુત્વ ઃ
કારણ
|ક્રમ | દિશા
પ્રમાણ
૧–૨| દક્ષિણ | સર્વથી થોડા ઉત્તર | પરસ્પર તુલ્ય
૩
ભરત, ઐરવત ક્ષેત્રો નાના હોવાથી અલ્પ મનુષ્યો છે.
પૂર્વ | સંખ્યાતગુણ પૂર્વ મહાવિદેહ ક્ષેત્ર સંખ્યાત ગણું મોટું છે.
અધિક
૪ | પશ્ચિમ | વિશેષાધિક | પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્ર કંઈક મોટું છે.
૨૦૯
વિ.
3
૧ અલ્પ
૧૪
અલ્પ
સં.
ર
દિશાની અપેક્ષાએ ભવનવાસી દેવોનું અલ્પબહુત્વ ઃ
२७ दिसाणुवाएणं सव्वत्थोवा भवणवासी देवा पुरत्थिम-पच्चत्थिमेणं, उत्तरेणं असंखेज्जगुणा, दाहिणेणं असंखेज्जगुणा ।
ભાવાર્થ :- દિશાઓની અપેક્ષાએ સર્વથી થોડા ભવનવાસી દેવો પૂર્વ અને પશ્ચિમ દિશામાં છે, તેનાથી