________________
૧૩૪
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
अठुत्तरं च तीसं, छव्वीसं चेव सयसहस्सं तु । अट्ठारस सोलसगं, चोद्दसमहियं तु छट्ठीए ॥ २ ॥ अद्धतिवण्णसहस्सा, उवरिमहे वज्जिऊण तो भणियं । मज्झे तिसु सहस्सेसु, होति णरगा तमतमाए ॥ ३ ॥ तीसा य पण्णवीसा, पण्णरस दसेव सयसहस्साई ।
तिण्णि य पंचूणेगं, पंचेव अणुत्तरा णरगा ॥ ४ ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તમસ્તમા પૃથ્વીના પર્યાપ્તા અને અપર્યાપ્તા નરયિકોનાં સ્થાન ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! એક લાખ આઠ હજાર (૧,૦૮,૦૦૦) યોજન પ્રમાણ જાડાઈવાળી તમસ્તમપૃથ્વીમાં ઉપરના સાડા બાવન હજાર યોજન અને નીચે પણ સાડા બાવન હજાર યોજન પ્રમાણ ક્ષેત્રને છોડીને, વચ્ચેના ત્રણ હજાર યોજનમાં તમસ્તમપ્રભા પૃથ્વીના પર્યાપ્તા અને અપર્યાપ્તા નારકીઓના પાંચ દિશાઓમાં પાંચ અનુત્તર, અત્યંત વિસ્તૃત, મહાન મોટા-મોટા નરકાવાસો છે. તે આ પ્રમાણે છે(૧) કાળ, (૨) મહાકાળ, (૩) રૌરવ, (૪) મહારૌરવ અને (૫) અપ્રતિષ્ઠાન.
તે નરકાવાસો અંદરથી ગોળ, બહારથી સમચોરસ, નીચે અસ્ત્રાના આકારવાળા, નિત્ય ગાઢ અંધકારથી વ્યાપ્ત છે; ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્રાદિ જ્યોતિષી વિમાનોની પ્રભાથી રહિત હોય છે. તેનો ભૂમિભાગ મેદ, ચરબી, પરુનો સમૂહ, રુધિર અને માંસના કીચડના લેપથી ખરડાયેલો રહે છે. તે અપવિત્ર, બીભત્સ, અત્યંત દુર્ગધયુક્ત, કઠોર સ્પર્શયુક્ત, દુઃસહ, અશુભ અને અશુભ વેદનાવાળા છે. ત્યાં તમસ્તમઃ પ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકોનાં સ્થાન છે. તે ઉપપાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં; સમુદ્યાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં તથા સ્વસ્થાનની અપેક્ષાએ પણ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. હે આયુષ્યમાન શ્રમણો ! ત્યાં તમસ્તમ પૃથ્વીના ઘણા નૈરયિકો નિવાસ કરે છે; તે કાળા, કાળી પ્રભાવાળા, ગંભીર રોમાંચયુક્ત, ભયાનક, ઉત્કૃષ્ટ ત્રાસજનક, વર્ણથી અત્યંત કાળા છે. તે નારકો ત્યાં નિત્ય ભયભીત, સદૈવ ત્રસ્ત, પરસ્પરના ત્રાસથી ત્રાસિત, નિત્ય ઉદ્વિગ્ન તથા હંમેશાં અત્યંત અનિષ્ટ સંબંધવાળા અને નરક સંબંધિત ભયનો સાક્ષાત્ અનુભવ કરતા રહે છે.
ગાથાર્થ– નરક પૃથ્વીઓની જાડાઈ ક્રમશઃ (૧) એક લાખ અને એંશી હજાર, (૨) એક લાખ બત્રીસ હજાર, (૩) એક લાખ અઠયાવીશ હજાર, (૪) એક લાખ વીશ હજાર, (૫) એક લાખ અઢાર હજાર, (૬) એક લાખ સોળ હજાર અને (૭) એક લાખ આઠ હજાર યોજન છે. ૧.
નરકાવાસોનો ભૂમિભાગ- ઉપર અને નીચે એક-એક હજાર યોજન ક્ષેત્ર છોડીને ક્રમશઃ (૧) એક લાખ અને અઠ્યોતેર હજાર (૨) એક લાખ ત્રીસ હજાર, (૩) એક લાખ છવ્વીસ હજાર, (૪) એક લાખ અઢાર હજાર, (૫) એક લાખ સોળ હજાર, (૬) છઠ્ઠી નરક પૃથ્વીમાં એક લાખ ચૌદ હજાર છે અને (૭) સાતમી તમસ્તમા નરકમૃથ્વીમાં ઉપર અને નીચે સાડા બાવન-સાડા બાવન હજાર યોજનક્ષેત્ર છોડીને મધ્યના ત્રણ હજાર યોજન ક્ષેત્રમાં નરકાવાસો હોય છે, એમ શ્રી તીર્થકરોએ કહ્યું છે. ૨-૩ II
નરકાવાસોની સંખ્યા (૧) ત્રીસ લાખ, (૨) પચ્ચીશ લાખ, (૩) પંદર લાખ, (૪) દશ લાખ, (૫) ત્રણ લાખ તથા (૬) છઠ્ઠી પૃથ્વીમાં પાંચ ન્યૂન એક લાખ અને (૭) સાતમી પૃથ્વીમાં કેવળ પાંચ જ અનુત્તર નરકાવાસો છે |૪ |