________________
દ્વિતીય પદ : સ્થાન
૧૭૧
અત્યધિક સમ અને રમણીય ભૂમિભાગથી ઉપર ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, અને તારારૂપ જ્યોતિષી દેવોના વિમાનથી અનેક સો યોજન, અનેક હજારો યોજન, અનેક લાખો યોજન, ઘણા કરોડો યોજન, ઘણા ક્રોડાક્રોડી યોજન ઉપર ઈશાન નામનું કલ્પ(દેવલોક) આવે છે, તે પૂર્વ-પશ્ચિમમાં લાંબુ તથા ઉત્તર-દક્ષિણ પહોળું છે યાવત્ તે સુંદર અને મનોહર ઇત્યાદિ વર્ણન સૌધર્મકલ્પ પ્રમાણે જાણવું.
તે ઈશાન કલ્પમાં ઈશાન દેવોના અઠ્યાવીશ લાખ વિમાનાવાસો છે. તે વિમાનો સર્વ રત્નમય યાવત્ પ્રતિરૂપ છે. તે વિમાનાવાસોના બરાબર મધ્યભાગમાં પાંચ અવતંસક છે, તે આ પ્રમાણે છે– (૧) અંકાવતંસક, (૨) સ્ફટિકાવતંસક, (૩) રત્નાવતંસક, (૪) જાતરૂપાવતંસક અને તે ચારેયની મધ્યમાં (૫) ઈશાનાવતંસક છે. તે અવતંસકો પૂર્ણતયા રત્નમય યાવત્ પ્રતિરૂપ છે.
આ અવતંસકોમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા ઈશાન દેવોના સ્થાન છે. તે સ્થાન ત્રણે ય અપેક્ષાથી લોકના અસંખ્યાતમા ભાગમાં છે. શેષ સર્વ વર્ણન સૌધર્મ દેવલોકના દેવો પ્રમાણે જાણવું યાવત્ તે દેવો દિવ્ય ભોગ ભોગવતાં વિચરણ કરે છે.
|५९ ईसाणे य इत्थ देविंदे देवराया परिवसइ- सूलपाणी वसभवाहणे उत्तरडलोगाहिवई अट्ठावीसविमाणावाससयसहस्साहिवई अरयंबरवत्थधरे सेसं जहा सक्कस्स जावपभासेमाणे ।
से णं तत्थ अट्ठावीसाए विमाणावास-सयसहस्साणं असीईए सामाणिय-साहस्सीणं, तेत्तीसाए तायत्तीसगाणं, चउन्हं लोगपालाणं, अट्ठण्हं अग्गमहिसीणं सपरिवाराणं, तिन्हं परिसाणं, सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं, चउण्हं असीईणं आयरक्खदेवसाहस्सीणं, अण्णेसिं च बहूणं ईसाणकप्पवासीणं वेमाणियाणं देवाण य देवीण य आहेवच्चं पोरेवच्चं कुव्वमाणे जाव विहरंति ।
ભાવાર્થ:- આ ઈશાન કલ્પમાં દેવેન્દ્ર દેવરાજ ઈશાન નિવાસ કરે છે, તે શૂલપાણિ, વૃષભવાહન, ઉત્તરાર્ધ લોકાધિપતિ, અઠયાવીશ લાખ વિમાનાવાસોના અધિપતિ, રજરહિત આકાશ સમાન સ્વચ્છ વસ્ત્રોના ધારક છે યાવત્ દશે દિશાઓને પ્રતિભાસિત કરતાં વિચરે છે. ઇત્યાદિ વર્ણન શક્રેન્દ્રની સમાન જાણવું.
તે ઈશાનેન્દ્ર અઠયાવીશ લાખ વિમાનાવાસોનું, એંશી હજાર સામાનિક દેવોનું, તેત્રીશ ત્રાયસ્વિંશક દેવોનું, ચાર લોકપાલ દેવોનું, આઠ સપરિવાર અગ્રમહિષીઓનું, ત્રણ પરિષદોનું, સાત સેનાઓનું, સાત સેનાધિપતિ દેવોનું, ચાર એંશી હજાર અર્થાત્ ત્રણ લાખ, વીશ હજાર આત્મરક્ષક દેવોનું તથા અન્ય ઘણા ઈશાન કલ્પવાસી દેવો તથા દેવીઓનું આધિપત્ય, અગ્રેસરત્વ કરતા વિચરણ કરે છે.
६० कहि णं भंते ! सणकुमारदेवाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता ? कहि णं भंते! सणकुमारा देवा परिवसंति ?
गोयमा ! सोहम्मस्स कप्पस्स उप्पि सपक्खि सपडिदिसि बहूइं जोयणाई बहूई जोयणसयाइं बहूहूं जोयणसहस्साइं बहूई जोयणसयसहस्साइं बहुगाओ जोयणकोडीओ बहुगाओ जोयणकोडाकोडीओ उडढं दूरं उप्पइत्ता एत्थ णं सणकुमारे णामं कप्पे पाईपडीणायए उदीण- दाहिण वित्थिण्णे जहा सोहम्मे जाव पडिरूवे ।
एत्थ सकुमाराणं देवाणं बारस विमाणावाससयसहस्सा भवंतीति मक्खायं ।