________________
દ્વિતીય પદ : સ્થાન
૧૭૩
मज्झे य इत्थ माहिंदवडेंसए । एवं सेसं जहा सणकुमारदेवाणं जाव विहरंति ।
माहिंदे य इत्थ देविंदे देवराया परिवसइ- अरयंबरवत्थधरे, एवं जहा सणकुमारे जावविहरंति । णवरं अटुण्हं विमाणावाससय- सहस्साणं, सत्तरीए सामाणियसाहस्सीणं, चउण्हं सत्तरीणं आयरक्खदेवसाहस्सीणं जाव विहरइ ।
I
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત માહેન્દ્ર દેવોનાં સ્થાન ક્યાં છે ? હે ભગવન્!
માહેન્દ્રદેવો ક્યાં નિવાસ કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! ઈશાન કલ્પની ઉપર સમાન દિશા અને સમાન વિદિશામાં અર્થાત્ બરોબર ઉ૫૨ ઘણા યોજનો યાવત્ ઘણા ક્રોડાક્રોડી યોજનો ઉપર ઊંચે માહેન્દ્ર નામનું કલ્પ(દેવલોક) આવે છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબુ તથા ઉત્તર-દક્ષિણ પહોળું ઇત્યાદિ વર્ણન સનત્કુમાર કલ્પ પ્રમાણે જાણવું. વિશેષતા એ છે કે આ કલ્પમાં આઠ લાખ વિમાનો છે. તેના અવતંસકનું કથન ઈશાનકલ્પના અવતંસક પ્રમાણે જાણવું. તેમાં વિશેષતા એ છે કે તે ચારે અવતંસકની મધ્યમાં માહેન્દ્રાવતંસક છે. શેષ વર્ણન સનત્કુમાર દેવોની સમાન યાવત્ દિવ્ય ભોગ ભોગવતાં વિચરણ કરે છે.
છે
અહીં દેવેન્દ્ર દેવરાજ માહેન્દ્ર નિવાસ કરે છે; તે રજ રહિત આકાશ સમાન સ્વચ્છ વસ્ત્રોના ધારક યાવત્ વિચરણ કરે છે, ઇત્યાદિ વર્ણન સનત્કુમારની સમાન જાણવું. વિશેષતા એ છે કે– માહેન્દ્ર આઠ લાખ વિમાનાવાસોનું, સિત્તેર હજાર સામાનિક દેવોનું, ચાર સિત્તેર હજાર અર્થાત્ બે લાખ, એંશી હજાર આત્મ- રક્ષકદેવોનું આધિપત્ય કરતાં યાવત્ વિચરણ કરે છે.
६२ कहिं णं भंते ! बंभलोगदेवाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता ? कहिं णं भंते! बंभलोगदेवा परिवसंति ?
गोयमा ! सणंकुमार-माहिंदाणं कप्पाणं उप्पि सपक्खि सपडिदिसि बहूइं जोयणाई जाव उप्पइत्ता एत्थ णं बंभलोए णामं कप्पे पाईण-पडीणायए उदीण दाहिणवित्थि पडिपुण्णचंदसंठाणसंठिए अच्चिमाली - भासरासिप्पभे अवसेसं जहा सणकुमाराणं णवरं चत्तारि विमाणावाससयसहस्सा । वडिंसगा जहा सोहम्मवर्डेसया णवरं मज्झे य इत्थ बंभलोयवर्डिसए । एत्थ णं बंभलोगाणं देवाणं ठाणा पण्णत्ता । सेसं तहेव जाव विहरति ।
बंभे य इत्थ देविंदे देवराया परिवसइ अरयंबरवत्थधरे, एवं जहा सणकुमारे जाव विहरंति । णवरं चउण्हं विमाणावाससयसहस्साणं सट्ठीए सामाणियसाहस्सीणं, चउन्हं च सट्ठीणं आयरक्खदेवसाहस्सीणं अण्णेसिं च बहूणं जाव विहरंति ।
I
ભાવાર્થ:- :- પ્રશ્ન- હે ભગવાન ! પર્યાપ્ત અને અપર્યાપ્ત બ્રહ્મલોક દેવોનાં સ્થાન ક્યાં છે ? હે ભગવન્! બ્રહ્મલોક દેવો ક્યાં નિવાસ કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! સનત્કુમાર અને માહેન્દ્ર કલ્પોની ઉપર સમાન દિશા અને સમાન વિદિશામાં ઘણા યોજન યાવત્ ઉપર ઊંચે બ્રહ્મલોક નામક કલ્પ–દેવલોક છે, તે પૂર્વ-પશ્ચિમ લાંબુ અને ઉત્તર-દક્ષિણ પહોળું, પરિપૂર્ણ ચંદ્રના આકારનું, જ્યોતિમાળા તથા દિપ્તીપુંજની પ્રભાયુક્ત છે. શેષ વર્ણન સનત્કુમાર