________________
દ્વિતીય ૫દ:સ્થાન
છે.
[ ૧૧૩]
_ દ્વિતીય પદ : સ્થાન 2222222222222 પૃથ્વીકાયિક જીવોનાં સ્થાન :| १ कहि णं भंते ! बादरपुढविकाइयाणं पज्जत्तगाणं ठाणा पण्णत्ता? गोयमा ! सटाणेणं अट्ठसु पुढवीसु, तं जहा- रयणप्पभाए सक्करप्पभाए वालुयप्पभाए पंकप्पभाए धूमप्पभाए तमप्पभाए तमतमप्पभाए इसीपब्भाराए।।
____ अहोलोए- पायालेसु भवणेसु, भवणपत्थडेसु, णिरएसु, णिरयावलियासु, णिरयपत्थडेसु । उड्डलोए-कप्पेसु, विमाणेसु, विमाणावलियासु, विमाणपत्थडेसु । तिरियलोए - टंकेसु कूडेसु सेलेसु सिहरीसु पब्भारेसु विजएसु वक्खारेसु वासेसु वासहरपव्वएसु वेलास वेइयासदारेस तोरणेस दीवस समुद्देस, एत्थण बादरपढविकाइयाण पज्जत्तगाण ठाणा पण्णत्ता । उववाएणं लोयस्स असंखेज्जइभागे, समुग्घाएण लोयस्स असंखेज्जइभागे, सट्ठाणेणं लोयस्स असंखेज्जइभागे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત બાદરપૃથ્વીકાયિક જીવોના સ્થાન ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! સ્વસ્થાનની અપેક્ષાએ આઠ પૃથ્વીઓમાં છે, તે આ પ્રમાણે છે– (૧) રત્નપ્રભા પૃથ્વીમાં, (૨) શર્કરાપ્રભા પૃથ્વીમાં, (૩) વાલુકાપ્રભા પૃથ્વીમાં, (૪) પંકપ્રભા પૃથ્વીમાં, (૫) ધૂમપ્રભા પૃથ્વીમાં, (૬) તમ પ્રભા પૃથ્વીમાં, (૭) તમસ્તમપ્રભા પૃથ્વીમાં અને (૮) ઇષપ્રાગભારા પૃથ્વીમાં છે.
અધોલોકમાં– પાતાળકળશોમાં, ભવનપતિ દેવોના ભવનોમાં, તે ભવનોના વચ્ચેની ભૂમિમાં, નરકોમાં, આવલિકાબદ્ધ નરકાવાસોમાં, નરકના પ્રટો-વચ્ચેની ખાલી ભૂમિમાં હોય છે.
ઊર્ધ્વલોકમાં સૌધર્માદિ બાર કલ્પોમાં, રૈવેયક આદિ વિમાનોમાં, વિમાનાવલિકાઓમાં અને વિમાનના પ્રટો-પાથલાઓમાં હોય છે.
તિરછાલોકમાં– ટંકો–એક ભાગ તૂટી ગયો હોય તેવા પર્વતોમાં, પર્વતના કુટ–શિખરોમાં, શિખર રહિતના પર્વતોમાં, શિખરવાળા પર્વતોમાં, પ્રાભારો- કાંઈક નમી ગયેલા પર્વતોમાં, મહાવિદેહ ક્ષેત્રની વિજયોમાં, વક્ષસ્કાર પર્વતોમાં, ભરત આદિ ક્ષેત્રોમાં, હિમાવાન આદિ વર્ષધર પર્વતોમાં, વેલાઓસમુદ્રતટવર્તી કાંપવાળી ભૂમિઓમાં, વેદિકાઓમાં, દ્વારોમાં, તોરણોમાં, દ્વીપોમાં અને સમુદ્રોમાં હોય છે. આ ભૂમિઓમાં પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક જીવોના સ્વસ્થાન છે.
ઉપપાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં, સમુદ્દઘાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ(પણ) લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. | २ कहि णं भंते! बादरपुढविकाइयाणं अपज्जत्तगाणं ठाणा पण्णत्ता ? गोयमा ! जत्थेव बादरपुढविकाइयाणं पज्जत्तगाणं ठाणा तत्थेव बादरपुढविकाइयाणं अपज्जत्तगाणं ठाणा पण्णत्ता । उववाएणंसव्वलोए, समुग्घाएणंसव्वलोए, सट्टाणेणं लोयस्स असंखेज्जइभागे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકોના સ્થાન ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ!