________________
૧૯૮
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
ત્રીજું પદ પરિચય છે
& 9 ક ક લ ક ક છ : & ક ક છે આ ત્રીજા પદના બે નામ પ્રચલિત છે– બહુવક્તવ્યપદ અને અલ્પબદુત્વ પદ.
આ પદમાં અનંત સંસારી જીવોનું વિવિધ પ્રકારે વર્ગીકરણ કરીને તેની તરતમતાની પ્રરૂપણા છે. આ પદનો વિષય બહુવિસ્તૃત અને ગહન હોવાથી સૂત્રકારે તેની વક્તવ્યતાને બહુવક્તવ્યપદ નામ આપ્યું છે. વિવિધ અપેક્ષાએ જીવોની ન્યૂનાધિકતા, અલ્પ-બહુત્વતા, તેનો મુખ્ય વિષય હોવાથી તેનું બીજું નામ અલ્પબહત્વપદ પ્રસિદ્ધ છે.
આ પદમાં દિશા, ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ આદિથી લઈ મહાદંડક સુધીનાં ૨૭(સત્યાવીશ) દ્વારોના માધ્યમથી માત્ર જીવોનું જ નહીં, પરંતુ ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યોનું અને પરમાણુ આદિ પુદ્ગલોનું પણ વર્ગીકરણ કરીને તેના અલ્પબદુત્વનો વિચાર કર્યો છે.
પ્રથમ દ્વારમાં સર્વ પ્રથમ દિશાઓની અપેક્ષાએ સમુચ્ચય જીવોના અલ્પબદુત્વની વિચારણા કરીને, ત્યાર પછી ક્રમશઃ પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવરો, ત્રણ વિલેંદ્રિયો, નૈરયિકો, તિર્યંચ પંચેન્દ્રિયો, મનુષ્યો, ભવનપતિ-વાણવ્યંતર-જ્યોતિષી અને વૈમાનિક દેવો તથા સિદ્ધોના અલ્પબદુત્વની વિચારણા કરી છે.
બીજાથી ત્રેવીસમા દ્વારના માધ્યમે નરકાદિ ચારે ગતિઓ: સઇન્દ્રિય-અનિષ્ક્રિય જીવો; પર્યાપ્તકોઅપર્યાપ્તકો; ષકાયિક-અકાયિક, બાદર-સૂમ ષકાયિકો; સયોગી-મનયોગી-વચનયોગી-કાયયોગીઅયોગી; સવેદક-સ્ત્રીવેદક-પુરુષવેદક-નપુંસકવેદક-અવેદકો; સકષાય-ક્રોધાદિ ચાર કષાયી-અકષાયી; સલેશી-ષટ્યશી-અલેશી; સમ્યગ્દષ્ટિ આદિ ત્રણ દષ્ટિ, પાંચ જ્ઞાન+૩અજ્ઞાન યુક્ત જીવો; ચક્ષુદર્શનાદિ ચાર દર્શન યુક્ત જીવો; સંયત, અસંયત, સંયતાસંયત, નોસંયત નોઅસંયત નોસંયતાસંયત જીવો; સાકારઅનાકારોપયોગી જીવો; આહારક-અનાહારક જીવો; ભાષક-અભાષક જીવો; પરિત્ત, અપરિત્ત, નો પરિત્ત નોઅપરિત્ત જીવો; પર્યાપ્ત, અપર્યાપ્ત, નો પર્યાપ્ત નોઅપર્યાપ્તકો; સૂમ, બાદર, નોસૂક્ષ્મ નો બાદરો; સંજ્ઞી, અસંજ્ઞી, નોસંજ્ઞી નોઅસંજ્ઞી; ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક જીવો; ધર્માસ્તિકાયાદિ ષડૂદ્રવ્યોના દ્રવ્ય, પ્રદેશ તથા દ્રવ્ય-પ્રદેશની દષ્ટિએ પૃથક-પૃથ અને સમુચ્ચય; ચરમઅચરમ જીવો; જીવ, પુદ્ગલ, કાળ, સર્વદ્રવ્ય, સર્વપ્રદેશ, સર્વપર્યાયોના અલ્પબદુત્વનું પ્રતિપાદન છે.
ચોવીશમાં ક્ષેત્રદ્વારમાં લોકના છવિભાગ-ઊર્ધ્વલોક, અધોલોક, તિરછાલોક, અધોલોક-તિરછાલોક, ઊર્ધ્વલોકતિરછાલોક અને ત્રણલોકમાં સમુચ્ચય જીવો તથા ચતુર્ગતિક જીવોના અલ્પબદુત્વનું નિરૂપણ છે.
પચ્ચીશમા અંધકારમાં આયુષ્યકર્મના બંધક-અબંધક, પર્યાપ્ત-અપર્યાપ્ત, સુખ-જાગૃત, સમવહતઅસમવહત, શાતા વેદક-અશાતા વેદક, ઇન્દ્રિયોપયુક્ત-નોઇન્દ્રિયોપયુક્ત અને સાકારોપયુક્તઅનાકારોપયુક્ત જીવોના અલ્પબદુત્વની પ્રરૂપણા છે.
છવીસમા દ્વારમાં ક્ષેત્ર અને દિશાની અપેક્ષાએ પુદ્ગલો તથા દ્રવ્યોના અલ્પબદુત્વનું તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ પુદ્ગલ દ્રવ્યના અલ્પબદુત્વનું કથન છે.
સત્યાવીશમાં મહાદંડકમાં સમગ્રભાવે જીવોના અલ્પબદુત્વનું અઠ્ઠાણું(૯૮) બોલથી કથન છે.