________________
દ્વિતીય પદ : સ્થાન
૧૨૧
અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકોનું સમુદ્દાત સ્થાન :– સમુદ્દાતની દષ્ટિએ તે જીવો સર્વલોકમાં હોય છે. પર્યાપ્ત જીવો કરતાં અપર્યાપ્ત જીવો અસંખ્યાતગુણા અધિક છે. અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકો પાંચે સ્થાવરના સૂક્ષ્મમાં ઉત્પન્ન થઈ શકે છે. સૂક્ષ્મ જીવો આખા લોકમાં ભરેલા છે, તેથી અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકોનું ઉપપાત સ્થાન બે ઊર્ધ્વકપાટ અને તિર્યગ્લોક તટ્ટ હોવા છતાં તે જીવોનું સમુદ્દાત સ્થાન સંપૂર્ણલોક થઈ શકે છે. સૂક્ષ્મ પર્યાપ્તા અને અપર્યાપ્તા તેજસ્કાયિક જીવોના સ્થાન પૃથ્વીકાયિક જીવોની જેમ સંપૂર્ણ લોકમાં છે.
વાયુકાયિક જીવોનાં સ્થાન :
| १० कहि णं भंते ! बादरवाउकाइयाणं पज्जत्तगाणं ठाणा पण्णत्ता ? गोयमा ! सट्ठाणेणं सत्तसु घणवासु सत्तसु घणवायवलएसु सत्तसु तणुवाएसु सत्तसु तणुवायवलएसु ।
अहोलोए- पायालेसु भवणेसु भवणपत्थडेसु भवणछिदेसु भवणणिक्खुडेसु णिरएसु णिरयावलियासु णिरयपत्थडेसु णिरयछिद्देसु णिरयणिक्खुडेसु । उड्डलोए- कप्पेसु विमाणेसु विमाणावलियासु विमाणपत्थडेसु विमाणछिद्देसु विमाणणिक्खुडेसु । तिरियलोए - पाईपडीण-दाहिण-उदीण सव्वेसु चेव लोगागासछिद्देसु लोगणिक्खुडेसु य, एत्थ णं बायरवाउकाइयाणं पज्जत्तगाणं ठाणा पण्णत्ता ।
उववाएणं लोयस्स असंखेज्जेसु भागेसु, समुग्धाएणं लोयस्स असंखेज्जेसु भागेसु, सट्ठाणेणं लोयस्स असंखेज्जेसु भागेसु ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન ! પર્યાપ્ત બાદર વાયુકાયિકોના સ્થાન ક્યાં છે ? ઉત્તર- હે ગૌતમ ! સ્વસ્થાનની– અપેક્ષાએ સાત ઘનવાતોમાં, સાત ઘનવાત-વલયોમાં, સાત તનુવાતોમાં અને સાત તનુવાત વલયોમાં સ્વસ્થાન છે. અધોલોકમાં– પાતાળ કળશોમાં, ભવનોમાં, ભવન પ્રસ્તટોમાં, ભવનોના છિદ્રોમાં, ભવનોના નિકૃષ્ટ પ્રદેશોમાં, નરકોમાં, નરકાવલિકાઓમાં, નરકોના પ્રસ્તટોમાં, નરકના છિદ્રોવાળા સ્થાનોમાં અને નરકોના નિષ્કુટ પ્રદેશોમાં સ્વસ્થાન હોય છે.
ઊર્ધ્વલોકમાં– કલ્પોમાં, વિમાનોમાં, વિમાનપંક્તિઓમાં, વિમાનોના પ્રસ્તટોમાં, વિમાનોના છિદ્રોવાળા સ્થાનોમાં, વિમાનોના નિષ્કુટ પ્રદેશોમાં સ્વસ્થાન હોય છે.
તિરછાલોકમાં– પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર દિશાના સમસ્ત લોકાકાશના છિદ્રોવાળા સ્થાનોમાં તથા લોકના નિષ્કુટ પ્રદેશોમાં, આ સર્વ સ્થાનોમાં પર્યાપ્ત બાદર વાયુકાયિકોના સ્વસ્થાન હોય છે. ઉપપાતની અપેક્ષાએ લોકના અસંખ્યાત ભાગોમાં, સમુદ્દાતની અપેક્ષાએ લોકના અસંખ્યાત ભાગોમાં તથા સ્વસ્થાનની અપેક્ષાએ લોકના અસંખ્યાત ભાગોમાં પર્યાપ્ત બાદર વાયુકાયિક જીવો હોય છે. ११ कहि णं भंते! अपज्जत्तबादरवाङकाइयाणं ठाणा पण्णत्ता ? गोयमा ! जत्थेव बादरवाउक्काइयाणं पज्जत्तगाणं ठाणा तत्थेव बादर वाउकाइयाणं अपज्जत्तगाणं ठाणा पण्णत्ता । उववाएणं सव्वलोए, समुग्धाएणं सव्वलोए, सट्ठाणेणं लोयस्स असंखेज्जेसु भागेसु । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવાન ! અપર્યાપ્ત બાદર વાયુકાયિકોના સ્થાનો ક્યાં છે ? ઉત્તર- હે ગૌતમ ! પર્યાપ્તા બાદર વાયુકાયિકોના જે સ્થાનો છે, તે જ અપર્યાપ્તા બાદ વાયુકાયિકોનાં સ્થાનો છે. ઉપપાતની