________________
દ્વિતીય પદ : સ્થાન
૧૪૯
देवाणं चत्तालीसं भवणावाससयसहस्सा भवंतीति मक्खायं । ते णं भवणा बाहिं वट्टा सेसं जहा दाहिणिल्लाणं जाव विहरंति ।
भूयाणंदे य इत्थ नागकुमारिंदे णागकुमारराया परिवसइ महिड्डिए जावपभासेमाणे । से णं तत्थ चत्तालीसाए भवणावाससयसहस्साणं आहेवच्चं जाव विहरइ । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત ઉત્તર દિશાના નાગકુમાર દેવોનાં સ્થાન ક્યાં છે ? ઉત્તર દિશાના નાગકુમાર દેવો ક્યાં નિવાસ કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જંબૂનામના દ્વીપમાં, સુમેરુપર્વતની ઉત્તરમાં, એક લાખ એંશી હજાર યોજન પ્રમાણ જાડાઈવાળી આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના એક હજાર યોજન અને નીચેના એક હજાર યોજન પ્રદેશને છોડીને, વચ્ચેના એક લાખ અઠ્યોતેર હજાર યોજનમાં ઉત્તર દિશાના નાગકુમાર દેવોના ચાલીસ લાખ ભવનાવાસો કહેલ છે. તે ભવન બહારથી ગોળ છે ઇત્યાદિ શેષ વર્ણન દક્ષિણદિશાના નાગકુમારોના વર્ણનની જેમ જાણવું.
ત્યાં ઉત્તર દિશાના નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ભૂતાનન્દ નિવાસ કરે છે. જે મહર્દિક છે યાવત્ દશે દિશાઓને પ્રકાશિત અને સુશોભિત કરતાં વિચરે છે.
ત્યાં ભૂતાનંદેન્દ્ર ચાળીશ લાખ ભવનાવાસોનું આધિપત્ય અને અગ્રેસરત્વ કરતાં વિચરે છે. ४१ कहिणं भंते ! सुवण्णकुमाराणं देवाणं पज्जत्ता अपज्जत्ताणं ठाणा पण्णत्ता? कहि णं भंते! सुवणकुमारा देवा परिवसंति ?
गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीए जाव एत्थ णं सुवण्णकुमाराणं देवाणं बावत्तरिं भवणावाससयसहस्सा भवतीति मक्खायं । ते णं भवणा बाहिं वट्टा जाव पडिरूवा । तत्थ णं सुवण्णकुमाराणं देवाणं पज्जत्ता अपज्जत्ताणं ठाणा पण्णत्ता । ति वि लोगस्स असंखेज्जइभागे । तत्थ णं बहवे सुवण्णकुमारा देवा परिवसंति महिड्डिया, सेसं जहा ओहियाणं जाव विहरति । वेणुदेव- वेणुदाली य इत्थ सुवण्णकुमारिंदा सुवण्णकुमाररायाणो परिवसंति महड्डिया जाव विहरंति ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત સુવર્ણકુમાર દેવોના સ્થાન ક્યાં છે? સુવર્ણકુમાર
દેવો ક્યાં નિવાસ કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! આ રત્નપ્રભાપૃથ્વીના ઉપરના એક હજાર યોજન અને નીચેના એક હજાર યોજન ક્ષેત્રને છોડીને શેષ ભાગમાં યાવત્ સુવર્ણકુમાર દેવોના બોતેર લાખ ભવનાવાસ છે. તે ભવન બહારથી ગોળ છે યાવત્ પ્રતિરૂપ છે. ત્યાં પર્યાપ્ત અને અપર્યાપ્ત સુવર્ણકુમારદેવોનાં સ્વસ્થાન છે. તે દેવોના ઉપપાતાદિ ત્રણેય સ્થાન લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા સુવર્ણકુમાર દેવો નિવાસ કરે છે, તેઓ મહર્દિક છે; ઇત્યાદિ સમગ્ર વર્ણન પૂર્વવત્ જાણવું. ત્યાં સુવર્ણકુમારેન્દ્ર, સુવર્ણકુમા૨ાજ વેણુદેવ અને વેણુદાલી નિવાસ કરે છે. તે મહર્દિક છે ઇત્યાદિ પૂર્વવત્ જાણવું.
૪
| कहि णं भंते ! दाहिणिल्लाणं सुवण्णकुमाराणं पज्जत्ता अपज्जत्ताणं ठाणा पण्णत्ता ?