________________
દ્વિતીય ૫દ:સ્થાન
.
૧૧૭]
ચારે બાજુ ગોળાકારે ક્રમશઃ ઘનોદધિ, ઘનવાત અને તનુવાતના એક-એક વલય છે, તેમાં ઘનીભૂત થયેલા પાણીના વલયને ઘનોદધિવલય કહે છે. સાતે નરકમૃથ્વીના ઘનોદધિવલયો પૃથક હોવાથી ઘનોદધિ વલયો સાત થાય છે. આઠમી ઇષત્ પ્રાશ્મારા પૃથ્વીની ચારે બાજુ આ પ્રકારના વલય નથી. પાયા - પાતાળકળશ. લવણ સમુદ્રમાં ચારે દિશામાં એક લાખ યોજન વિસ્તારવાળા એક-એક પાતાળ કળશ છે અને ચારે વિદિશામાં ૧૯૭૧–૧૯૭૧ કુલ મળીને ૭,૮૮૪ લઘુ પાતાળ કળશો છે. તે એક હજાર યોજન ઊંડા છે. તે પ્રત્યેક લઘુ પાતાળ કળશોના નીચેના ત્રિભાગમાં વાયુ, મધ્યના ત્રિભાગમાં વાયુ તથા જલ અને ઉપરના ત્રિભાગમાં જલ છે. અવળે, ખેડુ, વિમાસુ - ભવનોમાં, દેવલોકોમાં અને દેવલોકના છૂટા છવાયા વિમાનોમાં. આ સ્થાનોમાં સચેત પાણીની વાવડીઓ છે. તેથી ત્યાં અખાયિક જીવોના સ્વસ્થાન કહ્યા છે. આ વાવડીઓ બાર દેવલોક સુધી જ હોય છે. નવરૈવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં વાવડીઓ નથી, તેથી ત્યાં અષ્કાયિક જીવોના સ્વાસ્થાન નથી. વિલેણુ - પાણીની નીક વહેવાથી સ્વાભાવિક રીતે થઈ ગયેલી નાની કૂઈઓ છે. તેજસ્કારિક જીવોનાં સ્થાન - | ७ कहि णं भंते ! बादरतेउकाइयाणं पज्जत्तगाणं ठाणा पण्णत्ता ? गोयमा ! सट्ठाणेणं अंतोमणुस्सखेत्ते अड्डाइज्जेसुदीक्समुद्देसुणिव्वाघाएणं पण्णरससु कम्मभूमीसु, वाघायं पडुच्च पंचसु महाविदेहेसु, एत्थ ण बादरतेउक्काइयाणं पज्जत्तगाणं ठाणा पण्णत्ता ।
उववाएणं लोयस्स असंखेज्जइभागे, समुग्घाएणं लोयस्स असंखेज्जइभागे, सट्ठाणेणं लोयस्स असंखेज्जइभागे। ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! પર્યાપ્ત બાદર તેજસ્કાયિકોનાં સ્થાનો ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! સ્વસ્થાનની અપેક્ષાએ-મનુષ્ય ક્ષેત્રની અંદર અઢીદ્વિીપ સમુદ્રમાં, નિર્વાઘાતની અપેક્ષાએ અર્થાત્ ભરત–ઐરવત ક્ષેત્રમાં અગ્નિનો વિચ્છેદ થયો ન હોય ત્યારે પંદર કર્મભૂમિઓમાં, વ્યાઘાતની અપેક્ષાએ અર્થાત્ ભરત-ઐરાવત ક્ષેત્રમાં બાદર અગ્નિનો વિચ્છેદ થયો હોય ત્યારે પાંચ મહાવિદેહ ક્ષેત્રોમાં, પર્યાપ્ત બાદર તેજસ્કાયિકોના સ્થાન હોય છે.
ઉપપાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં, સમુદ્દઘાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. | ८ कहि णं भंते ! बादरतेउकाइयाणं अपज्जत्तगाणं ठाणा पण्णत्ता ? गोयमा ! जत्थेव बादरतेउकाइयाणं पज्जत्तगाणं ठाणा तत्थेव बादरतेउकाइयाणं अपज्जत्तगाणं ठाणा पण्णत्ता।
उववाएणं लोयस्स दोसु उड्डकवाडेसु तिरियलोयत य, समुग्घाएणं सव्वलोए, सट्ठाणेणं लोयस्स असंखेज्जइभागे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવાન! અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકોના સ્થાન ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ ! પર્યાપ્ત બાદર-તેજસ્કાયિકોના જે સ્થાન છે, તે જ અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકોના સ્થાન છે. ઉપપાતની અપેક્ષાએ લોકના બે ઊર્ધ્વકપાટોમાં તથા તિર્યશ્લોકરૂપ તટ્ટ થાળમાં અને સમુદ્યાતની અપેક્ષાએ સર્વલોકમાં તથા સ્વસ્થાનની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે.