________________
| ત્રીજુ પદ: પરિચય
૧૯૯]
મહાદંડક દ્વારમાં સમગ્રરૂપે જીવોના અલ્પબદુત્વની પ્રરૂપણા છે. આ વિસ્તૃત વર્ણન પરથી ફલિત થાય છે કે મનુષ્ય, તિર્યંચ અને દેવગતિમાં પુરુષની અપેક્ષાએ સ્ત્રીઓની સંખ્યા અધિક છે. અધોલોકમાં એકથી સાત નરકમાં નૈરયિકોની સંખ્યા ક્રમશઃ ઘટતી જાય છે. ઊર્ધ્વલોકમાં અનુત્તર વિમાનવાસી દેવોની સંખ્યા સર્વથી ઓછી છે અને ત્યાર પછી નીચેના દેવોમાં ક્રમશઃ વધતાં-વધતાં સૌધર્મ દેવલોકમાં સર્વથી અધિક દેવસંખ્યા છે. ભવનપતિ દેવોની સંખ્યા સૌધર્મ દેવલોકના દેવોથી અધિક છે અને તેનાથી વ્યત્તર જ્યોતિષી દેવોની સંખ્યા ઉત્તરોત્તર અધિક છે. નરકગતિમાં સાતમી નરક અને દેવગતિમાં અનુત્તરવિમાનમાં જીવો અલ્પ છે; તેથી સ્પષ્ટ થાય છે કે જેમ લોકમાં અત્યંત પુણ્યશાળી જીવો ઓછા હોય છે તેમ અત્યંત પાપી જીવો પણ ઓછા હોય છે. આ વિસ્તૃત સૂચિન જીવોમાં સર્વથી ઓછી મનુષ્યોની સંખ્યા છે અને સૂક્ષ્મ વનસ્પતિના જીવો સર્વાધિક છે. આ રીતે સંસારી જીવોનું ચોક્કસપ્રમાણ સાથે નિરૂપણ કરવું તે જ આ પદની વિશેષતા છે.