________________
| દ્વિતીય પદઃ સ્થાન
૧૩૭. I
નામ
સાત નરક પૃથ્વી અને તેના નરકાવાસો આદિ – ગોત્ર | લંબાઈ | લડાઈ પાથડા
આંતરા પહોળાઈ
સંખ્યા | સંખ્યા | જડાઈ | નરકાવાસ ધમ્મા | રત્નપ્રભા | ૧ રાજ | ૧,૮૦, 000 યો | ૧૩ | ૧૨ | ૧૧૫૮૩ યોગ | ૩૦,00,000 વંસા | શર્કરા પ્રભા | ૨ રાજુ | ૧, ૩ર, 000 યોગ | ૧૧ | ૧૦ ૯૭00યો | રપ,00,000 શિલા | વાલુકાપ્રભા | ૩ રાજુ | ૧, ૨૮,૦૦૦ યોગ
૧૫,00,000 અંજણા | પંકપ્રભા | ૪ રાજુ | ૧, ૨૦,000 યો૦
૧૬૧૬ યોગ ૧0,00,000 રિઠા | ધૂમપ્રભા | પરાજુ | ૧, ૧૮, 000યો | ૫
૩,00,000 મઘા | તમઃપ્રભા | રાજુ | ૧,૧૬, 000 યોગ | - ૨ | પરપ00યો | ૯૯,૯૫ માઘવઈ | તમસ્તમપ્રભા| ૭રાજુ | ૧,૦૮,000યો.
- |
૮૪,૦૦,૦૦૦ * દરેક પાથડા 8000 યોજનના છે. દરેક નરકમાં 1000 યોજનની છત અને 1000 યોજનનું તળિયું હોય છે. સાતમી નરકમાં પર૫00 યોજનની છત અને પર, ૫00 યોજનનું તળિયું છે. તેમાં એક જ પાથડો હોવાથી ત્યાં આંતરા નથી.
નારકીઓના સ્વસ્થાનરૂપ સાત નરકના ૮૪ લાખ નરકાવાસોનું ક્ષેત્ર લોકનો અસંખ્યાતમો ભાગ જ થાય છે. તેમજ પંચેન્દ્રિય તિર્યંચો અને ગર્ભજ મનુષ્યો જ નરકમાં ઉત્પન્ન થાય છે અને નારકો પણ મરીને આ બે સ્થાનમાં જ ઉત્પન્ન થાય છે, તેથી સાતે નરકના નારકીઓના સંયુક્ત કથનમાં પણ ઉપપાત અને સમુદ્યાત લોકનો અસંખ્યાતમો ભાગ જ થાય છે અને પ્રત્યેક નરકના નારકીઓના પણ સ્વસ્થાન, ઉપપાત અને સમુદ્યાત ક્ષેત્ર લોકનો અસંખ્યાતમો ભાગ જ થાય છે. નરકભૂમિ - તે ભૂમિ અત્યંત અશુભકર્મો ભોગવવાના સ્થાનરૂપ છે, તેથી અત્યંત અશુભ અને ત્રાસજનક છે. શર્કરા પ્રભા આદિ પૃથ્વીમાં કાંકરાની, રેતી આદિની પ્રચુરતા છે અને તે કાંકરા પણ તીક્ષ્ણ હોય છે. પગ મૂકતાં તીક્ષ્ણશસ્ત્રના સ્પર્શની અનુભૂતિ થાય છે. ત્યાં ઘોર અંધકાર, અશુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે. ચારે બાજુથી સડેલા મૃત કલેવર જેવી દુર્ગધ આવે છે. તે ભૂમિ લોહી, માંસ, પરુ આદિ અશુચિમય પદાર્થોથી હંમેશાં ખરડાયેલી હોય છે. તેનો સ્પર્શ તલવારની ધાર સમાન અત્યંત અસહ્ય હોય છે. काउयअगणिवण्णाभा :- लोहे धम्यमाने यादृक् कपोत बहुकृष्णारूपोऽग्नेर्वर्णः । લુહારની ધમણથી લોખંડને ખૂબ તપાવતા તે અગ્નિમાંથી ગાઢ રાખોડી(કાળા) રંગની જ્વાળા નીકળે છે તેને કાપોત વર્ણની અગ્નિ કહે છે. તે નરકાવાસો હંમેશાં કાપોતવર્ણની આભાયુક્ત હોય છે.
પ્રથમ પાંચ નરકોમાં નારકીઓના ઉત્પત્તિ સ્થાનને છોડીને સર્વત્ર તીવ્ર ઉષ્ણતા જ હોય છે. તેથી ચારે બાજુ કાપોત અગ્નિના વર્ણ જેવી ગાઢ રાખોડી રંગની આભા જ દેખાય છે. ત્યાંનું વાતાવરણ ધૂંધળું હોય છે. છઠ્ઠી અને સાતમી નરકમાં શીત વેદના છે. તેથી ત્યાં ચારે બાજુ કાપોત અગ્નિ જેવી આભા કે ઉષ્ણતા નથી. નારકીઓનું સ્વરૂપ – તેઓ રંગથી કાળા અને ભયંકર હોય છે. તેના શરીરમાંથી કાળી આભા નીકળે છે. તેઓને જોવા માત્રથી રૂંવાડા ઊભા થઈ જાય અથવા તેઓ બીજા નારકીઓમાં અત્યંત ભય ઉત્પન્ન કરીને રૂંવાડા ઊભા કરી દે છે. તેથી તેઓ પરસ્પર અત્યંત આતંકજનક, દુઃખદાયક, પીડાકારી પરિસ્થિતિ