________________
| ત્રીજુ પદઃ બહુવક્તવ્યતા [અહ૫બહુત],
[ ૨૦૩] १० दिसाणुवाएणं सव्वत्थोवा चउरिदिया पच्चत्थिमेणं, पुरथिमेणं विसेसाहिया, दाहिणेणं विसेसाहिया, उत्तरेणं विसेसाहिया । ભાવાર્થ:- ચૌરક્રિય– દિશાઓની અપેક્ષાએ (૧) સર્વથી થોડા ચૌરેન્દ્રિય જીવો પશ્ચિમ દિશામાં છે, (૨) તેનાથી પૂર્વ દિશામાં વિશેષાધિક, (૩) તેનાથી દક્ષિણમાં વિશેષાધિક અને (૪) તેનાથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય જીવોના અલ્પબદુત્વનું પ્રતિપાદન છે. પૃથ્વીકાયજે દિશામાં પૃથ્વી વધુ હોય, પોલાણ ઓછું હોય, ત્યાં પૃથ્વીકાયિક જીવો અધિક હોય છે અને જ્યાં પોલાણ વધુ હોય ત્યાં પૃથ્વીકાયિક જીવો અલ્પ હોય છે.
(૧) સર્વથી થોડા પૃથ્વીકાયિક જીવો દક્ષિણ દિશામાં છે કારણ કે દક્ષિણદિશામાં ભવનપતિના ભવનો અને નરકાવાસોની સંખ્યા અધિક હોવાથી ત્યાં પોલાણ ભાગ વિશેષ છે. પૃથ્વીની અલ્પતા હોવાથી પૃથ્વીકાયિક જીવોની સંખ્યા અલ્પ થાય છે. (૨) તેનાથી ઉત્તર દિશામાં વિશેષાવિક છે કારણ કે દક્ષિણ દિશા કરતાં ઉત્તર દિશામાં ભવનો અને નરકાવાસોની સંખ્યા અલ્પ હોવાથી પૃથ્વી વિશેષ છે. (૩) તેનાથી પૂર્વ દિશામાં વિશેષાધિક છે કારણ કે પૂર્વ દિશામાં સમુદ્રોમાં પણ સૂર્ય-ચંદ્રદ્વીપો છે તેથી પૃથ્વીકાયિક જીવો વધી જાય છે. (૪) તેનાથી પશ્ચિમ દિશામાં વિશેષાવિક છે કારણ કે પશ્ચિમ દિશામાં ગૌતમ દ્વીપ છે. તે ૧૨,000 યોજન લાંબો-પહોળો અને ૧૦૭૬ યોજન ઊંચો છે. જો કે પશ્ચિમ દિશાના મહાવિદેહક્ષેત્રમાં ૧000 યોજનનું પોલાણ છે તે પોલાણની અપેક્ષાએ ગૌતમદ્વીપનું ક્ષેત્ર વધારે છે. આ રીતે દ્વીપનું ક્ષેત્ર વધી જતાં પૃથ્વીકાયિક જીવોની બહુલતા થાય છે. દિશાની અપેક્ષાએ બાદર પૃથ્વીકાયના જીવોનું અલ્પબહત્વ :કમ| દિશાનું પ્રમાણ
કારણ ૧ | દક્ષિણ | સર્વથી થોડા| ભવન અને નરકાવાસો વધુ હોવાથી
પોલાણ વધુ છે, તેથી પૃથ્વી અલ્પ છે. ૨ | ઉત્તર | વિશેષાધિક | ભવન અને નરકાવાસો ઓછા હોવાથી
પૃથ્વી વધુ છે. | ૩ | પૂર્વ | વિશેષાધિક| ચંદ્ર, સૂર્યના દ્વીપો છે તેથી પૃથ્વી વધુ છે.
૪ | પશ્ચિમ | વિશેષાધિક | ગૌતમદ્વીપ છે તેથી પૃથ્વી વધુ છે. અપ્લાયઃ- જે દિશામાં જલની અધિકતા હોય ત્યાં અખાયિક જીવો અધિક હોય છે.
(૧) સર્વથી થોડા અષ્કાયિક જીવો પશ્ચિમ દિશામાં છે કારણ કે ત્યાં ગૌતમ દ્વીપ અને સૂર્ય દ્વીપોના કારણે જલની અલ્પતા છે. (૨) તેનાથી પૂર્વ દિશામાં વિશેષાધિક છે કારણ કે ત્યાં ગૌતમ દીપ નથી, તેથી જલની અધિકતા થાય છે. (૩) તેનાથી દક્ષિણ દિશામાં વિશેષાધિક છે કારણ કે તે દિશામાં ચંદ્ર-સૂર્યના કોઈ દ્વીપો નથી, તેથી જલક્ષેત્ર વધી જાય છે. (૪) તેનાથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે કારણ કે ત્યાં સંખ્યાત યોજન વિસ્તૃત માનસ સરોવર છે, તેથી જલની પ્રચુરતા છે.
R
૧ અલ્પ