________________
૧૦૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
મુકુટ તથા ચિત્ર-વિચિત્ર રત્નના આભૂષણોને ધારણ કરનારા હોય છે. તેના તેર પ્રકાર છે. (૧) પૂર્ણભદ્ર (૨) મણિભદ્ર (૩) શ્વેતભદ્ર (૪) હરિતભદ્ર (૫) સુમનોભદ્ર (૬) વ્યતિપાતકભદ્ર (૭) સુભદ્ર (૮) સર્વતોભદ્ર (૯) મનુષ્યયક્ષ (૧૦) વનાધિપતિ (૧૧) વનાહાર (૧૨) રૂપયક્ષ (૧૩) યક્ષોત્તમ.
તે ભયંકર, ભયંકર રૂપને ધારણ કરનાર, વિકરાળ રૂપોની વિકુવર્ણા કરનાર, તેજસ્વી આભૂષણો પહેરનાર હોય છે. તેના સાત ભેદ છે– (૧) ભીમ (૨) મહાભીમ (૩) વિદન (૪) વિનાયક (૫) જલરાક્ષસ (૬) યક્ષરાક્ષસ (૭) બ્રહ્મરાક્ષસ.
તે શાંત આકૃતિ અને પ્રકૃતિવાળા અને મસ્તક ઉપર ઝળહળતા મુગટને ધારણ કરે છે. તેના દશ પ્રકાર છે. (૧) કિન્નર (૨) કિંપુરુષ (8) કિંપુરુષોત્તમ (૪) કિન્નરોત્તમ (૫) હૃદયંગમ (૬) રૂપશાલી (૭) અનિન્દિત (૮) મનોરમ (૯) રતિપ્રિય (૧૦) રતિશ્રેષ્ઠ.
તે દેવો અત્યંત સુંદર અને મનોહર મુખાકૃતિવાળા હોય છે. વિવિધ પ્રકારની માળા અને આભૂષણો ધારણ કરે છે. તેના દશ પ્રકાર છે– (૧) પુરુષ (રં) સન્દુરુષ (૩) મહાપુરુષ (૪) પુરુષ વૃષભ (૫) પુરુષોત્તમ (૬) અતિપુરુષ (૭) મહાદેવ (૮) મરૂત (૯) મેરૂપ્રજા (૧૦) યશવન્ત.
તે દેવો મહાવેગવાળા, મહાશરીરવાળા, વિસ્તૃત અને મજબૂત ડોકવાળા, ચિત્ર-વિચિત્ર આભૂષણોથી વિભૂષિત હોય છે. તેના દશ પ્રકાર છે. (૧) ભુજંગ (૨) ભોગશાલી (૩) મહાકાય (૪) અતિકાય (૫) સ્કંધશાલી (૬) મનોરમ (૭) મહાવેગ (૮) મહાયક્ષ (૯) મેરૂકાંત (૧૦) ભારવત્ત.
તે દેવો પ્રિયદર્શનવાળા, સુંદર રૂપવાળા, ઉત્તમ લક્ષણયુક્ત, મસ્તક પર મુકુટ ધારણ કરનારા અને કંઠમાં હાર પહેરે છે. તેના બાર પ્રકાર છે. (૧) હાહા (૨) હૂહૂ (૩) તુમ્બ (૪) નારદ (૫) રૂષિવાદ (૬) ભૂતવાદિક (૭) કદંબ (૮) મહાકદંબ (૯) રેવત (૧૦) વિશ્વાસવ (૧૧) ગીતરતિ (૧૨) ગીતયશ.
द्योतयन्ति-प्रकाशयन्ति जगदिति ज्योतिषी विमानानि, तेषु भवा વ્યતિ: જે લોકને પ્રકાશિત કરે છે. તે જ્યોતિષ્ક વિમાનો છે અને તે જ્યોતિર્મય વિમાનોમાં ઉત્પન્ન થાય તે દેવોને જ્યોતિષી દેવો કહે છે, તેના પાંચ પ્રકાર છે– સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા. તે દરેક દેવોના મુકુટના અગ્રભાગમાં ક્રમશઃ સૂર્યાકાર, ચંદ્રાકાર, ગ્રહાકાર, નક્ષત્રાકાર અને તારાના આકારનું ચિહ્ન હોય છે અને તેના વડે તેઓ પ્રકાશિત દેખાય છે.
જે દેવો ઊર્ધ્વલોકના વિમાનમાં રહે છે તેને વૈમાનિક દેવો કહે છે. તેના મુખ્ય બે ભેદ છે– કલ્પોપન્નક અને કલ્પાતીત.
જ્યાં કલ્પ–આચાર મર્યાદા અથવા સ્વામી-સેવકનો ભેદ હોય, ઇન્દ્ર, સામાનિક, ત્રાયશ્ચિંશક આદિ દશ પ્રકારના દેવોની જાતિનો વ્યવહાર હોય તેને કલ્પોપન્નક દેવ કહે છે. તેના સૌધર્મ આદિ બાર દેવલોકના બાર પ્રકાર છે તે ભાવાર્થથી સ્પષ્ટ છે.
જ્યાં સ્વામી-સેવકનો ભેદ ન હોય, ઇન્દ્ર આદિ દશ પ્રકારના દેવોની જાતિનો વ્યવહાર ન હોય તેને કલ્પાતીત કહે છે. તેના બે ભેદ છે– નવગ્રેવેયક વિમાનવાસી દેવ અને પાંચ અનુત્તરોપપાતિક દેવ. લોક પુરુષની ગ્રીવાના સ્થાને સ્થિત થયેલા વિમાનોને રૈવેયક વિમાન કહે છે. તે નવ વિમાન ત્રણ-ત્રણની ત્રણ ત્રિકમાં ગોઠવાયેલા છે. તેમાં જન્મ ધારણ કરનારા દેવો ગ્રેવેયક વિમાનવાસી દેવો કહેવાય છે.
અનુત્તરનો અર્થ છે– સર્વોચ્ચ અને સર્વશ્રેષ્ઠ વિમાન. તે અનુત્તર વિમાનોમાં ઉપપાત એટલે કે જન્મ ધારણ કરનાર દેવ અનુત્તરોપપાતિક કહેવાય છે. તે પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત રૂપ બે-બે ભેદ થાય છે.