________________
[ ૧૫૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
काले य इत्थ पिसायइंदे पिसायराया परिवसइ महिड्डिए जावपभासेमाणे । सेणं तत्थ तिरियमसंखेज्जाणं भोमेज्जणगरावाससयसहस्साणं चउण्हं सामाणियसाहस्सीणं चउण्हमग्गमहिसीणं सपरिवाराणं तिण्हं परिसाणं सत्तण्हं अणियाणं सत्तण्हं अणियाहिवईणं सोलसण्हं आयरक्खदेवसाहस्सीणं अण्णेसिंच बहूणं दाहिणिल्लाणं वाणमंतराणं देवाण य देवीण य आहेवच्चं जाव विहरइ । ભાવાર્થ - પ્રશ્ન – હે ભગવન્! પર્યાપ્ત અને અપર્યાપ્ત દક્ષિણદિશાના પિશાચ દેવોના સ્થાન ક્યાં છે? હે ભગવન્! દક્ષિણદિશાના પિશાચ દેવો ક્યાં નિવાસ કરે છે? - ઉત્તર- હે ગૌતમ ! જંબૂદ્વીપ નામક દ્વીપમાં, સુમેરુપર્વતની દક્ષિણમાં, આ રત્નપ્રભા પૃથ્વીના એક હજાર યોજન જાડાઈવાળા રત્નમય કાંડના ઉપરના સો યોજન અને નીચેના સો યોજન છોડીને મધ્યના આઠસો યોજનમાં દક્ષિણદિશાના પિશાચ દેવોના તિરછા ભૂમિગૃહ સમાન અસંખ્યય લાખો નગરાવાસો છે, એમ તીર્થકર ભગવંતે કહ્યું છે.
તે ભૌમેય–ભૂમિગત નગરો બહારથી ગોળ છે ઇત્યાદિ સર્વ વર્ણન પૂર્વવતુ જાણવું યાવતુ પ્રતિરૂપ છે. આ નગરાવાસોમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત દક્ષિણ દિશાનાપિશાચ દેવોના સ્થાન છે. તે સ્થાનો ઉપપાતાદિ ત્રણે અપેક્ષાથી લોકના અસંખ્યાતમા ભાગમાં છે. આ સ્થાનોમાં જ ઘણા દક્ષિણ દિશાના પિશાચ દેવો નિવાસ કરે છે, તેઓ મહર્દિક છે યાવત વિચરણ કરે છે. ઇત્યાદિ સમગ્ર વર્ણન સમુચ્ચય વાણવ્યંતર દેવોની સમાન જાણવું. આ સ્થાનોમાં પિશાચેન્દ્ર પિશાચરાજ કાલ(કાળ) નિવાસ કરે છે, તે મહર્લિંક છે થાવત દશે દિશાઓને પ્રકાશિત અને સુશોભિત કરતાં વિચરે છે. ઇત્યાદિ વર્ણન પૂર્વવતુ જાણવું.
તે દક્ષિણદિશાના પિશાચેન્દ્ર કાલ તિરછા ભૂમિગૃહ જેવા અસંખ્યાત લાખો નગરાવાસોનું, ચાર હજાર સામાનિક દેવોનું, સપરિવાર ચાર અગ્રમહિષીઓનું. ત્રણ પરિષદોનું, સાત સેનાઓનું. સાત સેનાધિપતિ દેવોનું, સોળ હજાર આત્મરક્ષક દેવોનું તથા બીજા ઘણા દક્ષિણ દિશાના વાણવ્યંતર દેવો અને દેવીઓનું આધિપત્ય કરતાં રહે છે વગેરે સમગ્ર કથન પૂર્વવત્ જાણવું. ४८ उत्तरिल्लाणं पुच्छा । गोयमा !जहेवदाहिणिल्लाणं वत्तव्वया तहेव उत्तरिल्लाणं पि। णवरं मंदरस्स पव्वयस्स उत्तरेणं । महाकाले य इत्थ पिसायइंदे पिसायराया परिवसइ जाव विहरइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઉત્તર દિશાના પર્યાપ્ત અને અપર્યાપ્ત પિશાચ દેવોનાં સ્થાન ક્યાં છે? હે ભગવન્! ઉત્તર દિશાના પિશાચ દેવો ક્યાં નિવાસ કરે છે? ઉત્તર- હે ગૌતમ! જેમ દક્ષિણ દિશાના પિશાચ દેવોનું વર્ણન કર્યું છે, તેમ ઉત્તર દિશાના પિશાચ દેવોનું વર્ણન સમજવું જોઈએ. વિશેષતા એ છે કે તેઓના નગરાવાસો મેરુપર્વતની ઉત્તરમાં છે. ઉપરોક્ત સ્થાનોમાં ઉત્તર દિશાના પિશાચેન્દ્ર પિશાચરાજ મહાકાલ નિવાસ કરે છે, તેનું સમસ્ત વર્ણન પૂર્વવત્ જાણવું. ४९ एवं जहा पिसायाणं तहा भूयाणं पि जाव गंधव्वाणं, णवरं इंदेसु णाणत्तं भाणियव्वं इमेण विहिणा-भूयाणं सुरूक्पडिरूवा, जक्खाणं पुण्णभद्दमाणिभद्दा, रक्खसाणं भीममहाभीमा, किण्णराणं किण्णरकिंपुरिसा, किंपुरिसाणं सप्पुरिसमहापुरिसा, महोरगाणं