________________
દ્વિતીય પદ : સ્થાન
પાંચસો ધનુષની ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યો સિદ્ધ થાય, તો ત્યાં તેની ત્રણસો તેત્રીસ ધનુષ અને એક ધનુષના ત્રીજા ભાગ જેટલી અર્થાત્ ૩૨ અંગુલની અવગાહના થાય છે, તે સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના છે. ॥ ૩૧ || સાત હાથની મધ્યમ અવગાહનાવાળા મનુષ્યો સિદ્ધ થાય, તો ત્યાં તેની ચાર હાથ અને સોળ અંગુલની અવગાહના થાય છે. તે સિદ્ધોની મધ્યમ અવગાહના છે. એમ સમજવું જોઈએ. || ૩૨ || બે હાથની અવગાહનાવાળા મનુષ્યો સિદ્ધ થાય, તો ત્યાં તેની એક હાથ અને આઠ અંગુલ અધિક અવગાહના હોય છે. તે સિદ્ધોની જઘન્ય અવગાહના છે. II ૩૩ ॥
૧૯૩
અંતિમ ભવના ચરમ શરીરથી ત્રિભાગ ન્યૂન સિદ્ધોની અવગાહના હોય છે. જરા અને મરણથી સર્વથા વિમુક્ત સિદ્ધોનું સંસ્થાન અનિસ્ત્યસ્થ અનિયતાકારનું હોય છે. II ૩૪ II જે આકાશ પ્રદેશમાં એક સિદ્ધ છે, ત્યાં ભવક્ષય કરી મુક્ત થયેલા અનંત સિદ્ધો રહે છે. તે અનંત સિહો લોકના અગ્રભાગથી સ્પષ્ટ છે અને પરસ્પર અન્યોન્યાવગાઢ—પૂર્ણરૂપે એક બીજામાં મળેલા હોય છે. II ૩૫ ॥ એક સિદ્ધ સર્વ આત્મપ્રદેશોથી નિયમતઃ અનંત સિદ્ધોનો સ્પર્શ કરે છે તથા જે દેશ-પ્રદેશોથી સ્પષ્ટ છે, તે સિહો તેનાથી પણ અસંખ્યાતગુણા અધિક છે. II ૩ II
સિદ્ધ ભગવાન અશરીરી છે, જીવ ઘનરૂપ છે તથા જ્ઞાન અને દર્શનના ઉપયોગથી યુક્ત રહે છે; સાકાર ઉપયોગ એટલે જ્ઞાનના ઉપયોગમાં અને અનાકાર ઉપયોગ એટલે દર્શનના ઉપયોગમાં રહેવું તે સિદ્ધોનું લક્ષણ છે. II ૩૭ II સિહો કેવળજ્ઞાનના ઉપયોગથી સમસ્ત પદાર્થોના સર્વ ગુણ અને પર્યાયોને જાણે છે અને કેવળદર્શનના ઉપયોગથી સમસ્ત પદાર્થોની સર્વ પર્યાયોને જુએ છે. II ૩૮ ॥
સિદ્ધોને અવ્યાબાધ સુખ પ્રાપ્ત થયેલું છે, તે સુખ ચક્રવર્તી આદિ મનુષ્યોને નથી કે સમસ્ત દેવોને પણ નથી. ॥ ૩૯ ।। સમસ્ત દેવોના સમસ્ત સુખને સર્વકાળના અનંત સમય સાથે એકત્રિત કરવામાં આવે, પછી તેને અનંતગણું કરવામાં આવે. (આવેલા ગુણાકારને) ફરી અનંત વર્ગોથી વર્ગિત કરવામાં આવે તો પણ તે મુક્તિ સુખની તુલનામાં આવી શકતું નથી. ॥ ૪૦ II એક સિદ્ધના(પ્રતિસમયના) સુખોની રાશિને જો સર્વકાળ સાથે એકઠી કરવામાં આવે અને તેને અનંત વર્ગમૂળોથી ભાગવામાં આવે(ઘટાડવામાં આવે) તો તે(ભાજિત = ન્યૂન કરેલું) સુખ પણ સંપૂર્ણ આકાશ પ્રદેશોમાં સમાવિષ્ટ થઈ શકતું નથી. ॥ ૪૧ ॥
જેમ કોઈ મ્લેચ્છ પુરુષ નગરના અનેક પ્રકારના ગુણોને જાણતો હોવા છતાં પણ તેની પાસે કોઈ ઉપમા ન હોવાથી કહેવામાં સમર્થ થઈ શકતો નથી, તેમ સિદ્ધોનું સુખ અનુપમ છે, તેની કોઈ ઉપમા નથી. છતાં પણ કાંઈક વિશેષરૂપે તેની ઉપમા કહું છું તે સાંભળો.॥ ૪૨-૪૩॥ જેમ કોઈ પુરુષ સર્વ કામગુણયુક્ત ભોજન કરીને ક્ષુધા અને તૃષાથી રહિત થઈ જાય છે, અમૃતથી તૃપ્ત થયેલા પુરુષની સર્વ ઉત્સુકતા સમાપ્ત થઈ જાય છે, તેમ સર્વ કાળે તૃપ્ત, અતુલ(અનુપમ), શાશ્વત અને અવ્યાબાધ નિર્વાણ સુખને પ્રાપ્ત થયેલા સિદ્ધ ભગવાન(સંદેવ) સુખી રહે છે. II ૪૪-૪૫ ॥
R મુક્ત જીવ સિદ્ધ છે, બુદ્ધ છે, પારંગત છે, પરંપરાગત છે, કર્મરૂપી ક્વચથી ઉન્મુક્ત છે, અજર, અમર અને અસંગ છે. તેઓ સર્વ દુ:ખોને પાર કરી ગયા છે. II ૪૬ ।। તેઓ જન્મ, જરા, મરણના બંધનથી મુક્ત । થઈને અવ્યાબાધ અને શાશ્વત સુખનો અનુભવ કરે છે. ॥ ૪૭ ॥
સર્વથા
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સિદ્ધના સ્વરૂપને વિસ્તારથી સમજાવ્યું છે. સિદ્ધ ભગવાન માટે પ્રયુક્ત કેટલાક