________________
દ્વિતીય પદ : સ્થાન
૧૬૯
वण्णाभे असंखेज्जाओ जोयकोडीओ असंखेज्जाओ जोयणकोडाकोडीओ आयाम विक्खंभेणं, असंखेज्जाओ जोयणकोडाकोडीओ परिक्खेवेणं, सव्वरयणामए अच्छे जावपडिरूवे । तत्थणं सोहम्मगदेवाणं बत्तीसं विमाणावास-सयसहस्सा हवंतीति मक्खायं । ते णं विमाणा सव्वरयणामया अच्छा जाव पडिरूवा ।
तेसि णं विमाणाणं बहुमज्झदेसभागे पंच वडेंसया पण्णत्ता, तं जहा - असोगवडेंसए सत्तवण्णवर्डेसए चंपगवर्डेसए चूयवर्डेसए मज्झे य इत्थ सोहम्मवर्डेसए । ते णं वर्डेसया सव्वरयणामया अच्छा जाव पडिरूवा । एत्थ णं सोहम्मगदेवाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता । ती वि लोगस्स असंखेज्जइभागे ।
तत्थ णं बहवे सोहम्मगदेवा परिवसंति महिड्डीया जाव पभासेमाणा । ते णं तत्थ साणं साणं विमाणावाससयसहस्साणं, साणं साणं सामाणियसाहसीणं एवं जहेव ओहियाणं तहेव एतेसिं पि भाणियव्वं जाव आयरक्खदेवसाहस्सीणं अण्णेसिं च बहूणं सोहम्म वासीणं वेमाणियाणं देवाण य देवीण य आहेवच्चं पोरेवच्चं जाव विहरंति ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત સૌધર્મ કલ્પગત દેવોનાં સ્થાન ક્યાં છે ? હે ભગવન્ ! સૌધર્મ કલ્પના દેવો ક્યાં નિવાસ કરે છે?
ઉત્તર– હે ગૌતમ ! જંબુદ્રીપ નામના દ્વીપના સુમેરુ પર્વતની દક્ષિણ દિશામાં, આ રત્નપ્રભા પૃથ્વીના અત્યંત સમ અને રમણીય ભૂમિભાગથી ઉપર ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર તથા તારારૂપ જ્યોતિષી વિમાનોથી અનેક સો યોજન, અનેક હજાર યોજન, અનેક લાખો યોજન, ઘણા કરોડો યોજન અને ઘણા ક્રોડાકોડી યોજન ઉપર સૌધર્મ નામક કલ્પ આવે છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબું, ઉત્તર-દક્ષિણ પહોળું અર્ધચન્દ્રાકારે સંસ્થિત, અર્ચિઓ-જ્યોતિર્મય માળાઓ તથા દીપ્તિના પુંજ સમાન કાન્તિવાળું છે. તેની લંબાઈ તથા પહોળ ાઈ અસંખ્યાત કોટિ યોજનની જ નહીં પરંતુ અસંખ્યાત કોટાકોટિ યોજનની છે. તેની પરિધિ પણ અસંખ્યાત કોટાકોટિ યોજનની છે. તે વિમાનો સર્વરત્નમય સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે સૌધર્મ કલ્પમાં સૌધર્મ દેવોના બત્રીશ લાખ વિમાનાવાસો કહ્યા છે. તે વિમાનો પૂર્ણરૂપે રત્નમય સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે.
તે વિમાનોના બહુસમ મધ્યભાગમાં પાંચ અવતંસક(શ્રેષ્ઠ મહેલો) છે, તે આ પ્રમાણે છે– (૧) અશોકાવતંસક, (ર) સપ્તપર્ણાવતંસક (૩) ચંપકાવતંસક (૪) ચૂતાવતંસક અને આ ચારેયની મધ્યમાં (૫) સૌધર્માવતંસક. આ અવતંસકો પૂર્ણતઃ રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. આ અવતંસકોમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત સૌધર્મ દેવોના સ્થાન છે. તે દેવો ત્રણે અપેક્ષાથી લોકના અસંખ્યાતમા ભાગમાં છે. તે વિમાનોમાં ઘણા સૌધર્મ દેવલોકના દેવો નિવાસ કરે છે. તે મહર્દિક છે યાવત્ દશે દિશાઓને પ્રભાસિત કરતાં રહે છે. તે દેવો પોત-પોતાના લાખો વિમાનોનું, હજારો સામાનિક દેવોનું યાવત્ હજારો આત્મરક્ષક દેવોનું તથા અન્ય ઘણા સૌધર્મ કલ્પવાસી વૈમાનિક દેવો અને દેવીઓનું આધિપત્ય, અગ્રેસરપણું કરતાં યાવત્ ભોગ ભોગવતાં વિચરે છે, ઇત્યાદિ વર્ણન સમુચ્ચય વૈમાનિક દેવોના વર્ણન પ્રમાણે સમજવું. |५७ सक्के य इत्थ देविंदे देवराया परिवस - वज्जपाणी पुरंदरे सयक्कऊ सहस्सक्खे मघवं पागसासणे दाहिणड्डूलोगाहिवई बत्तीसविमाणावास -सयसहस्साहिवई एरावणवाहणे