________________
[ ૧૧૬]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવાન ! પર્યાપ્ત બાદર અપ્લાયિકોના સ્થાનો ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! પર્યાપ્ત બાદર અપ્રકાયિકોના સ્વસ્થાન સાત ઘનોદધિમાં, સાત ઘનોદધિ વલયોમાં છે. અધોલોકમાં- પાતાળો(પાતાળ કળશો)માં, ભવનોમાં તથા ભવન પ્રસ્તટોમાં, ઊર્ધ્વલોકમાં–કલ્પોમાં, વિમાનોમાં, વિમાનાવલિકાઓમાં, વિમાન પ્રસ્તટોમાં, તિરછાલોકમાં– કૂવા, તળાવો, નદીઓ, દ્રહો, ચાર ખૂણાવાળી વાવો, કમળયુક્ત ગોળાકાર પુષ્કરિણી, લાંબી વાવો, કમાડ સંયુક્ત પુષ્કરિણીઓ, સરોવરો, પંક્તિબદ્ધ સરોવરો, એક બીજા સાથે જોડાયેલા પંક્તિબદ્ધ સરોવરો, બિલોપાણીની નીક વહેવાથી સ્વાભાવિક રીતે થઈ ગયેલી નાની કૂઈઓ છે. બિલપંક્તિ, પહાડી જળના ઉત્પત્તિ સ્થાનો, ઝરણાઓ, છિલ્લરો– થોડા પાણીવાળા કુદરતી ખાડા, પલ્લવો- કુદરતી સરોવરો, વપ્રો-ખેતરના ક્યારાઓ, દ્વીપો, સમુદ્રો, સર્વ જલાશયો અને જલ સ્થાનોમાં છે.
ઉપપાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં, સમઘાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. | ५ कहि णं भंते ! बादरआउक्काइयाणं अपज्जत्ताणं ठाणा पण्णत्ता? गोयमा ! जत्थेव बादरआउक्काइयाणं पज्जत्तगाणं ठाणा तत्थेव बादर आउक्काइयाणं अपज्जत्तगाणं ठाणा पण्णत्ता । उववाएणं सव्वलोए, समुग्घाएणं सव्वलोए, सट्टाणेणं लोयस्स असंखेज्जइभागे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવાન! અપર્યાપ્ત બાદર અપ્લાયિકોના સ્થાનો ક્યાં છે? ઉત્તર-હે ગૌતમ! પર્યાપ્ત બાદર અપ્લાયિકોના જે સ્થાનો છે, તે જ અપર્યાપ્ત બાદર અાયિકોના સ્થાનો છે. ઉપપાતની અપેક્ષાએ તે સર્વલોકમાં, સમુદ્યાતની અપેક્ષાએ સર્વલોકમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. |६ कहि णं भंते ! सुहुमआउक्काइयाणं पज्जत्ता-अपज्जत्ताणं ठाणा पण्णत्ता ? गोयमा! सुहुमआउक्काइया जे पज्जत्तगा जे य अपज्जत्तगा ते सव्वे एगविहा अविसेसा अणाणत्ता सव्वलोगपरियावण्णगा पण्णत्ता समणाउसो ! ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવાન! પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયિકોના સ્થાન ક્યાં છે? ઉત્તરહે ગૌતમ! પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂક્ષ્મ અાયિકો બધા એક સમાન, વિશેષતારહિત, ભેદરહિત છે. હે આયુષ્યમાન શ્રમણ ! તેઓ સર્વલોક વ્યાપી છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અપ્લાયિક જીવોના સ્થાનોનું નિરૂપણ છે. તેનું કથન પૃથ્વીકાયિક જીવોની સમાન છે. ધોધપુ:- ઘનોદધિઓમાં. આઠ પ્રકારની પૃથ્વીમાંથી રત્નપ્રભા આદિ સાત નરકપુથ્વીની નીચે ક્રમશઃ ઘનોદધિ, ઘનવાન અને તનુવાત છે. યથા- ૧,૮૦,000 યોજનની રત્નપ્રભાપૃથ્વીની નીચે ૨૦,000 યોજનાના વિસ્તારમાં ઘનોદધિ, ત્યાર પછી ક્રમશઃ અસંખ્યાત યોજન વિસ્તૃત ઘનવાત અને તનુવાત છે. ત્યાર પછી અસંખ્યાત યોજનાના વિસ્તારમાં આકાશ છે. ત્યાર પછી બીજી નરકપુથ્વી આવે છે. આ રીતે સાતે નરકમૃથ્વીના ઘનોદધિ પૃથક પૃથક હોવાથી સૂત્રકારે સાત ઘનોદધિનું કથન કર્યું છે. ગોપવનક્ષ:- ઘનોદધિવલયોમાં. આઠ પ્રકારની પૃથ્વીમાંથી રત્નપ્રભા આદિ સાત નરકમૃથ્વીની