________________
૧રર |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
અપેક્ષાએ સર્વલોકમાં, સમુઘાતની અપેક્ષાએ સર્વલોકમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ લોકના અસંખ્યાત ભાગોમાં છે. १२ कहि णं भंते ! सुहुमवाउकाइयाणं पज्जतगाणं अपज्जत्तगाणं च ठाणा पण्णत्ता ? गोयमा ! सुहुमवाउकाइया जे य पज्जत्तगा जे य अपज्जत्तगा ते सव्वे एगविहा अविसेसा अणाणत्ता सव्वलोगपरियावण्णगा पण्णत्ता समणाउसो ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવાન! પર્યાપ્તા અને અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકોના સ્થાન ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ ! પર્યાપ્તા અને અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકો બધા એક સમાન, વિશેષતા રહિત, ભેદરહિત છે અને તે આયુષ્યમાન શ્રમણો ! તે સર્વલોકમાં પરિવ્યાપ્ત છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં વાયુકાયિક જીવોના સ્થાનોનું નિરૂપણ છે. પર્યાપ્તા બાદર વાયકાયિકના સ્થાન :- ઉપપાત આદિ ત્રણે ય અપેક્ષાએ પર્યાપ્ત બાદર વાયુકાયિક જીવો લોકના અસંખ્યાત ભાગોમાં છે. લોકના ઘનભાગમાં વાયુ નથી પરંતુ લોકમાં પોલાણનો ભાગ વધુ છે. જ્યાં જ્યાં પોલાણ હોય ત્યાં બાદર વાયુ હોય જ છે. તેથી તે ત્રણેય અપેક્ષાએ લોકના ઘણા અસંખ્યાત ભાગો પ્રમાણ છે. (વાયુકાયના જીવો આઠમા અસંખ્યાત એટલે મધ્યમ અસંખ્યાત-અસંખ્યાતાના ભાગે છે, તેવી ધારણા છે.) અપર્યાપ્ત બાદર વાયુકાયિકોનાં સ્થાન :- ઉપપાત અને સમુદ્યાતની અપેક્ષાએ અપર્યાપ્યા બાદર વાયુકાયિક જીવો સર્વલોકમાં વ્યાપ્ત છે કારણ કે દેવ-નારક સિવાયના પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય, તે ઔદારિકના દશ દંડકના જીવો અપર્યાપ્ત બાદર વાયુકાર્યમાં ઉત્પન્ન થાય છે. બાદર પર્યાપ્ત અને અપર્યાપ્ત વાયુકાયિકોનાં સ્વસ્થાનો લોકના ઘણાં અસંખ્યાત ભાગોમાં છે, તેથી ઉપપાત અને સમુદ્રઘાતની અપેક્ષાએ સર્વલોક વ્યાપ્તપણું ઘટી શકે છે. સૂક્ષ્મ વાયુકાયિકોના સ્વસ્થાનાદિ પૂર્વવત્ સમગ્ર લોકમાં છે. વનસ્પતિકારિક જીવોનાં સ્થાન :१३ कहि णं भंते ! बायरवणस्सइकाइयाणं पज्जत्तगाणं ठाणा पण्णत्ता ? गोयमा ! सट्ठाणेणं सत्तसु घणोदहीसु सत्तसु घणोदहिवलएसु । अहोलोए- पायालेसु भवणेसु भवणपत्थडेसु । उड्डलोए- कप्पेसु विमाणेसु विमाणावलियासु विमाणपत्थडेसु ।
तिरियलोए- अगडेसु तडागेसु णदीसु दहेसु वावीसु पुक्खरिणीसु दीहियासु गुंजालियासु सरेसु सरपंतियासु सरसरपंतियासु बिलेसु बिलपंतियासु उज्झरेसु णिज्झरेसु चिल्ललेसु पल्ललेसु वप्पिणेसुदीवेसु समुद्देसु सव्वेसु चेव जलासएसु जलट्ठाणेसु, एत्थ णं बादरवणस्सइकाइयाणं पज्जत्तगाणं ठाणा पण्णत्ता । उववाएणं सव्वलोए, समुग्घाए णं सव्वलोए, सट्ठाणेणं लोगस्स असंखेज्जइभागे । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવાન! પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકોના સ્થાન ક્યાં છે?