________________
| ૧૧૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
| ९ कहि णं भंते ! सुहुमतेउकाइयाणं पज्जत्तगाणं अपज्जत्तगाणं च ठाणा पण्णत्ता ? गोयमा ! सुहुमतेउकाइया जे पज्जत्तगा जे य अपज्जत्तगा ते सव्वे एगविहा अविसेसा अणाणत्ता सव्वलोगपरियावण्णगा पण्णत्ता समणाउसो ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવાન! પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિકોના સ્થાન ક્યાં છે? ઉત્તર–હે ગૌતમ!પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિકો બધા એકસમાન, વિશેષતા રહિત, ભેદરહિત છે, હે આયુષ્યમાન શ્રમણો! તેઓ સર્વલોકમાં હોય છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં તેજસ્કાયિકોના સ્થાનોની પ્રરૂપણા છે. પર્યાપ્ત બાદર અગ્નિકાયિક જીવોના સ્વાસ્થાન :- બાદર અગ્નિનું સ્વસ્થાન મનુષ્યક્ષેત્ર જ છે. બાદર અગ્નિની ઉત્પત્તિ મનુષ્યક્ષેત્રમાં જ થાય છે. સૂત્રકારે તેના સ્વસ્થાનનું કથન બે અપેક્ષાએ કર્યું છે. (૧) વ્યાઘાતની અપેક્ષાએ અત્યંત સ્નિગ્ધકાલ કે અત્યંત રૂક્ષકાલમાં બાદર અગ્નિની ઉત્પત્તિ થતી નથી. આ કાલ બાદર અગ્નિને માટે વ્યાઘાતકાલ-પ્રતિબંધરૂપ કાલ છે. ભારત અને ઐરવતક્ષેત્રમાં સુષમ સુષમા, સુષમા અને સુષમ-દુષમા નામના યુગલિક કાળ વિભાગમાં અત્યંત સ્નિગ્ધ કાલ હોય છે અને દુઃષમદુઃષમનામના કાળમાં અત્યંત રૂક્ષકાલ હોય છે. તે સમયે ભારત અને ઐરાવતક્ષેત્રમાં બાદર અગ્નિ હોતો નથી. આ રીતે વ્યાઘાતકાલ પ્રવર્તતો હોય ત્યારે પંચમહાવિદેહક્ષેત્રમાં જ બાદર અગ્નિ હોય છે. (૨) નિર્વાઘાતકાલની અપેક્ષાએ જ્યારે ભરત અને ઐરાવતક્ષેત્રમાં બાદર અગ્નિનો વ્યાઘાતકાલપ્રતિબંધ કાલ ન હોય અર્થાત્ અવસર્પિણી કાળના ત્રીજા આરામાં યુગલિક કાલ પૂર્ણ થયા પછી અંતિમ ત્રીજો ભાગ અને ચોથો-પાંચમો આરો તેમજ ઉત્સર્પિણી કાળનો બીજો, ત્રીજો તથા ચોથા આરાનો પ્રથમ ભાગ પ્રવર્તતો હોય ત્યારે પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહક્ષેત્ર, આ પંદર કર્મભૂમિમાં બાદર અગ્નિ હોય છે.
આ રીતે જોતાં સ્પષ્ટ થાય છેકે બાદર અગ્નિના સ્વસ્થાન મનુષ્યક્ષેત્રમાં પણ પંદર કર્મભૂમિમાં જ હોય છે. અકર્મભૂમિના ક્ષેત્રોમાં અતિ સ્નિગ્ધકાલ હોવાથી બાદર અગ્નિ હોતો નથી. પંદર કર્મભૂમિનું ક્ષેત્ર લોકનો અસંખ્યાતમો ભાગ છે, તેથી તેના સ્વસ્થાન લોકના અસંખ્યાતમા ભાગમાં છે. પર્યાપ્ત બાદર અગ્નિના ઉપપાત-સમુદ્યાત સ્થાન- પૃથ્વીકાયિક જીવોની જેમ ઉ૫પાત અને સમુદ્દઘાતની અપેક્ષાએ તે લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. અપર્યાપ્ત બાદર અગ્નિના સ્વસ્થાન- પર્યાપ્ત જીવોની જેમ અપર્યાપ્ત બાદર અગ્નિકાયિક જીવોના સ્વસ્થાન લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. અપર્યાપ્ત બાદર અગ્નિના ઉપપાત સ્થાન- ઉપપાતની અપેક્ષાએ લોકના બે ઊર્ધ્વ કપાટોમાં તથા તિર્યગુલોકના તટ્ટમાં અપર્યાપ્ત બાદર અગ્નિકાયિક જીવો હોય છે. दोसु उड કે સિરિયો કે – બાદર અપર્યાપ્ત તેજસ્કાયિક જીવોના ઉપપાત સ્થાન બે ઊર્ધ્વકપાટ અને તિર્યશ્લોક તટ(થાળ) છે. બે ઊર્ધ્વકપાટ- અઢીદ્વીપ-સમુદ્ર પ્રમાણ ૪૫ લાખ યોજન પહોળા, પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણ લોકાંતે સ્વયંભૂરમણ સમુદ્રની વેદિકાને સ્પર્શતા બે કપાટ છે. અહીં કમાડ-બારણાના આકારવાળા છએ દિશામાં લોકાન્તને સ્પર્શતા ક્ષેત્રને કપાટ કહ્યા છે. તે બે કપાટ કેવળી સમુદ્યાતના કપાટની જેમ ઊર્ધ્વ