________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૧
જ્યાં પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકના સ્થાન છે, ત્યાં જ અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકોના સ્થાન છે. તે ઉપપાતની અપેક્ષાએ સર્વલોકમાં, સમુદ્દાતની અપેક્ષાએ સર્વલોકમાં તથા સ્વસ્થાનની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં છે.
૧૧૪
३ कहि णं भंते ! सुहुमढविकाइयाणं पज्जत्तगाणं अपज्जत्तगाणं च ठाणा पण्णत्ता ? गोयमा ! सुहुमपुढविकाइया जे पज्जत्तगा जे य अपज्जत्तगा ते सव्वे एगविहा अविस अणाणत्ता सव्वलोगपरियावण्णगा पण्णत्ता समणाउसो !
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવાન ! પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકોના સ્થાન ક્યાં છે ? ઉત્તર– હે ગૌતમ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકો બધા એક સમાન, વિશેષતા રહિત અને ભિન્નતા રહિત છે. હે આયુષ્યમાન્ શ્રમણ ! તે જીવો સર્વલોકમાં પરિવ્યાપ્ત છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પૃથ્વીકાયિકોનાં સ્થાનોનું નિરૂપણ છે.
તાળા:- સ્થાન. જીવ જે સ્થાનમાં સ્થિત થાય છે તેને સ્થાન કહે છે. તે ઉપરાંત જીવ વિગ્રહગતિમાં તથા
સમુદ્દાત સમયે જે આકાશ પ્રદેશોની સ્પર્શના કરે છે, જેટલા આકાશપ્રદેશોને અવગાહીને રહે છે તેનું પણ કથન કરવામાં આવ્યું છે. આ રીતે અહીં ત્રણ પ્રકારે જીવના સ્થાનોનું કથન છે.
(૧) સ્વસ્થાન :– જીવ જે સ્થાનોમાં જન્મ ધારણ કરીને મૃત્યુપર્યંત રહે છે, તેને સ્વસ્થાન કહે છે. (૨) ઉપપાત :– એક ભવનું આયુષ્ય પૂર્ણ કરીને અન્ય ભવમાં ઉત્પન્ન થવા માટે જીવ વિગ્રહ ગતિ કરે છે. તે વિગ્રહગતિમાં જીવ જેટલા આકાશ પ્રદેશોનો સ્પર્શ કરે છે, તે ક્ષેત્ર ઉપપાત રૂપે વર્ણિત છે. (૩) સમુદ્દાત :– વેદના, કષાય કે મૃત્યુ આદિ સમયે જીવ સમુદ્દાત કરે ત્યારે પોતાના આત્મપ્રદેશોને ફેલાવે છે. મારણાંતિક સમુદ્દાત સમયે જીવ ઉત્પત્તિ સ્થાન સુધી પોતાના આત્મપ્રદેશોને ફેલાવે છે. તે મારણાંતિક સમુદ્દાતના સમયે જીવ જેટલા આકાશ પ્રદેશોનો સ્પર્શ કરે છે, તેને સમુદ્દાત(ક્ષેત્ર) કહે છે. પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક જીવોના સ્વસ્થાન :– તે ભાવાર્થથી સ્પષ્ટ છે. પૃથ્વીકાયિક જીવો પોલાણના સ્થાનોમાં હોતા નથી તેમજ જલસ્થાનોમાં પૃથ્વી હોતી નથી, તેથી તેના સ્વસ્થાનો લોકના અસંખ્યાતમા ભાગમાં જ હોય છે. નરકપૃથ્વીઓની લંબાઈ-પહોળાઈ અસંખ્યાતા યોજનની છે. અધોલોકમાં રહેલા પાતાળ કળશો એક લાખ યોજનના છે, નરકાવાસો ત્રણ હજાર યોજનની ઊંચાઈના છે, ઊર્ધ્વલોકમાં રહેલા વિમાનો સંખ્યાત-અસંખ્યાત યોજનના છે અને તિરછાલોકમાં રહેલા પર્વતો, ફૂટો વગેરે પ્રત્યેક સ્થાનો સંખ્યાત યોજનના જ છે. તે સર્વ મળીને લોકનો અસંખ્યાતમો ભાગ થાય છે.
સવવાળ તોયમ્સ અસંવેખ્તર ભાગેઃ- ઉપપાતની અપેક્ષાએ તે લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. નૈયિકોને છોડીને શેષ ૨૩ દંડકના જીવો પર્યાપ્ત બાદર પૃથ્વીકાયરૂપે ઉત્પન્ન થઈ શકે છે. તે સર્વ જીવો પૃથ્વીકાયમાં ઉત્પન્ન થવા માટે વિગ્રહગતિમાં વર્તતા હોય ત્યારે પર્યાપ્ત બાદર પૃથ્વીકાય જ કહેવાય છે, તેમ છતાં પર્યાપ્તા ત્તિ વાવરપૃથ્વીાયિા સર્વસ્તોાઃ, તતખ્તેપાન્તરાતાતાપિ પતિ હ્યમાળા તોવસ્થાસંધ્યેયમાનેવૃત્તિ નવ ક્વિશેષઃ । પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક જીવો અલ્પસંખ્યક છે તેથી વિગ્રહગતિમાં વર્તતા જીવોના ક્ષેત્રની ગણના કરીએ, તોપણ તે લોકનો અસંખ્યાતમો ભાગ જ થાય છે. સમુપાળ તોયમ્સ અસંવેખ્ખરૂં માને...- મારણાંતિક સમુદ્દાતની અપેક્ષાએ પણ તે લોકના