________________
| १५०
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૧
कहि णं भंते ! दाहिणिल्ला सुवण्णकुमारा देवा परिवसंति ?
गोयमा ! इमीसे जाव मज्झे अट्ठहत्तरे जोयणसयसहस्से, एत्थ णं दाहिणिल्लाणं सुवण्णकुमाराणं अद्रुतीसं भवणावाससयसहस्सा भवंतीति मक्खायं । तेणं भवणा बाहिं वट्ठा जावपडिरूवा । एत्थ णं दाहिणिल्लाणं सुवण्णकुमाराणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता । तिसु वि लोगस्स असंखेज्जइभागे । एत्थ णं बहवे सुवण्णकुमारा देवा जाव परिवसति । वेणुदेवे य इत्थ सुवण्णिदे सुवण्णकुमारराया परिवसइ । सेसं जहा णागकुमाराणं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત અને અપર્યાપ્ત દક્ષિણદિશાના સુવર્ણકુમાર દેવોનાં સ્થાન ક્યાં છે? હે ભગવન્! દક્ષિણદિશાના સુવર્ણકુમાર દેવો ક્યાં નિવાસ કરે છે?
ઉત્તર- હે ગૌતમ! આ રત્નપ્રભાપૃથ્વીના વાવત મધ્યના એક લાખ અઠ્યોતેર હજાર યોજનમાં દક્ષિણદિશાના સુવર્ણ કુમાર દેવોના આડત્રીસ લાખ ભવનાવાસો કહેલ છે; તે ભવન બહારથી ગોળ છે થાવત પ્રતિરૂ૫ છે. અહીં પર્યાપ્ત અને અપર્યાપ્ત દક્ષિણ દિશાના સુવર્ણકુમાર દેવોના સ્થાન છે. તે ઉપપાતાદિ ત્રણેય સ્થાનોની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. અહીં ઘણાં સુવર્ણકુમાર દેવો નિવાસ કરે છે. ત્યાં દક્ષિણ દિશાના સુવર્ણકુમારેન્દ્ર સુવર્ણકુમારરાજ વેણુદેવ નિવાસ કરે છે; શેષ સમગ્ર વર્ણન નાગકુમારોના વર્ણનની જેમ જાણવું. ४३ कहि णं भंते ! उत्तरिल्लाणं सुवण्णकुमाराणं देवाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता ? कहि णं भंते ! उत्तरिल्ला सुवण्णकुमारा देवा परिवसंति ?
गोयमा ! इमीसे रयणप्पभाए जाव एत्थ णं उत्तरिल्लाणं सुवण्णकुमाराणं चोत्तीसं भवणा वाससयसहस्सा भवंतीति मक्खायं । ते णं भवणा जाव एत्थ णं बहवे उत्तरिल्ला सुवण्णकुमारा देवा परिवसंतिमहिड्डिया जावविहरति । वेणुदाली य इत्थ सुवण्णकुमारिंदे सुवण्णकुमारराया परिवसइ महिड्डिए, सेसं जहा णागकुमाराणं ।। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! ઉત્તર દિશાના પર્યાપ્ત અને અપર્યાપ્ત સુવર્ણકુમાર દેવોનાં સ્થાન ક્યાં છે? ઉત્તરદિશાના સુવર્ણકુમાર દેવો ક્યાં નિવાસ કરે છે?
ઉત્તર- હે ગૌતમ! એક લાખ એંશી હજાર યોજન પ્રમાણ જાડાઈવાળી આ રત્નપ્રભા પૃથ્વીમાં થાવત્ ઉત્તર દિશાના સુવર્ણકુમાર દેવોના ચોત્રીસ લાખ ભવનાવાસ છે, તે ભવનોનું સમગ્ર વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ કાવત અહીં ઘણા ઉત્તર દિશાના સુવર્ણકુમાર દેવો નિવાસ કરે છે. તે મહર્તિક છે યાવત્ દિવ્યભોગ ભોગવતાં વિચરણ કરે છે. ત્યાં ઉત્તર દિશાના સુવર્ણકુમારેન્દ્ર, સુવર્ણકુમારરાજ વેણુદાલી નિવાસ કરે છે યાવત્ તે મહર્તિક છે; શેષ સમગ્ર વર્ણન નાગકુમારોની જેમ સમજી લેવું જોઈએ. ४४ एवं जहा सुवण्णकुमाराणं वत्तव्वया भणिया तहा सेसाण वि चोद्दसण्हं इंदाणं भाणियव्वा। णवरं भवणणाणत्तं इंदणाणत्तं वण्णणाणत्तं परिहाणणाणत्तं च इमाहिं गाहाहिं अणुगंतव्वं ।