________________
| દ્વિતીય પદઃ સ્થાન
[ ૧૦૧ ]
નગરો ફેલાયેલા છે. સમુદ્રો 1000 યોજન ઊંડા હોવાથી તેની નીચે વ્યંતર દેવોના નગરો નથી.
વ્યાખ્યા ગ્રંથો અનુસાર ઉપરના 100 યોજનક્ષેત્રમાં ૧૦-૧૦ યોજન ઉપર નીચે છોડીને વચ્ચેના એસી યોજના ક્ષેત્રમાં આણપની આદિ આઠ વ્યંતર દેવોના સ્થાન છે. મૂળપાઠમાં આ પ્રકારનું વર્ણન ક્યાંય જોવા મળતું નથી.
વ્યંતર દેવોના નગરો અસંખ્ય લીપોની નીચે જ હોય છે, સમુદ્રોની નીચે હોતા નથી કારણ કે પ્રત્યેક સમુદ્રો એક હજાર યોજન ઊંડા છે તેથી સમુદ્રોની નીચે વ્યંતર દેવોના નગરોની સંભાવના નથી.
તે ઉપરાંત અધોલૌકિક સલિલાવતી અને વપ્રા વિજયની અપેક્ષાએ અધોલોકમાં તથા મેરુપર્વતના પંડગવનાદિ અપેક્ષાએ ઊર્ધ્વલોકમાં પણ વ્યંતર દેવોના આવાસ હોય છે. આ રીતે વ્યંતર દેવોના આવાસ ત્રણે લોકમાં પ્રાપ્ત થાય છે. તેમ છતાં તેના મુખ્ય આવાસો તિરછા લોકમાં જ હોવાથી સૂત્રકારે વ્યંતરદેવોના આવાસસ્થાનોનું કથન તિરછાલોકમાં જ કર્યું છે.
૧૦ પ્રકારના જાંભક દેવોના સ્થાન ભગવતીસૂત્ર પ્રમાણે તિરછાલોકના વૈતાઢય પર્વત આદિ છે. વ્યંતરોના આવાસસ્થાનને નગરાવાસ કહે છે. આ રીતે વ્યંતર દેવોના સ્થાનો તિરછાલોકમાં છે.
| વ્યંતર દેવોના ઉત્તર દિશાના ઇન્દ્રો અને તેનો પરિવાર મેરુ પર્વતથી ઉત્તર દિશાના નગરોમાં અને દક્ષિણ દિશાના ઇન્દ્રો અને તેનો પરિવાર મેરુ પર્વતથી દક્ષિણ દિશાના નગરોમાં રહે છે.
તેમાં સહુથી નાના નગર ભરતક્ષેત્ર પ્રમાણ, મધ્યમ નગર મહાવિદેહક્ષેત્ર પ્રમાણ અને સહુથી મોટા નગર જંબૂદ્વીપ પ્રમાણ છે. તે નગરોનું સ્વરૂપ ભવનપતિદેવોના ભવનની જેમ દિવ્ય અને ભવ્ય છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે. વ્યંતરદેવોનું સ્વરૂપ – તે દેવો સ્વભાવથી જ અસ્થિર ચિત્તવાળા, ક્રિીડા પ્રિય અને કુતૂહલપ્રિય છે. ક્રિીડા અને કૂતુહલપ્રિય હોવાથી જ હાસ્ય, ગીત, નૃત્ય આદિ ચેષ્ટાઓમાં અનુરક્ત રહે છે. વિવિધ ભભકાદાર આકર્ષક વસ્ત્રો અને આભૂષણો પહેરીને અન્યના આકર્ષણનું કેન્દ્ર બને છે. તે દેવો વૈક્રિયલબ્ધિ દ્વારા વિવિધરૂપો બનાવીને ઇચ્છાનુસાર વિચરે છે, ઇચ્છાનુસાર કામતૃપ્તિ કરે છે.
વ્યંતર દેવો મધ્યલોકમાં રહેતાં હોવાથી મનુષ્યો સાથેના પૂર્વના સંબંધ અનુસાર મનુષ્યોને સહાયક પણ બની શકે છે અને પરિતાપ પણ પહોંચાડી શકે છે. વ્યંતર દેવોના નગરાવાસ, ઈન્દ્ર અને ઋદ્ધિ આદિનામ
દક્ષિણના ઇન્દ્ર | ઉત્તરના ઇન્દ્ર ૧ પિશાચ કાલ | મહાકાલ
શ્યામ
કદંબવૃક્ષ ભૂત સુરૂપ પ્રતિરૂપ
શ્યામ
સુલસવૃક્ષ ૩ યક્ષ
પૂર્ણભદ્ર માણિભદ્ર
શ્યામ
વટવૃક્ષ ૪ રાક્ષસ
ભીમ મહાભીમ
શ્વેત | ખવાંગવૃક્ષ ૫ કિન્નર
કિંપુરુષ
અશોકવૃક્ષ ૬ કિંપુરુષ
સતપુરુષ મહાપુરુષ શ્વેત ચંપકવૃક્ષ ૭ મહોરગ
અતિકાય મહાકાય
શ્યામ
નાગવૃક્ષ
|
જ|
કિન્નર
નીલ