________________
૨૦૦
-ત્રીજું પદ : બહુવક્તવ્યતા [અલ્પબહુત્વ] ||P/IP||||P|||||/
દિશા આદિ ર૭ દ્વારોના નામ ઃ
१
ભાવાર્થ :– (ગાથાર્થ) (૧) દિશા (૨) ગતિ (૩) ઇન્દ્રિય (૪) કાય (૫) યોગ (૬) વેદ (૭) કષાય (૮) લેશ્યા (૯) સમ્યક્ત્વ (૧૦) જ્ઞાન (૧૧) દર્શન (૧૨) સંયત (૧૩) ઉપયોગ (૧૪) આહાર (૧૫) ભાષક (૧૬) પરિત્ત (૧૭) પર્યાપ્ત (૧૮) સૂક્ષ્મ (૧૯) સંશી (૨૦) ભવ (૨૧) અસ્તિ (૨૨) ચરમ (૨૩) જીવ (૨૪) ક્ષેત્ર (૨૫) બંધ (૨૬) પુદ્ગલ અને (૨૭) મહાદંડક; (પ્રસ્તુત ૨૭ દ્વારોના માધ્યમે આ પદમાં અલ્પબહુત્વની પ્રરૂપણા કરવામાં આવી છે.) ।। ૧–૨ II
•
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૧
दिसि गइ इंदिय काए, जोए वेए कसाय लेस्सा य । सम्मत्त णाण दंसण, संजय उवओग आहारे ॥ १ ॥
(૧) દિશા દ્વાર :
દિશાની અપેક્ષાએ સમુચ્ચય જીવોનું અલ્પબહુત્વ ઃ
२ दिसाणुवाएणं सव्वत्थोवा जीवा पच्चत्थिमेणं, पुरत्थिमेणं विसेसाहिया, दाहिणेणं विसेसाहिया, उत्तरेणं विसेसाहिया ।
·
•
भासग परित्त पज्जत्त, सुहुम सण्णी भवत्थि चरिमे । जीवेयखेत्त बंधे, पुग्गल महदंडए चेव ॥ २ ॥
ભાવાર્થ:- દિશાઓની અપેક્ષાએ– (૧) સર્વથી થોડા જીવો પશ્ચિમ દિશામાં છે, (૨) તેનાથી પૂર્વ દિશામાં વિશેષાધિક (૩) તેનાથી દક્ષિણ દિશામાં વિશેષાધિક અને (૪) તેનાથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે. વિવેચન :- [ન = દિશા = વિદિશા. ૭ = રુચક પ્રદેશ.
·
•
•
......
ક્ષેત્ર દિશા–વિદિશા :– પ્રસ્તુત સૂત્રમાં ક્ષેત્ર દિશાની અપેક્ષાએ સમુચ્ચય જીવોના અલ્પબહુત્વનું કથન છે.
મેરુ પર્વતના આઠ રુચક પ્રદેશોમાંથી નીકળતી ચાર દિશા-ચાર વિદિશા, ઊર્ધ્વ અને અધોદિશા તે ક્ષેત્રદિશા છે, તેનું પ્રમાણ નિયત છે.
અહીં ચાર દિશાની અપેક્ષાએ બાદર જીવોના અલ્પબહુત્વનું કથન છે, કારણ કે સૂક્ષ્મ જીવો આખા લોકમાં સમાનરૂપે વ્યાપ્ત છે તેથી તેમાં દિશાની અપેક્ષાએ અલ્પબહુત્વ સંભવિત નથી.
સમસ્ત જીવ સૃષ્ટિમાં વનસ્પતિકાયિક જીવો અધિક છે.