________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૧
અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા અણપર્ણિક દેવો નિવાસ કરે છે, તે દેવો મહર્દિક છે યાવત્ વિચરણ કરે છે. ઇત્યાદિ સમગ્ર વર્ણન પિશાચોની સમાન જાણવું.
૧૬૦
આ સ્થાનોમાં અણપર્ણિકેન્દ્ર-અણપર્ણિક કુમારરાજ–સન્નિહિત અને સામાનિક નિવાસ કરે છે, તે મહર્ક્ટિક છે ઇત્યાદિ સમગ્ર વર્ણન કાળ અને મહાકાળની સમાન જાણવું. ५१ एवं जहा काल-महाकालाणं दोन्हं पि दाहिणिल्लाणं उत्तरिल्लाणं य भणिया तहा सण्णिहिय-सामाणाई णं पि भाणियव्वा ।
अणवण्णिय पणवण्णिय, इसिवाइय भूयवाइया चेव । कंदिय महाकंदिय, कुहंडे पयंगदेवा इमे इंदा ॥ १९ ॥ सण्णिहिया सामाणा, धाय विधाए इसी य इसिपाले । પર મહેસરે ય, હવફ સુવછે વિસાતે હૈં ॥ ૨ ॥ हासे हासरई वि य, सेए य तहा भवे महासेए ।
पयए पययपई वि य, णेयव्वा आणुपुव्वीए ॥ २१ ॥
ભાવાર્થ :- જે રીતે દક્ષિણ અને ઉત્તર દિશાના(પિશાચેન્દ્ર)કાળ અને મહાકાળનું કથન કર્યું છે, તે જ રીતે સન્નિહિત અને સામાનિક આદિ દક્ષિણ અને ઉત્તર દિશાના અણપર્ણિક જાતિના વ્યંતર દેવોના ઇન્દ્રોના વિષયમાં કથન કરવું જોઈએ.
ગાથાર્થ– વાણવ્યંતર દેવોના અન્ય આઠ ભેદ– (૧) અણપર્ણિક (૨) પણપર્ણિક (૩) ૠષિવાદિત (૪) ભૂતવાદિત (૫) ક્રન્દ્રિત (૬) મહાક્રન્દ્રિત (૭) કુષ્માંડ અને (૮) પતંગ (પતંગ) દેવ. તે પ્રત્યેકના બે–બે ઇન્દ્ર ક્રમશઃ આ પ્રમાણે છે– (૧) સન્નિહિત અને સામાનિક (૨) ધાતા અને વિધાતા (૩) ઋષિ અને ઋષિપાલ (૪) ઈશ્વર અને મહેશ્વર (૫) સુવત્સ અને વિશાલ (૬)હ્રાસ અને હ્રાસતિ (૭) શ્વેત અને મહાશ્વેત (૮) પતંગ અને પતંગપતિ. II ૧૯૨૧ ॥
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં વાણવ્યંતર દેવોના ભેદ, તેના સ્થાન, સંખ્યા, સ્વરૂપ, તેના ઇન્દ્રો અને તેની ઋદ્ધિ આદિનું વિસ્તૃત વર્ણન છે.
વાણવ્યંતર દેવોના ભેદ :– તેના મુખ્ય આઠ ભેદ અને અન્ય આઠ ભેદ કુલ સોળ ભેદ છે. પ્રત્યેક જાતિના દેવોમાં દક્ષિણ અને ઉત્તર દિશાના તેમ બે-બે ઇન્દ્રો છે. આ રીતે વાણવ્યંતર દેવોના કુલ–૩ર ઇન્દ્રો છે. વાણવ્યંતરદેવોના સ્થાન :– રત્નપ્રભાપૃથ્વીના ત્રણ કાંડ છે– (૧) રત્નકાંડ (૨) પંક કાંડ અને (૩) જલકાંડ. તેમાં ઉપરનો ૧૬,૦૦૦ યોજનનો વિસ્તૃત રત્નકાંડ છે. તેમાં એક-એક હજાર યોજનના સોળ વિભાગો ક્રમશઃ સોળ જાતિના રત્નમય છે. તેમાં ઉપરના એક હજાર યોજનના રત્નકાંડમાં ઉપર અને નીચે સો-સો યોજન છોડીને મધ્યના ૮૦૦ યોજનની જાડાઈવાળા ક્ષેત્રમાં પિશાચ આદિ વ્યંતર દેવોના નગરો છે.
આ રીતે તિરછાલોકના અસંખ્યદ્વીપોની નીચેના ક્ષેત્રમાં સમસ્ત વ્યંતર દેવોના અસંખ્યાત લાખ