________________
| દ્વિતીય પદઃ સ્થાન
[ ૧૨પ ]
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવાન ! પર્યાપ્તા અને અપર્યાપ્તા તે ઇન્દ્રિય જીવોનાં સ્થાન ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! ઊર્વલોકના એક દેશ ભાગમાં, અધોલોકના એકદેશ-ભાગમાં, તિરછાલોકમાં– કૂવા, તળાવો, નદીઓ, દ્રહો, વાવડીઓ, પુષ્કરિણીઓ, દીર્ઘિકાઓ, ગુંજાલિકાઓ, સરોવરો, પંક્તિબદ્ધ સરોવરો, સર-સર પંક્તિઓ, બિલો, બિલપંક્તિઓ, પર્વતીય જળપ્રવાહો, ઝરણાઓ, ખાડાઓ, કુદરતી સરોવરો, ખેતરના ક્યારાઓ, દ્વીપો અને સમુદ્રો, જળાશયો તથા સમસ્ત જળસ્થાનોમાં, પર્યાપ્ત-અપર્યાપ્ત નેઇન્દ્રિય જીવોના સ્થાન છે. ઉપરાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં, સમુઘાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. १८ कहि णं भंते ! चरिंदियाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता ?
गोयमा ! उड्डलोए तदेक्कदेसभाए, अहोलोए तदेक्कदेसभाए, तिरियलोए अगडेसु तलाएसु णईसु दहेसु वावीसु पुक्खरिणीसु दीहियासु गुंजालियासु सरेसु सरपंतियासु सरसरपंतियास बिलेस बिलपतियास उज्झरेस णिज्झरेस चिल्ललेसु पल्ललेस वप्पिणेस दीवेसुसमुद्देसु सव्वेसुचेव जलासएसुजलट्ठाणेसु । एत्थणं चरिंदियाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता । उववाएणं लोगस्स असंखेज्जइभागे, समुग्घाएणं लोगस्स असंखेज्जइभागे, सट्टाणेणं लोगस्स असंखेज्जइभागे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવાન! પર્યાપ્ત અને અપર્યાપ્ત ચૌરેન્દ્રિય જીવોનાં સ્થાન ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! ઊર્ધ્વલોકમાં– ઊર્ધ્વલોકના એક દેશભાગમાં, અધોલોકમાં– અધોલોકના એક દેશ ભાગમાં અને તિરછાલોકમાં-કૂવા, તળાવો, નદીઓ, દ્રહો, વાવડીઓ, પુષ્કરિણીઓ, દીધિંકાઓ, ગુંજાલિકાઓ, સરોવરો, પંક્તિબદ્ધ સરોવરો, સર-સર પંક્તિઓ, બિલો, બિલપંક્તિઓ, પર્વતીય જલપ્રવાહો, ઝરણાંઓ, ખાડાઓ, કુદરતી સરોવરો, ખેતરના ક્યારાઓ, દ્વીપો, સમુદ્રો તેમજ બધા જળાશયોમાં તથા સમસ્ત જળસ્થાનોમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત ચૌરેન્દ્રિય જીવોનાં સ્થાનો છે. ઉપરાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં, સમુઘાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. १९ कहि णं भंते ! पंचिंदियाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता ?
गोयमा ! उड्ढलोए तदेक्कदेसभाए, अहोलोए तदेक्कदेसभाए, तिरियलोए अगडेसु तलाएसु णईसु दहेसु वावीसु पुक्खरिणीसु दीहियासु गुंजालियासु सरेसु सरपंतियासु सरसरपतियासु बिलेसु बिलपतियासु उज्झरेसु णिज्झरेसु चिल्ललेसु पल्ललेसु वप्पिणेसु दीवेसु समुद्देसु सव्वेसु चेव जलासएसु जलट्ठाणेसु, एत्थ णं पंचेंदियाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता । उववाएणं लोगस्स असंखेज्जइभागे समुग्घाएणं लोगस्स असंखेज्जइभागे, सटाणेणं लोगस्स असंखेज्जइभागे । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવાન! પર્યાપ્તા અને અપર્યાપ્તા પંચેન્દ્રિય જીવોનાં સ્થાન ક્યાં છે?