________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૧
ઉત્તર– હે ગૌતમ ! ઊર્ધ્વલોકમાં– ઊર્ધ્વલોકના એકદેશ ભાગમાં અધોલોકમાં– અધોલોકના
એક દેશ ભાગમાં અને તિરછાલોકમાં– કૂવાઓ, તળાવો, નદીઓ, દ્રહો, વાવડીઓ, પુષ્કરિણીઓ, દીર્દિકાઓ, ગુંજાલિકાઓ, સરોવરો, સરોવર પંક્તિઓ, સર-સર પંક્તિઓ, બિલો, બિલ પંક્તિઓ, પર્વતીય જલપ્રવાહો, ઝરણાઓ, ખાડાઓ, કુદરતી સરોવરો, ખેતરના ક્યારાઓ, દ્વીપો, સમુદ્રો,બધા જળાશયો તેમજ સમસ્ત જળસ્થાનોમાં પર્યાપ્તા અને અપર્યાપ્ત પંચેંદ્રિય જીવોનાં સ્થાન છે. ઉપપાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં, સમુદ્ાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ(પણ) લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે.
વિવેચનઃ
૧૨૦
પ્રસ્તુત સૂત્રોમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા ત્રણ વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોના સ્થાનનું કથન છે. વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો ત્રસ હોવાથી ત્રસનાલમાં જ હોય છે. તે જીવો ત્રણે લોકના એક ભાગમાં હોય છે.
ઝુલોર્ તદેવ વેસમાને વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો ઊર્ધ્વલોકના એક દેશ ભાગમાં હોય છે.
સામાન્ય રીતે જ્યાં અપ્લાયના જીવો હોય ત્યાં સાત બોલની નિયમા હોય છે, (૧) સમુચ્ચય જીવ (૨) અપ્કાય (૩) વનસ્પતિકાય (૪) બેઇન્દ્રિય (૫) તેઇન્દ્રિય (૬) ચૌરેન્દ્રિય (૭) તિર્યંચ પંચેન્દ્રિય. તેથી જે અપ્લાયના સ્વસ્થાન છે, તે જ વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયના સ્વસ્થાન છે. સૂત્રકારે વિકલેન્દ્રિયોના સ્વસ્થાનના વર્ણનમાં અપ્લાયના ઘણા સ્થાનોનું કથન કર્યું છે. પરંતુ તેમાં ભવનપતિના ભવનો કે વૈમાનિકોના વિમાનોનો ઉલ્લેખ નથી. તેથી સ્પષ્ટ થાય છે કે ભવનપતિ દેવોના ભવનોમાં અને વૈમાનિકના વિમાનોમાં અપ્સાયિક અને વનસ્પતિકાયિક જીવો છે પરંતુ તેમાં વિકલેન્દ્રિય કે તિર્યંચ પંચેન્દ્રિય જીવો નથી.
પરંતુ ઊર્ધ્વલોકમાં આવેલી મેરુ પર્વતની વાવડીઓમાં વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો હોય છે. તેથી વિકલેન્દ્રિય જીવો ઊર્ધ્વલોકના એકદેશભાગમાં હોય છે.
તે જ રીતે અધોલોકના એક દેશભાગમાં વિકલેન્દ્રિય જીવો હોય છે. અઘોલોકમાં ભવનપતિના ભવનો કે નરકાવાસોમાં વિકલેન્દ્રિય જીવો નથી પરંતુ અધોલોકને સ્પર્શતી પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની બે વિજયોમાં અને સમુદ્રોમાં વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિય જીવો હોય છે.
આ રીતે જોતાં સ્પષ્ટ થાય છે કે ઊર્ધ્વલોક કે અધોલોકને સ્પર્શતા તિરછાલોકના પર્વતો, સમુદ્રો કે વિજયોની અપેક્ષાએ જ વિકલેન્દ્રિય કે તિર્યંચ પંચેન્દ્રિય જીવો ઊર્ધ્વલોક કે અધોલોકમાં હોય છે, તે સિવાય ઊર્ધ્વલોક કે અધોલોકના કોઈપણ સ્થાનમાં વિકલેન્દ્રિય કે તિર્યંચ પંચેન્દ્રિય જીવો નથી.
પવિવિયાળ :- પ્રસ્તુત સૂત્ર-૧૯માં સૂત્રકારે પંચેન્દ્રિય જીવોના કોઈપણ ભેદની વિવક્ષા કર્યા વિના પંચેન્દ્રિય જીવોનું કથન કર્યું છે. પરંતુ સૂત્રપાઠને જોતાં સ્પષ્ટ થાય છે કે વિકલેન્દ્રિયોના સ્થાનના કથન પછી સૂત્રકારે ક્રમ પ્રાપ્ત અસંશી તિર્યંચ પંચેન્દ્રિયના સ્થાનોનું કથન કર્યું છે. ત્યારપછી ક્રમશઃ નારકી, સંશી તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્યો અને દેવોના સ્થાનનું કથન છે.
નૈરયિકોનાં સ્થાનઃ
२० कहि णं भंते ! णेरइयाणं पज्जत्ता अपज्जत्ताणं ठाणा पण्णत्ता ? कहि णं भंते ! णेरइया परिवसंति ? गोयमा ! सट्ठाणेणं सत्तसु पुढवीसु । तं जहा - रयणप्पभाए सक्करप्पभाए वालुयप्पभाए पंकप्पभाए धूमप्पभाए तमप्पभाए तमतमप्पभाए, एत्थ