________________
| ૨૦૪]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
વિ
હરિ
દિશાની અપેક્ષાએ બાદર અપ્લાયિક જીવોનું અલ્પબદુત્વઃકમ| દિશા | પ્રમાણ
કારણ ૧ |પશ્ચિમ | સર્વથી થોડા | લવણ સમુદ્રમાં ગૌતમાદિ દ્વીપો છે, તેથી
પાણી અલ્પ છે. ૨ | પૂર્વ | વિશેષાધિક | ગૌતમદ્વીપ નથી, તેથી પાણી વધુ છે. ૩ | દક્ષિણ | વિશેષાધિક | સૂર્ય-ચંદ્રના દ્વીપો નથી, તેથી પાણી વધુ છે. | ૪ | ઉત્તર | વિશેષાધિક | માનસ સરોવર છે, તેથી પાણી વધી જાય છે. તેઉકાય:- અગ્નિના જીવો અઢીદ્વીપ ક્ષેત્રમાં જ છે. જ્યાં મનુષ્યોની સંખ્યા અધિક હોય ત્યાં રસોઈ આદિ પ્રવૃત્તિની અધિકતાના કારણે અગ્નિકાયિક જીવો વધુ હોય છે.
(૧-૨) સર્વથી થોડા દક્ષિણ–ઉત્તર દિશામાં તેઉકાયિક જીવો છે. કારણ કે ત્યાં ભારત અને ઐરવત ક્ષેત્ર નાના છે, તેથી મનુષ્યોની સંખ્યા થોડી છે, તેથી ત્યાં અગ્નિકાયિક જીવો અલ્પ છે. તે બંને ક્ષેત્રો પરસ્પર સમાન હોવાથી જીવોની સંખ્યાબંને ક્ષેત્રમાં લગભગ સમાન છે. (૩) તેનાથી પૂર્વ દિશામાં સંખ્યાતગુણા છે કારણ કે પૂર્વ મહાવિદેહ ક્ષેત્ર સંખ્યાતગુણ અધિક વિસ્તૃત છે, તેથી ત્યાં મનુષ્યોની સંખ્યા સંખ્યાતગુણ અધિક છે, તેથી તેઉકાયિક જીવો પણ સંખ્યાતગુણા અધિક છે. (૪) તેનાથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે કારણ કે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની સલીલાવતી અને વપ્રાવિજય 1000 યોજન ઊડી ગઈ છે, તેનું ક્ષેત્ર કંઈક વધી જવાથી મનુષ્યોની સંખ્યા અધિક છે માટે ત્યાં અગ્નિકાયિક જીવો વિશેષાધિક છે. દિશાની અપેક્ષાએ બાદર તેઉકાય જીવોનું અ૫હત્વ :કમ દિશાનું પ્રમાણ
કારણ ૧-૨ |દક્ષિણ- | સર્વથી થોડા | ભરત ઐરાવત નાનું ક્ષેત્ર છે તેથી અલ્પ
| ઉત્તર પરસ્પર તુલ્ય મનુષ્ય અને અલ્પ અગ્નિ છે. ૩ | પૂર્વ | સંખ્યાતગુણ મહાવિદેહ ક્ષેત્ર મોટું હોવાથી મનુષ્યોની
| સંખ્યા વધુ છે. | ૪ |પશ્ચિમ | વિશેષાધિક | પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્ર મોટું છે.
અલ્પ વાયકાય?- જ્યાં પોલાણ હોય, ત્યાં વાયુકાયિક જીવો હોય છે. જ્યાં ઘનભાગ હોય ત્યાં વાયુનો અભાવ હોય છે. જે દિશામાં ભવનપતિના ભવન અને નરકાવાસો આદિ અધિક છે, ત્યાં પોલાણ અધિક હોવાથી વાયુકાયિક જીવો વધુ છે.
(૧) સર્વથી થોડા વાયુકાયિક જીવો પૂર્વ દિશામાં છે. પૂર્વ દિશામાં સઘન સ્થાનો વિશેષ હોવાથી ત્યાં વાયુનો સંચાર થતો નથી. તેથી વાયુકાયિક જીવો અલ્પ હોય છે. (૨) તેનાથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે કારણ કે ત્યાં પશ્ચિમ મહાવિદેહક્ષેત્રની બે વિજયો અધોલોકમાં હોવાથી પોલાણ વધુ છે. (૩) તેનાથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે કારણ કે ઉત્તર દિશામાં ભવનો, નરકાવાસો આદિ પશ્ચિમ દિશાથી અધિક છે તેથી પોલાણ ક્ષેત્રની અધિકતા છે. (૪) તેનાથી દક્ષિણ દિશામાં વિશેષાધિક છે. કારણ કે કૃષ્ણપાક્ષિક જીવો દક્ષિણ દિશામાં વધુ સંખ્યામાં ઉત્પન્ન થાય છે. તેમજ દક્ષિણ દિશામાં ભવનો, નરકાવાસો આદિની સંખ્યા ઉત્કૃષ્ટ હોય છે અને તેથી પોલાણની અધિકતા હોવાથી વાયુકાયિક જીવોની પ્રચુરતા થાય છે.
અસ્પ