________________
| દ્વિતીય પદ : સ્થાન
[૧૯૫]
ભાગો આત્મપ્રદેશોથી પરિપૂર્ણ થાય છે અને શરીરના અન્ય ભાગો સંકોચાતા જાય છે. પ્રત્યેક મનુષ્યના શરીરમાં ત્રીજો ભાગ જેટલી પોલાણ છે. તેથી આત્મપ્રદેશો પણ ત્રીજા ભાગ જેટલા સંકોચાઈને ઘનરૂપ થાય છે. તે ઘનરૂપ થયેલા આત્મપ્રદેશો જ સિદ્ધક્ષેત્રમાં શાશ્વતકાલ પર્યત સ્થિત થાય છે. તેથી સિદ્ધોની અવગાહના પણ અંતિમ શરીરની અવગાહનાથી ત્રીજો ભાગ ન્યૂન રહે છે. ઉત્કૃષ્ટ અવગાહના – ઉત્કૃષ્ટ ૫00 ધનુષ્યની અવગાહનાવાળા મનુષ્યો સિદ્ધ થાય છે. તેથી સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના ૩૩૩, ધનુષની છે. ધનુષ = ૬ અંગુલ = ૩ર અંગુલ થાય છે, આ રીતે ૩૩૩ ધનુષ ૩ર અંગુલ, તે ૫૦૦ ધનુષનો બે તૃતીયાંશ છે, આ સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના છે. જઘન્ય અવગાહના :- જઘન્ય બે હાથની અવગાહનાવાળા સિદ્ધ થઈ શકે છે. બે હાથને બે તૃતીયાંશ કરતાં અવગાહના એક હાથ આઠ અંગુલ પ્રાપ્ત થાય છે. બે હાથના ૪૮ અંગુલ હોય છે તેનો ત્રીજો ભાગ ૧૬ અંગુલ છે. ૪૮ અંગુલમાંથી ૧૬ અંગુલ ઘટાડતાં ૩ર શેષ રહેશે. ૩ર અંગુલ એટલે એક હાથ આઠ અંગુલ થાય છે. કારણ કે ૨૪ અંગુલનો હાથ હોય છે. મધ્યમ અવગાહના – જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેની બધી જ અવગાહના મધ્યમ કહેવાય. તીર્થકરોની જઘન્ય અવગાહના ૭ હાથની હોય છે. તે લક્ષમાં રાખી સૂત્રકારે મધ્યમ અવગાહનાનું અહીં કથન કર્યું છે. સાત હાથની અવગાહનાવાળા સિદ્ધ થાય તેવા સિદ્ધની અવગાહના ચાર હાથ સોળ અંગુલ છે.
ત્યુથ સંતાપ – કોઈ પણ એક નિયત પ્રકારનો આકાર ન હોય ત્યાં શાસ્ત્રકાર આ આત્યંથ શબ્દ પ્રયોગ કરે છે. જેમાં ચાર સ્થાવરોમાં પ્રત્યેકને એક-એક નિયત સંસ્થાન કહ્યું છે. પરંતુ વનસ્પતિમાં નાના વિધ સંસ્થાન હોવાથી તેને માટે અત્યંથ શબ્દ પ્રયોગ કર્યો છે. તે જ રીતે અહીં અંતિમ શરીર પ્રમાણે સિદ્ધોની અવગાહનારૂપ વિભિન્ન આકાર હોવાથી તેને માટે ત્યંથ શબ્દ પ્રયોગ કર્યો છે. સંક્ષેપમાં વિવિધ સંસ્થાનોને માટે અનિથસ્થ સંસ્થાન કહેવામાં આવે છે. સિલોન અવસ્થાન :- જે આકાશ પ્રદેશ પર એક સિદ્ધ અવસ્થિત છે, ત્યાં અનંત સિદ્ધ અવસ્થિત હોય છે. તેઓ પરસ્પર અવગાઢ થઈને(મળીને) રહે છે. સિદ્ધો અરૂપી હોવાથી તેઓ પરસ્પર એક બીજામાં સમાવિષ્ટ થઈ જાય છે. જેવી રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આદિ અરૂપી દ્રવ્યો એક જ સ્થાનમાં અવસ્થિત હોવા છતાં પોતાના સ્વરૂપથી સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે- તે જ રીતે અનંતસિદ્ધો એક સાથે રહેવા છતાં સ્વરૂપથી સંપૂર્ણ રીતે સ્વતંત્ર હોય છે.
એક સિદ્ધના આત્મપ્રદેશો અનંત સિદ્ધના આત્મપ્રદેશોને સ્પર્શે છે. કેટલાક સિદ્ધો પૂર્ણરૂપે પરસ્પર એકમેક થઈ ગયા હોય છે અર્થાત્ જે આકાશ પ્રદેશો પર એક સિદ્ધ છે તે જ આકાશ પ્રદેશો ઉપર અનંત સિદ્ધો રહે છે. કેટલાક સિદ્ધોના આત્મપ્રદેશોના દેશ કે પ્રદેશ અન્ય અનંત સિદ્ધોને સ્પર્શે છે. તેવા સિદ્ધો અસંખ્યાતગુણા અધિક છે, કારણ કે અવગાઢ પ્રદેશો અસંખ્યાત છે.
એક સિદ્ધના અસંખ્યાત આત્મપ્રદેશો છે તેના પ્રત્યેક આત્મપ્રદેશ અન્ય એક કે અનેક સિદ્ધના આત્મપ્રદેશોને સ્પર્શે તો તે અસંખ્યાતગુણા અધિક થઈ જાય છે.
આ રીતે આ સ્થાનપદમાં સંસારી જીવો અને સિદ્ધજીવોના રહેવાના સ્થાનોનું કથન છે અને સંસારી જીવો વિગ્રહગતિ અને મારણાંતિક સમુદ્દઘાતમાં જેટલા ક્ષેત્રને સ્પર્શે છે, તેનું પણ કથન છે.