________________
[ ૧૨૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
પૃથ્યાદિ સ્થાવર જીવો તે-તે આયુષ્ય પૂર્ણ કરી અગ્નિકાયનું આયુષ્ય ઉદયમાન થતાં બાદર અગ્નિકાયરૂપે ઉત્પન્ન થવા આવી રહ્યા હોય ત્યારે અર્થાત્ વિગ્રહગતિને પ્રાપ્ત અપર્યાપ્ત અવસ્થાવાળાતે જીવો જે ક્ષેત્રને સ્પર્શે છે, તે તેઉકાયના ઉપપાત ક્ષેત્ર કહેવાય છે. સૂત્રકારે બાદર અગ્નિકાયના અપર્યાપ્ત જીવોના ઉપપાત ક્ષેત્ર માટે બે ઊર્ધ્વકપાટ અને તિર્યશ્લોક તટ શબ્દનો પ્રયોગ કર્યો છે.
પૃથ્યાદિ અન્ય ચાર સ્થાવર જીવોમાં બાદર અપર્યાપ્ત જીવોના ઉપપાત સ્થાનમાં સર્વલોક કહ્યો છે. સૂક્ષ્મ-બાદર આદિ ઘણા જીવો પૃથ્યાદિમાં ઉત્પન્ન થવા માટે વિગ્રહ ગતિને પ્રાપ્ત હોય છે, તેથી તેઓના ઉપપાત સ્થાન “સર્વલોક થાય છે. તે જ રીતે બાદર અગ્નિમાં ઉત્પન્ન થવા માટે વિગ્રહગતિને પ્રાપ્ત ઘણા જીવો હોવા છતાં સૂત્રકારે તેના ઉપપાત સ્થાનમાં સર્વલોક ન કહેતા બે ઊર્ધ્વકપાટ કહ્યા છે, તેથી સ્પષ્ટ થાય છે કે પ્રસ્તુત પ્રસંગમાં વળાંક લઈને ઉત્પત્તિ સ્થાનની સમશ્રેણી (છએ દિશાની કોઈ એક સીધી લાઈન)માં આવી ગયેલા જીવોની અપેક્ષાએ જ અપર્યાપ્ત બાદર અગ્નિના ઉપપાત સ્થાનનું કથન છે.
પૃથ્યાદિ ચાર સ્થાવરમાં ઉપપાત સ્થાનમાં સમશ્રેણી પ્રાપ્ત જીવોની ગણના કરવામાં આવે તો પણ તેના ઉપપાત સ્થાનમાં સંપૂર્ણ લોક જ થાય, કારણ કે તેના સ્વસ્થાનો ત્રણે લોકમાં છે.
બાદર અગ્નિકાયના સ્વસ્થાનો તિરછાલોકમાં પણ માત્ર અઢીદ્વીપ ક્ષેત્રમાં છે અને તેમાં પણ વ્યાઘાત સમયમાં ફક્ત મહાવિદેહક્ષેત્રમાં અને નિર્વાઘાત સમયમાં ભારત-ઐરાવતક્ષેત્ર અને મહાવિદેહ ક્ષેત્રમાં હોય છે. આ ક્ષેત્રમાં બાદર તેજસ્કાયરૂપે ઉત્પન્ન થવા માટે અભિમુખ બનેલા જીવોને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઊર્ધ્વ, અધો છએ દિશામાં અઢીદ્વીપ પ્રમાણ પહોળા અને લોકાન્ત પર્યંતના લાંબા ક્ષેત્રમાંથી જ સમશ્રેણી પ્રાપ્ત થાય છે. તેના માટે જ સૂત્રકારે લાગુ વાયુ વિવિયનો છું શબ્દનો પ્રયોગ કર્યો છે. તેના વિવેચનમાં વ્યાખ્યાકારે આ પ્રમાણે સ્પષ્ટીકરણ કર્યું છે
पणयाललक्खपिहुला, दुण्णिकवाडा य छद्दिसिं पुट्ठा । लोगंते तेसिंतो जे, तेऊ ते उ घिप्पंति ॥१॥
અર્થ-૪૫ લાખ યોજન પહોળા બે કપાટ છએ દિશામાં લોકાંતને સ્પર્શે છે, તેની અંદર રહેલા તેઉકાયના (વિગ્રહગતિ પ્રાપ્ત) જીવોને જ અહીં ગ્રહણ કરવાના છે. આ રીતે ઊર્ધ્વલોક અધોલોકને સ્પર્શતા ૪૫ લાખ યોજન પહોળા, ૧ રાજુ પ્રમાણ લાંબા બે કપાટ અને સંપૂર્ણ તિર્યશ્લોક બાદર તેઉકાય અપર્યાપ્તાનું ઉપપાત ક્ષેત્ર છે. તિરછાલોક તહમાં બે ઊર્વકપાટ (એક પરિમાણ દષ્ટિએ આકૃતિ):
– ઉત્તર-દક્ષિણ કપાટ
અલોક
તટ(વાળ).
તિરછાલોક
- સ્વયંભૂરમણ સમુદ્રની વેદિકા
- પૂર્વ-પશ્ચિમ કપાટ
અલોક