________________
| દ્વિતીય પદઃ સ્થાન
[ ૧૭ ]
य पंचवण्णाओ तारयाओ, ठियलेस्साचारिणो अविस्साममंडलगई पत्तेयणामंकपागडियचिंधमउडा महिड्डिया जावपभासेमाणा।।
तेणं तत्थ साणं साणं विमाणावाससयसहस्साणं, साणं साणं सामाणियसाहस्सीणं साणं साणं अग्ग्महिसीणं सपरिवाराणं, साणं साणं परिसाणं, साणं साणं अणियाणं, साणं साणं अणियाहिवईणं, साणं साणं आयरक्खदेवसाहस्सीणं, अण्णेसिं च बहूणं जोइसियाणं देवाण य देवीण य आहेवच्चं पोरेवच्चं जाव विहरंति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત અને અપર્યાપ્ત જ્યોતિષી દેવોનાં સ્થાન ક્યાં છે? હે ભગવન! જ્યોતિષી દેવો ક્યાં નિવાસ કરે છે?
ઉત્તર- હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના અત્યંત સમ અને રમણીય ભૂમિભાગથી સાતસો નેવું યોજનની ઊંચાઈથી શરૂ કરીને નવસો યોજનની ઊંચાઈ સુધી, એકસો દશ યોજનના ક્ષેત્રમાં અને તિરછા અસંખ્યાત યોજનમાં જ્યોતિષીદેવોના અસંખ્યાત લાખ વિમાનાવાસ છે, તેમ શ્રી ભગવંતોએ કહ્યું છે.
તે વિમાનાવાસ અર્ધકપિત્થ–અર્ધા કોઠાના આકારના, સર્વસ્ફટિકમય, ચારે તરફ નીકળતી, ચારે તરફ પ્રસરતી શ્વેત પ્રભાથી, વિવિધ પ્રકારના મણિ, કનક અને રત્ન જડિત હોવાથી અદ્ભુત દેખાય છે; હવાથી ઊડતી વિજય સુચક વૈજયન્તી નામે પતાકા અને છત્ર પર છત્ર(અતિછત્ર)થી યુક્ત, અત્યંત ઊંચા ગગનચુંબી શિખરોવાળા છે. તેની જાળીઓની વચ્ચે જડેલા રત્નો જાણે પાંજરામાંથી બહાર કાઢેલા હોય તેવા, મણિ અને સુવર્ણની સ્કૂપિકા-શિખરોથી યુક્ત, વિકસિત-ખીલેલાં શતપત્રો, પુંડરીકો, તિલકો અને રત્નમય અર્ધચન્દ્રોથી ચિત્રિત, અનેક પ્રકારની મણિમય માળાઓથી સુશોભિત, અંદર અને બહારથી કોમળ, તેના ભૂમિભાગ તપ્ત સુવર્ણની મનોહર વાલુકામય, સુખદ સ્પર્શયુક્ત, શોભાસંપન્ન, સુરૂપ, પ્રસન્નતા જનક, દર્શનીય, અભિરૂપ-અતિરમણીય અને પ્રતિરૂપ-મનોહર છે.
આ વિમાનાવાસોમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત જ્યોતિષીદેવોનાં સ્થાનો છે. તે સ્થાન ત્રણેય અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં છે.
ત્યાં ઘણા જ્યોતિષીદેવો નિવાસ કરે છે. તે આ પ્રમાણે છે– બૃહસ્પતિ, ચંદ્ર, સૂર્ય, શુક્ર, શનૈશ્ચર, રાહુ, ધૂમકેતુ, બુધ અને અંગારક (મંગળ). તે તપાવેલા સુવર્ણ સમાન વર્ણયુક્ત છે અને જે ગ્રહો જ્યોતિષ્ઠ ક્ષેત્રમાં ગતિ કરે છે તથા ગતિમાં પ્રીતિવાળા છે, તે કેતુ આદિ તથા અઠયાવીસ પ્રકારના નક્ષત્ર દેવગણો અનેક પ્રકારની આકૃતિવાળા છે. તારાઓ પાંચ વર્ણના છે અને તેઓ બધા અવસ્થિત વેશ્યાવાળા છે, તે ગતિશીલ, અવિશ્રાન્ત-નિરંતર મંડલાકારે ગતિ કરનારા છે. તે દેવોના મુકુટમાં પોતપોતાના નામ પ્રમાણે ચિહ્ન પ્રગટરૂપે હોય છે. તેઓ મહદ્ધિક હોય છે ઇત્યાદિ સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું થાવત તે દેવો દશે દિશાઓને પ્રકાશિત, પ્રભાસિત કરતાં વિચરે છે.
તે જ્યોતિષી દેવો જ્યોતિષી વિમાનાવાસોમાં પોતપોતાના લાખો વિમાનાવાસોનું, પોતપોતાના હજારો સામાનિક દેવોનું, સપરિવાર અગ્રમહિષીઓનું પરિષદોનું સેનાઓનું સેનાધિપતિ દેવોનું, આત્મરક્ષક દેવોનું તથા અન્ય ઘણા જ્યોતિષી દેવો અને દેવીઓનું આધિપત્ય, અગ્રેસરત કરતાં વિચરણ કરે છે. ५३ चंदिमसूरिया य इत्थ दुवे जोइसिंदा जोइसियरायाणो परिवसंति महिड्डिया जाव