________________
[ ૧૦૦ ]
શ્રી પન્નવણા સુa: ભાગ-૧
तं जहा- संकिलिस्समाणसुहुम-संपरायचरित्तारिया यविसुज्झमाणसुहुमसंपरायचरित्तारिया य । से तं सुहुम-संपरायचरित्तारिया ।
પ્રશ્ન- સુક્ષ્મ સંપરાય ચારિત્રાર્યના કેટલા પ્રકાર છે? ઉત્તર- સૂક્ષ્મ સંપરાયચારિત્રાર્થના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– સંકિલશ્યમાન સુક્ષ્મસંપરાય ચારિત્રાર્ય અને વિશુદ્ધયમાન સૂક્ષ્મ સંપરાય ચારિત્રાર્ય. આ સૂક્ષ્મ સંપરાય ચારિત્રાર્યનું નિરૂપણ છે. १६७ से किं तं अहक्खायचरित्तारिया ? अहक्खायचरित्तारिया दुविहा पण्णत्ता, तं जहा- छउमत्थअहक्खाय चरित्तारिया यकेवलिअहक्खायचरित्तारिया य । सेतं अहक्खाय चरित्तारिया । सेतंचरित्तारिया । सेतं अणिड्विपत्तारिया । सेतं आरिया । सेतंकम्मभूमगा સે તે મવક્રેતિયા જે ત મજુસ્સા |
પ્રશ્ન- યથાખ્યાત ચારિત્રાર્યના કેટલા પ્રકાર છે? ઉત્તર– યથાખ્યાત ચારિત્રાર્થના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– છદ્મસ્થ યથાખ્યાત ચારિત્રાર્ય અને કેવળી યથાખ્યાત-ચારિત્રાર્ય. આ યથાખ્યાત ચારિત્રાર્યનું નિરૂપણ છે. આ રીતે ચારિત્રાર્યમાં ઋદ્ધિ અપ્રાપ્ત આર્યનું, આર્ય મનુષ્યોનું, આર્ય કર્મભૂમિજ મનુષ્યોનું, ગર્ભજ મનુષ્યોનું અને મનુષ્ય પંચેન્દ્રિય સંસાર સમાપન્ન જીવોનું નિરૂપણ પૂર્ણ થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આર્ય મનુષ્યોનું વિસ્તૃત નિરૂપણ છે. આર્ય :- ગરવાતા: | આરાડુ અવ્યય, દૂર અને સમીપ વાચી છે. પ્રસ્તુત પ્રસંગમાં આરાતુ શબ્દનો અર્થ આ પ્રમાણે થાય છે– હેય ધર્મોથી દૂર અને ઉપાદેય ધર્મની સમીપ યાતા: = ગયેલા (પ્રાપ્ત થયેલા) અર્થાતુ છોડવા યોગ્ય ધર્મોથી દૂર ગયેલા અને આદરવા યોગ્ય ધર્મોની સમીપ આવેલા મનુષ્યોને આર્ય કહે છે. તેના મુખ્ય બે ભેદ છે. (૧) અદ્ધિ પ્રાપ્ત આર્ય - વૈક્રિય આદિ લબ્ધિ અને ઋદ્ધિથી યુક્ત તેવા અરિહંત આદિ છ પ્રકારના જીવોને ઋદ્ધિ પ્રાપ્ત આર્યો કહે છે. (૨) રતિ અપ્રાપ્ય આર્ય - વૈક્રિયાદિ લબ્ધિ કે ઋદ્ધિથી રહિત હોય તેવા આર્યોને ઋદ્ધિ અપ્રાપ્ત આર્ય કહે છે– તેના નવ પ્રકાર છે. (૧) ક્ષેત્રાર્ય (૨) જાતિ-આર્ય (૩) કુલાર્ય (૪) કર્માર્ય (૫) શિલ્પાર્ય (૬) ભાષાર્ય (૭) જ્ઞાનાર્ય (૮) દર્શનાર્ય (૯) ચારિત્રાર્ય. (૧) ક્ષેત્રાર્થ:- જે ક્ષેત્રમાં અરિહંત આદિ ઉત્તમ પુરુષો ઉત્પન્ન થાય છે, તે સૂત્રોક્ત સાડા પચ્ચીસ ક્ષેત્રોના મનુષ્યો ક્ષેત્રાર્ય છે. (ર) જાતિઆર્યઃ- જેનો માતવંશ શ્રેષ્ઠ અને શિષ્ટજન સંમત હોય, તે જાતિ આર્ય છે. સૂત્રકારે છ પ્રકારની સન્માનનીય જાતિનું કથન કર્યું છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે. (૩) કુળાર્ય – જેનો પિતૃવંશ શ્રેષ્ઠ અને સન્માનનીય હોય તે કુલાર્ય છે. સૂત્રોક્ત ઉગ્ર આદિ છ કુળ શ્રેષ્ઠ મનાય છે. (૪) કર્ય - શિષ્ટ સંમત અહિંસાપ્રધાન આજીવિકા ચલાવતા હોય તેને કર્માર્ય કહે છે. (૫) શિલ્પાર્ય :- જે શિલ્પ અહિંસા આદિ ધર્માગોથીયુક્ત તથા સજ્જન પુરુષોના આચારને અનુકૂળ હોય તે આર્ય શિલ્પ છે. આર્ય શિલ્પથી પોતાનો જીવનનિર્વાહ કરનાર શિલ્પાર્ય કહેવાય છે.