________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૧
સમુદ્દાતની અપેક્ષાએ સર્વલોકમાં હોય છે. બાદર નિગોદના જીવો સૂક્ષ્મ નિગોદના આયુષ્યનો બંધ કરીને મરણ સમયે મારણાંતિક સમુદ્દાત કરી આત્મપ્રદેશોને ઉત્પત્તિસ્થાન સુધી ફેલાવે છે. સૂક્ષ્મ નિગોદના જીવો સમગ્ર લોકમાં ભર્યા હોવાથી સમુદ્દાતને પ્રાપ્ત થયેલા તે બાદર જીવો સર્વલોકવ્યાપી થાય છે, તેથી સમુદ્દાતની અપેક્ષાએ બાદર પર્યાપ્ત વનસ્પતિકાયિક સર્વલોકમાં હોય છે.
૧૨૪
અપર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક જીવોના સ્વસ્થાન પર્યાપ્ત જીવોની જેમ લોકના અસંખ્યાતમા
ભાગ પ્રમાણ છે અને ઉપપાત તથા સમુદ્દાતની અપેક્ષાએ સંપૂર્ણ લોકમાં છે. પર્યાપ્ત-અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવોના સ્વસ્થાનાદિ સંપૂર્ણલોકમાં છે.
વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિયોના સ્થાન :
१६ कहिणं भंते! बेइंदियाणं पज्जत्तगा अपज्जत्तगाणं ठाणा पण्णत्ता ?
गोयमा ! उड्डलोए तदेक्कदेसभागे, अहोलोए तदेक्कदेसभागे, तिरियलोए अगडेसु तलाएसु णईसु दहेसु वावीसु पुक्खरिणीसु दीहियासु गुंजालियासु सरेसु सरपंतियासु सरसरपंतियासु बिलेसु बिलपंतियासु उज्झरेसु णिज्झरेसु चिल्ललेसु पल्ललेसु वप्पिणेसु दीवेसु समुद्देसु सव्वेसु चेव जलासएसु जलट्ठाणेसु, एत्थ णं बेइंदियाणं पज्जत्तापज्जा ठाणा पण्णत्ता । उववाएणं लोगस्स असंखेज्जइभागे, समुग्धाएणं लोगस्स असंखेज्जइभागे, सट्ठाणेणं लोगस्स असंखेज्जइभागे ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન ! પર્યાપ્ત અને અપર્યાપ્ત બેઇન્દ્રિય જીવોના સ્થાન ક્યાં છે ?
ઉત્તર– હે ગૌતમ ! ઊર્ધ્વલોકમાં ઊર્ધ્વલોકના એક દેશ ભાગમાં(મેરુ પર્વત પરની વાવડીઓમાં) છે, અધોલોકમાં અધોલોકના એક દેશ ભાગમાં – અધોલૌકિક ગ્રામોમાં અને તિરછાલોકમાં કૂવા, તળાવો, નદીઓ, દ્રહો, વાવડીઓ, પુષ્કરિણીઓ, દીર્થિકાઓ, ગુંજાલિકાઓ, સરોવરો, પંક્તિબદ્ધ સરોવરો, સર-સર પંક્તિઓ, બિલો, પંક્તિ બદ્ઘ બિલો, પર્વતીય જળપ્રવાહો, ઝરણાઓ, ખાડાઓ, કુદરતી સરોવરો, ખેતરના ક્યારાઓ, દ્વીપો, સમુદ્રો અને બધાં જળાશયોમાં તથા સમસ્ત જળસ્થાનોમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત બેઇન્દ્રિય જીવોનાં સ્વસ્થાન છે.
ઉપપાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં, સમુદ્દાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. १७ कहि णं भंते ! तेइंदियाणं पज्जत्ता अपज्जत्ताणं ठाणा पण्णत्ता ?
गोयमा ! उड्डलोए तदेक्कसभाए, अहोलोए तदेक्कदेसभाए, तिरियलोए अगडेसु तलाएसु णईसु दहेसु वावीसु पुक्खरिणीसु दीहियासु गुंजालियासु सरेसु सरपंतियासु सरसरपंतियासु बिलेसु बिलपंतियासु उज्झरेसु णिज्झरेसु चिल्ललेसु पल्ललेसु वप्पिणेसु दीवेसु समुद्देसु सव्वेसु चेव जलासएसु जलट्ठाणेसु, एत्थ णं इंदियाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता । उववाएणं लोगस्स असंखेज्जइभागे, समुग्धाएणं लोगस्स असंखेज्जइभागे, सट्ठाणेणं लोगस्स असंखेज्जइभागे ।