________________
[ ૧૭૨]
શ્રી પન્નવણા સત્ર: ભાગ-૧
ते णं विमाणा सव्वरयणामया जाव पडिरूवा । तेसिणं विमाणाणं बहुमज्झसभागे पंच वडेंसगा पण्णत्ता, तं जहा- असोगवडेंसए सत्तिवण्णवर्डेसए चंपगवडेंसए चूयवडेंसए मज्झे य इत्थ सणंकुमारवडेंसए । तेणं वडेंसया सव्वरयणामया अच्छा जावपडिरूवा । एत्थ णं सणंकुमारदेवाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता । तिसु वि लोगस्स असंखेज्जइभागे। तत्थ णं बहवे सणंकुमारा देवा परिवसंति महिड्डिया जाव पभासेमाणा विहरंति । णवरं अग्गमहिसीओ णत्थि।।
सणंकुमारे य इत्थ देविंदे देवराया परिवसइ- अरयंबरवत्थधरे सेसं जहा सक्कस । से णंतत्थ बारसण्हं विमाणावाससयसहस्साणंबावत्तरीए सामाणियसाहस्सीणंसेसंजहा सक्कस अग्गमहिसीवजं णवरं चउण्हं बावत्तरीणं आयरक्खदेवसाहस्सीणं जावविहरइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત અને અપર્યાપ્ત સનસ્કુમાર દેવોનાં સ્થાન ક્યાં છે? હે ભગવન્! સનકુમાર દેવો ક્યાં નિવાસ કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! સૌધર્મકલ્પની ઉપર સમાન દિશા અને સમાન વિદિશામાં અર્થાત્ બરાબર ઉપર અનેક યોજન, અનેક સો યોજન, અનેક હજાર યોજન, અનેક લાખો યોજન, અનેક ક્રોડ યોજન અને અનેક ક્રોડાકોડી યોજન ઊંચે સનસ્કુમાર નામનું કલ્પ–દેવલોક આવે છે. તે સૌધર્મ દેવલોકની જેમ પૂર્વપશ્ચિમમાં લાંબુ અને ઉત્તર-દક્ષિણ પહોળું છે. શેષ સમગ્ર વર્ણન સૌધર્મ દેવલોક પ્રમાણે જાણવું. આ સનકુમાર કલ્પમાં સનકુમાર દેવોના બાર લાખ વિમાનો છે, એમ તીર્થકર ભગવતે કહ્યું છે. તે વિમાનો પૂર્ણતયા રત્નમય છે યાવતું મનોહર છે.
તે વિમાનોની બરાબર મધ્યમાં પાંચ અવતંસક છે, તે આ પ્રમાણે છે– (૧) અશોકાવતસક, (૨) સપ્તપર્ણાવતંસક (૩) ચંપકાવતંસક, (૪) ચૂતાવતસક અને તે ચારેયની મધ્યમાં (૫) સનકુમારાવતંસક છે. આ અવતંસકો સર્વરત્નમય, સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે. આ અવતંસકોમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત સનકુમાર દેવોના સ્થાન છે. આ સ્થાન ત્રણેય અપેક્ષાથી લોકના અસંખ્યાતમા ભાગમાં છે. તે સ્થાનોમાં ઘણા સનકુમાર દેવો નિવાસ કરે છે, તે મહદ્ધિક યાવતુ દશે દિશાઓને પ્રતિભાસિત કરતાં વિચરણ કરે છે. વિશેષતા એ છે કે સનસ્કુમાર દેવલોકમાં અગ્રમહિષીઓ નથી.
અહીં દેવેન્દ્ર દેવરાજ સનસ્કુમારેદ્ર નિવાસ કરે છે. તે રજરહિત આકાશ જેવા સ્વચ્છ વસ્ત્રોના ધારક છે. શેષ કથન શક્રેન્દ્રની સમાન જાણવું. તે સનસ્કુમારેન્દ્ર બાર લાખ વિમાનવાસોનું, બોતેર હજાર સામાનિક દેવોનું, ચાર બોતેર હજાર અર્થાત્ બે લાખ અઠયાવીસ હજાર આત્મરક્ષક દેવોનું આધિપત્ય કરતાં વિચરે છે. તેને અગ્રમહિષીઓ નથી. ઋદ્ધિનું શેષ કથન શક્રેન્દ્રની સમાન જાણવું.
६१ कहि णं भंते! माहिंदाणं देवाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता ? कहि णं भंते! माहिंदगदेवा परिवसंति? ।
गोयमा ! ईसाणस्स कप्पस्स उपि सपक्खि सपडिदिसि बहूई जोयणाई जाव बहुगाओ जोयणकोडाकोडीओ उड्ढं दूरं उप्पइत्ता एत्थणंमाहिंदे णामंकप्पेपाईणपडीणायए एवं जहेव सणंकुमारे णवरं अट्ठ विमाणावाससयसहस्सा । वडेंसया जहा ईसाणे णवरं