________________
| ૧૯૪]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૧
વિશેષણો સિદ્ધના સ્વરૂપને સ્પષ્ટ કરે છે.
આવેલા = સિદ્ધ ભગવાન સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદથી રહિત હોય છે. સિદ્ધ ભગવાન અશરીરી હોવાથી તેઓને દ્રવ્યવેદ નથી અને નોકષાય ચારિત્ર મોહનીયકર્મનો અભાવ હોવાથી ભાવવેદ પણ નથી. આ રીતે તેઓ દ્રવ્ય-ભાવ બંને રીતે અવેદી છે. અવેયા = શાતા કે અશાતા વેદનીય કર્મનો જ અભાવ હોવાથી તેઓ વેદના રહિત છે. નિમના અiા = મમત્વ તથા બાહ્ય-આત્યંતર સંગ (આસક્તિ કે પરિગ્રહ)થી રહિત હોવાથી તેઓ નિર્મમ અને અસંગ હોય છે. સંસારવિપકુવા = ચાર ગતિના પરિભ્રમણરૂપ સંસારથી સર્વથા મુક્ત અને અલિપ્ત છે. પક્ષ બિત્ત સંડાપા = સિદ્ધોમાં જે આકાર હોય છે, તે પૌલિક શરીરના કારણે હોતો નથી, શરીરનો ત્યાં સર્વથા અભાવ છે, તેથી તેમનું સંસ્થાન (આકાર) આત્મપ્રદેશોથી જ નિષ્પન્ન થાય છે. સવ્વાણતિરા = સર્વકાળ એટલે કે સાદિ અનંતકાળ સુધી તેઓ તૃપ્ત છે, ઔસુક્ય આદિ સર્વ વૈભાવિક ભાવોથી સર્વથા નિવૃત્ત હોવાથી પરમ સંતુષ્ટ છે.
આઠ પ્રકારના કર્મક્ષય રૂ૫ કાર્યને સિદ્ધ કર્યા છે. તે સિદ્ધ કહેવાય છે. શેષ સિદ્ધિનું નિરાકરણ કરવા માટે અને સિદ્ધના સ્વરૂપની પુષ્ટિ માટે સૂત્રકારે યુદ્ધવિશેષણનો પ્રયોગ કર્યો છે. યુદ્ધ = સિદ્ધ ભગવાન સર્વજ્ઞ અને સર્વદર્શી હોવાથી સ્વયં બોધસ્વરૂપ છે. પારd = સંસારને કે સમસ્ત પ્રયોજનોને પાર પામી ગયા હોવાથી પારગત છે. પરંપરાગત = સિદ્ધગતિની પ્રાપ્તિ પરંપરાએ ક્રમશઃ થાય છે. તે વિષયને સૂચિત કરવા આ વિશેષણનો પ્રયોગ થયો છે. સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધનાથી ક્રમશઃ ઘાતિ અને અઘાતિ કર્મોનો ક્ષય થાય ત્યારે સિદ્ધગતિ પ્રાપ્ત થાય છે..
તે ઉપરાંત સિદ્ધ કર્મરૂપ કવચથી સર્વથા મુક્ત, જન્મ-જરા-મૃત્યુથી રહિત અજર-અમર અને એક પરમાણ માત્ર પરદ્રવ્યના સંગથી રહિત તેમજ વૈભાવિક ભાવના સંગથી રહિત, સર્વ પ્રકારના દુઃખોથી મુક્ત, શુદ્ધ ચૈતન્યઘન કેવળજ્ઞાન, કેવળદર્શન સ્વરૂપ છે. અનંત અવ્યાબાધ સુખ સ્વરૂપ છે. સિદ્ધોનું સુખ – સિદ્ધોને દુઃખ અને દુઃખના કારણોનો સર્વથા ક્ષય થઈ ગયો હોવાથી શાશ્વત કાલ પર્યત સુખની જ અનુભૂતિ હોય છે. તે સુખ અકથ્ય, અતુલ્ય, અનુપમ છે. સૂત્રકારે તેની ઉત્કર્ષતા પ્રગટ કરવા ચક્રવર્તીના સુખથી અને દેવલોકના દેવોના સુખથી અનંતગુણ અધિક કહ્યું છે. તે અકથ્ય હોવાથી કહી શકાતું નથી, અનુપમ હોવાથી ઉપમા આપી શકાતી નથી. સિદ્ધોનું સુખ માત્ર અનુભૂતિનો વિષય છે. એનો પડિયા સિક્કા :- લોકાગ્ર પછી લોકનો અંત આવી જવાથી અલોક શરૂ થાય છે. જીવની ગતિમાં નિમિત્ત કારણ (સહાયક) ધર્માસ્તિકાય છે, અલોકમાં તેનો અભાવ છે; તેથી લોકના અંતે સિદ્ધોની ગતિમાં રુકાવટ આવે છે. આ રીતે ધર્માસ્તિકાયના અભાવથી સિદ્ધ પ્રતિહત થાય છે. સિદ્ધો મનુષ્ય ક્ષેત્રનો ત્યાગ કરી એક જ સમયમાં લોકના અગ્રભાગે સ્થિત થઈ જાય છે. સિલોની અવગાહના:- સિદ્ધોની જઘન્ય અવગાહના એક હાથ આઠ અંગુલની અને ઉત્કૃષ્ટ અવગાહના ૩૩૩ ધનુષ્ય ૩ર અંગુલની હોય છે. તત્તો વિમાનદી - સિદ્ધ થયેલા જીવના શરીરની અંતિમ ભવમાં જે અવગાહના હોય તેનો ત્રીજો ભાગ ન્યૂન અવગાહના સિદ્ધગતિમાં રહે છે. કેવળી ભગવાન પોતાના આયુષ્યના અંતિમ અંતર્મુહૂર્તમાં સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામના ત્રીજા શુક્લધ્યાનના આધારે યોગસંધનની ક્રિયા કરે છે. તે ક્રિયામાં ત્રણે યોગનું સંધન થાય અને આત્મપ્રદેશો ઘનીભૂત થાય છે અર્થાત્ શરીરમાં મુખ, કાન, પેટ આદિ પોલાણ