________________
ત્રીજું પદ : બહુવક્તવ્યતા [અલ્પબહુત્વ]
તેથી જે દિશામાં વનસ્પતિકાયિક જીવો અધિક હોય તે દિશામાં જીવ સંખ્યા અધિક થાય છે અને વનસ્પતિકાયિક જીવોની અધિકતાનો આધાર અપ્કાય જીવો છે. કારણ કે જે દિશામાં જલની અધિકતા હોય, તે દિશામાં જ શાસ્ત્રકારે જીવોની અધિકતા કહી છે. વનસ્પતિકાયિકમાં પનક વગેરે અનંતકાયિક જીવો એક શરીરમાં અનંતા રહેતા હોવાથી અપ્સાયિક સ્થાનોમાં પણ અપ્લાયિક જીવોથી વનસ્પતિકાયિક જીવો અનંતગુણા અધિક હોય છે.
(૧) સર્વથી થોડા જીવો પશ્ચિમદિશામાં છે. મધ્યલોકમાં પ્રત્યેક દ્વીપને ફરતા સમુદ્રો છે. આ રીતે પ્રત્યેક સમુદ્રો ગોળાકારે છે તેથી ચારે દિશામાં સમપ્રમાણમાં પાણી છે તેમ છતાં સમુદ્રોમાં જે દિશામાં દ્વીપ હોય ત્યાં અપ્કાયિક જીવોની સંખ્યા ઘટી જાય છે.
લવણ સમુદ્રમાં પૂર્વ અને પશ્ચિમ દિશામાં ક્રમશઃ ચંદ્રદ્વીપો અને સૂર્યદ્વીપો છે. તે ઉપરાંત પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રના અધિપતિ સુસ્થિત નામના દેવના આવાસરૂપ ૧૨,૦૦૦–યોજન લાંબો-પહોળો ગૌતમ દ્વીપ છે. તે તે દ્વીપના ક્ષેત્રમાં જલનો અભાવ હોવાથી વનસ્પતિકાયિક જીવોનો અભાવ થાય છે. આ રીતે પશ્ચિમ દિશામાં સમુચ્ચય જીવોની સંખ્યા અલ્પ છે.
(૨) તેનાથી પૂર્વદિશામાં જીવો વિશેષાધિક છે. પૂર્વ દિશામાં ગૌતમદ્વીપ નથી તેથી જલક્ષેત્ર અધિક થતાં જીવોની સંખ્યા વધી જાય છે.
(૩) તેનાથી દક્ષિણ દિશામાં જીવો વિશેષાધિક છે. દક્ષિણદિશાના લવણ સમુદ્રમાં ચંદ્રદ્વીપ, સૂર્યદ્વીપ કે ગૌતમઢીપ આદિ નથી. આ કારણે જલક્ષેત્ર વધતાં વનસ્પતિ જીવોની સંખ્યા વધે છે અને તેથી સમુચ્ચય જીવ વધે છે. ચંદ્ર-સૂર્યના દ્વીપો પૂર્વ પશ્ચિમદિશામાં જ હોય છે.
૨૦૧
(૪) તેનાથી ઉત્તર દિશામાં જીવો વિશેષાધિક છે. મેરુ પર્વતથી ઉત્તરદિશાના સંખ્યાત યોજન વિસ્તારવાળા એક દ્વીપમાં સંખ્યાત યોજન વિસ્તૃત એક માનસ સરોવર છે. તેથી ત્યાં જલની અને વનસ્પતિકાયિક જીવોની અધિકતા હોવાથી સમુચ્ચય જીવો અધિક હોય છે.
દિશાની અપેક્ષાએ સમુચ્ચય જીવોનું અલ્પબહુત્વ(જળ અને વનસ્પતિની પ્રમુખતાએ) :– |ક્રમ | દિશા પ્રમાણ
કારણ
૪ વિ.
૧
પશ્ચિમ | સર્વથી થોડા લવણ સમુદ્રમાં ચંદ્ર, સૂર્યઅને ગૌતમ દ્વીપ હોવાથી જલક્ષેત્ર અલ્પ થાય છે.
૨ પૂર્વ
વિશેષાધિક | ગૌતમદ્વીપ નથીતેટલું જલક્ષેત્ર વધે છે.
૩ ૪ ઉત્તર
દક્ષિણ | વિશેષાધિક | ચંદ્ર, સૂર્ય દ્વીપ નથી તેટલું જલક્ષેત્ર વધે છે. વિશેષાધિક | સંખ્યાતા(કરોડો) યોજનવાળું એક માનસ સરોવર છે, તેથી જલક્ષેત્ર વધે છે.
' અલ્પ
કવિ.
વિ.
દિશાની અપેક્ષાએ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવોનું અલ્પબહુત્વ :
३ दिसाणुवाएणं सव्वत्थोवा पुढविकाइया दाहिणेणं, उत्तरेणं विसेसाहिया, पुरत्थिमेणं विसेसाहिया, पच्चत्थिमेणं विसेसाहिया ।
ભાવાર્થ :– પૃથ્વીકાયિક– દિશાઓની અપેક્ષાએ (૧) સર્વથી થોડા પૃથ્વીકાયિક જીવો દક્ષિણદિશામાં છે, (૨) તેનાથી ઉત્તરદિશામાં વિશેષાધિક છે, (૩) તેનાથી પૂર્વ દિશામાં વિશેષાધિક છે અને (૪) તેનાથી