________________
પ્રથમ પદ : પ્રશાપના
109
પંચેન્દ્રિય જીવોની અને સંસારસમાપન્ન જીવોની પ્રજ્ઞાપના અને જીવપ્રજ્ઞાપના પણ પૂર્ણ થાય છે. આ પ્રમાણે પ્રથમ પ્રજ્ઞાપન પદ પણ સંપૂર્ણ થયું.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં દેવ પંચેન્દ્રિય સંસારસમાપન્નક જીવોના ભેદ પ્રભેદનું વિસ્તૃત વર્ણન છે.
દિવ્ય રૂપ, કાન્તિ, સૌંદર્ય, લાવણ્ય, વસ્ત્રાલંકાર, સ્થાન, પરિવારવાળા જીવો તથા એકમાંથી અનેક વિવિધરૂપ વિકી શકે તેવી વૈક્રિય લબ્ધિસંપન્ન, દિવ્ય ગતિને પામેલા જીવોને દેવ કહે છે. તેવા દેવ ભવાનુભવરૂપ સંસારને પામેલા જીવોને દેવ પંચેન્દ્રિય સંસારસમાપન્ન જીવ કહે છે. તેના મુખ્ય ચાર પ્રકાર છે
તંત્ર મવનેષુ વસન્તીત્યેવંશીતા મવનવાસિનઃ। જે દેવો પ્રાયઃ ભવનોમાં વસે
છે તેને ભવનવાસી દેવ કહે છે.
कुमारा પ્રત્યેક ભવનવાસી દેવોના નામ સાથે ‘કુમાર’ શબ્દનો પ્રયોગ થાય છે, તે દેવોની પ્રકૃતિસ્વભાવાદિની વિશેષતાનો દ્યોતક છે. આ દશે પ્રકારના દેવો કુમારોની જેમ સુકુમાર હોય છે, તેઓની ચાલ મૃદુ, મધુર અને લલિત હોય છે. શ્રૃંગાર પ્રસાધન માટે વિવિધ પ્રકારની વિશિષ્ટ-વિશિષ્ટતર ઉત્તર વિક્રિયા કરે છે. કુમારોની જેમ તેના રૂપ, વેશભૂષા, આભૂષણ, શસ્ત્ર, યાન, વાહન ભવ્ય હોય છે. કુમારોની જેમ તીવ્ર અનુરાગ પરાયા અને ક્રીડાતત્પર હોય છે, તેથી તે કુમાર કહેવાય છે. તેના દશ નામ સૂત્રાર્થથી સ્પષ્ટ છે. તે દેવો અધોલોકમાં પ્રથમ રત્નપ્રભા પૃથ્વીમાં રહે છે.
=
(૧) વિ - વિવિધ પ્રકારના, અંતર = આશ્રયસ્થાન જેના હોય તેને વ્યંતર કહે છે. તે દેવો ભવન, નગર આદિ વિવિધ સ્થાનોમાં રહે છે તેથી તે અંતર કહેવાય છે. તે દેવોના ભવનો મધ્યલોકમાં રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ એક હજાર યોજનના રત્નકાંડમાં ઉપર અને નીચે ૧૦૦-૧૦૦ યોજન છોડીને મધ્યના ૮૦૦ યોજનમાં છે. તે ઉપરાંત તેના નગરો નિર્યબ્લોકમાં વૈતાઢયાદિ પર્વતો ઉપર પણ હોય છે. (૨) વિતમંતર મનુષ્યપ્યો યેષાં તે વ્યંતરા: મનુષ્યોથી જેનું અંતર વિગત + ચાલ્યું ગયું છે, તે વ્યંતર છે. કેટલાક વ્યંતરો ચક્રવર્તી, વાસુદેવ વગેરે મનુષ્યોની ચાકરની જેમ સેવા કરે છે. (૩) વિવિધમંતમાશ્રવરૂપ યેમાં તે વ્યંતરા: પર્વતની અંદર, ગુફાની અંદર, વનની અંદર વિવિધ પ્રકારના આશ્રયરૂપ અંતર—આવાસ જેઓના છે, તેને વ્યંતર કહે છે. વાણમંતરનો વ્યુત્પત્તિલમ્ય અર્થ આ પ્રમાણે છે-વનાના અંતરાધિ વનાન્તયાળિ, તેવુ મના બાનમંતર । વનના અંતરોમાં રહેતા દેવોને વાણમંતર દેવો કહે છે. તેઓના કિન્નર આદિ આઠ મુખ્ય ભેદો છે.
મૂળપાઠમાં આપેલા વ્યંતર દેવોના મુખ્ય આઠ પ્રકારનું સ્વરૂપ બતાવતા વ્યાખ્યાકારે તેના ભેદાનુભેદોનું કથન કર્યું છે.
તે સ્વાભાવિક રીતે અત્યંત સ્વરૂપવાન અને સૌમ્ય હોય છે. તે હસ્ત-કંઠાદિમાં રત્નમય આભૂષણો ધારણ કરે છે. તેના સોળ પ્રકાર છે. (૧) કુષ્માંડ (૨) પટક (૩) સુજોષ (૪) આત્મિક (પ) કાલ (૬) મહાકાલ (૭) ચોમ (૮) અચોક્ષ (૯) તાલ-પિશાચ (૧૦) મુખપિશાચ (૧૧) અધસ્તારક (૧૨) દેહ (૧૩) વિદેહ (૧૪) મહાવિદેહ (૧૫) તૃષ્ણીક અને (૧૬) પિશાચ.
તે સુંદર રૂપવંત, સૌમ્ય મુખાકૃતિવાળા અને વિવિધ પ્રકારની રચના અને વિલેપન કરનારા હોય છે. તેના નવ પ્રકાર છે. (૧) સુરૂપ (૨) પ્રતિરૂપ (૩) અતિરૂપ (૪) ભૂતોત્તમ (૫) સ્કંદ (૬) મહાકંદ (૭) મહાવેગ (૮) પ્રતિચ્છિન્ન (૯) આકાશગ.
તે દેવો સ્વભાવે ગંભીર, પ્રિયદર્શનવાળા, સપ્રમાણ શરીરવાળા, મસ્તક ઉપર દેદીપ્યમાન