________________
[ ૧૩૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
ઉત્પન કરતા જ રહે છે. તેઓ સ્વયં પણ સદૈવ ભયભીત, ત્રસ્ત હોય છે. નારકીઓને ત્રણ પ્રકારની વેદનાનો અનુભવ કરવો પડે છે– ક્ષેત્રવેદના, દેવકૃત વેદના અને પરસ્પરકૃત વેદના. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોનાં સ્થાન :२८ कहि णं भंते ! पंचिंदियतिरिक्खजोणियाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता ?
गोयमा ! उड्ढलोए तदेक्कदेसभाए, अहोलोए तदेक्कदेसभाए, तिरियलोए अगडेसु तलाएसु णदीसु दहेसु वावीसु पुक्खरिणीसु दीहियासु गुंजालियासु सरेसु सरपंतियासु सरसरपंतियासु बिलेसु बिलपंतियासु उज्झरेसु णिज्झरेसु चिल्ललेसु पल्ललेसु वप्पिणेसु दीवेसु समुद्देसु सव्वेसु चेव जलासएसु जलट्ठाणेसु, एत्थ णं पंचेदियतिरिक्खजोणियाण पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता ।
उववाएणं लोगस्स असंखेज्जइभागे, समुग्घाएणं लोगस्स असंखेज्जइभागे, सट्ठाणेणं लोगस्स असंखेज्जइभागे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચોના સ્થાન કયાં છે?
ઉત્તર– હે ગૌતમ! (૧) ઊર્વલોકના એક દેશ ભાગમાં, (૨) અધોલોકના એક દેશ ભાગમાં, (૩) તિરછાલોકમાં કૂવા, તળાવો, નદીઓ, વાવડીઓ, દ્રહો, પુષ્કરિણીઓ, દીર્ઘિકાઓ, ગુંજાલિકાઓ, સરોવરો, પંક્તિબદ્ધ સરોવરો, સર-સર પંક્તિઓ, બિલો, પંક્તિબદ્ધ બિલો, પર્વતીય જલસોતો, ઝરણાઓ, નાના ખાડાઓ, કુદરતી સરોવરો, ખેતરના ક્યારાઓ, દ્વીપો, સમુદ્રો, આ સર્વ સ્થાનોમાં, સર્વ જળાશયોમાં તથા સર્વ જળ સ્થાનોમાં પર્યાપ્ત-અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચોના સ્થાન છે. તે ઉપરાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં છે, સમુદ્દઘાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. મનુષ્યોનાં સ્થાન :२९ कहिणंभंते !मणुस्साणंपज्जत्ताअपज्जत्ताणंठाणा पण्णत्ता? गोयमा ! अंतोमणुस्सखेत्ते पणयालीसाए जोयणसयसहस्सेसु अड्ढाइज्जेसु दीक् समुद्देसु पण्णरससु कम्मभूमीसु तीसाए अकम्मभूमीसु छप्पण्णाए अंतरदीवेसु, एत्थ णं मणुस्साणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता। उववाएणं लोगस्स असंखेज्जइभागे, समुग्घाएणं सव्वलोए, सट्ठाणेणं लोगस्स असंखेज्जइभागे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત અને અપર્યાપ્ત મનુષ્યોનાં સ્થાન ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! મનુષ્ય ક્ષેત્રની અંદર પીસ્તાલીશ(૪૫,00,000) લાખ યોજનમાં, અઢીદ્વીપ સમુદ્રોમાં, પંદર કર્મભૂમિ, ત્રીસ અકર્મભૂમિ અને છપ્પન અંતરદ્વીપોમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા મનુષ્યોનાં સ્થાન છે. તે ઉપરાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં, સમુઘાતની અપેક્ષાએ સર્વલોકમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત મનુષ્યોનાં સ્થાનોની પ્રરૂપણા છે. ગર્ભજ અને સંમૂર્છાિમ