________________
૧૬૪ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
पभासेमाणा। तेणंतत्थ साणं साणं जोइसियविमाणावाससयसहस्साणं, चउण्हं सामाणिय साहस्सीणं चउण्हं अग्गमहिसीणं, सपरिवाराणं तिण्हं परिसाणं, सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं, सोलसण्हं आयरक्खदेवसाहस्सीणं, अण्णेसिंच बहूणं जोइसियाणं देवाण य देवीण य आहेवच्चं पोरेवच्चं जाव विहरंति । ભાવાર્થ - જ્યોતિષી વિમાનાવાસોમાં બે જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજચંદ્ર અને સૂર્ય નિવાસ કરે છે, તે મહદ્ધિક છે યાવત દશે દિશાને પ્રકાશિત અને પ્રભાસિત કરતાં વિચરે છે. તે દેવો પોતપોતાના લાખો
જ્યોતિષી વિમાનાવાસોનું, ચાર હજાર સામાનિક દેવોનું, સપરિવાર ચાર અગ્રમહિષીઓનું, ત્રણ પરિષદોનું, સાત સેનાઓનું, સાત સેનાધિપતિ દેવોનું, સોળ હજાર આત્મરક્ષક દેવોનું તથા અન્ય ઘણા જ્યોતિષી દેવો અને દેવીઓનું આધિપત્ય, અગ્રેસરપણું કરતાં યાવત્ વિચરણ કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જ્યોતિષી દેવોના સ્થાન, તેના વિમાનાવાસનું સ્વરૂપ, ઇન્દ્રો અને તેની ઋદ્ધિ આદિનું નિરૂપણ છે.
જ્યોતિષી દેવોના સ્થાન- સમર્પથ્વીથી ૭૯૦યોજનની ઊંચાઈથી ૯૦૦ યોજન પર્વતના ૧૧૦ યોજનની ઊંચાઈમાં અને તિરછા અસંખ્યાત યોજનાના વિસ્તારમાં જ્યોતિષી દેવોના અસંખ્યાતા વિમાનો છે.
પ્રસ્તુત પ્રસંગમાં સુત્રકારે જ્યોતિષી દેવોના પાંચ ભેદ- ચંદ્ર, સુર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાના સ્થાનનું પૃથક-પૃથક કથન કર્યું નથી. શ્રીજેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર વક્ષસ્કાર ૭માં તેનું સવિસ્તર વર્ણન છે. ૧૧૦ યોજનમાં જ્યોતિષ્ક ચક:
*
: પોજન નો-નિરખે હો .
S
te :