________________
પ્રથમ પદઃ પ્રશાપના.
[ ૧૦૧]
() ભાષાર્ય :- શિષ્ટજનોને માન્ય ભાષા અને લિપિનો પ્રયોગ કરનારને ભાષા આર્ય કહે છે. તે સમયે અર્ધમાગધી ભાષા અને બ્રાહ્મી લિપિ પ્રચલિત હોવાથી સૂત્રકારે તેનું કથન કર્યું છે. ઉપલક્ષણથી શિષ્ટજન સંમત, આદરસૂચક, કોમળ અને કાંતપદોથી યુક્ત ભાષાનો પ્રયોગ કરનાર ભાષા આર્ય છે. (૭) જ્ઞાનાર્ય :- મતિ આદિ પાંચ જ્ઞાનને ધારણ કરનારા તે તે પ્રકારના જ્ઞાનાર્ય કહેવાય છે. યથામતિજ્ઞાનાર્ય, શ્રુતજ્ઞાનાર્ય આદિ. (૮) દર્શનાર્થ – સમ્યગ્દર્શન યુક્ત હોય તે દર્શનાર્ય છે. દર્શનાર્યના બે ભેદ છે. સરાગ દર્શનાર્ય અને વીતરાગ દર્શનાર્ય. સરાગ દર્શનાર્ય - ૪ થી ૧૦ ગુણસ્થાન સુધીના રાગ સહિતના જીવોના સમ્યગ્દર્શનને સરાગ સમ્યગુ દર્શન કહે છે. તેના નિસર્ગરુચિ આદિ દશ પ્રકાર છે. નિસર્ગાદિ દશ રુચિ – સમ્યગદર્શન આત્માનો ગુણ છે, તે અનુભૂતિરૂપ છે. અનુભૂતિની પ્રાપ્તિ પૂર્વે સાધકોને તત્ત્વોની શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થવી અનિવાર્ય છે. તત્ત્વોની રુચિ અનુભૂતિનું નિમિત્ત બની શકે છે, તેથી સૂત્રકારે સમ્યગ્દર્શનના કારણરૂપ દશ પ્રકારની રુચિની ગણના સમ્યગદર્શનના દશ પ્રકારરૂપે કરી છે. તત્ત્વોની રુચિ થવાના પણ અનેક કારણો હોય શકે છે. વ્યક્તિની યોગ્યતા ભેદે તેના દશ કારણોનું સૂત્રકારે કથન કર્યું છે. જે સ્ત્રાર્થથી સ્પષ્ટ છે. વિશેષ વિવેચન માટે જુઓ શ્રી ઉત્તરાધ્યયન સુત્ર અધ્ય.-૨૮.
પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે દશ પ્રકારની રુચિના સ્વરૂપને પ્રદર્શિત કરતી દશ ગાથાઓ આપી છે. તે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાનુસાર છે પરંતુ તેમાં આજ્ઞારુચિના સ્વરૂપને પ્રદર્શિત કરતી ૧૨૩મી ગાથામા કંઈક ભિન્નતા છે. ઉત્તરાધ્યયન સૂત્રની તદ્વિષયક ગાથા આ પ્રમાણે છે
रागो दोसो मोहो, अण्णाणं जस्स अवगयं होइ ।
આગાણ તો, સો હજુ ગાનારું ગામ છે – અધ્યયન-૨૮, ગાથા-૨૦. અર્થ- જેના રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન નષ્ટ થયા છે તેવા વીતરાગીના વચન સત્ય હોય છે, અન્યથા નથી; તે પ્રમાણે જાણીને જે વીતરાગના વચન પર શ્રદ્ધા કરે છે, તે આજ્ઞા રુચિ છે. સમ્યગદર્શનના લક્ષણ :- સમ્યગુદર્શનની અભિવ્યક્તિ પાત્રભેદે ભિન્ન ભિન્ન રીતે થાય છે. સરાગી જીવોના સમ્યગ્દર્શનની અભિવ્યક્તિરૂપ ત્રણ લક્ષણનું અહીં કથન છે.
परमत्थ संथवो परमाश्च-तात्त्विकाश्च तेऽर्थाश्च जीवादयस्ते परमार्थः तेषु संस्तवः પરિવવા વાસ્તવિક રીતે એક આત્મભાવ જ પરમાર્થ છે, તેનો પરિચય કરવો. તેના માટે જીવાદિ નવ તત્વો અને છ દ્રવ્યના સૂક્ષ્મ અર્થને જાણવા માટે તીવ્ર ઈચ્છા સહિત પુરુષાર્થ કરવો તે પરમાર્થનો પરિચય છે.
सदिठिसेवणा सष्ठ-सम्यग्रीत्या दुष्टाः परमार्थाः जीवादयो यैस्ते सदष्टपरमार्थाः तेषां સેવના - પર્ણપતિ સુકષ્ટપરમાર્થ સેવન જેણે પરમાર્થને સમ્યક પ્રકારે જામ્યો છે તેવા પરમ પુરુષોની પર્કપાસના-સેવા કરવી.
वावण्ण कुदसण वज्जणा व्यापन्न-विनष्टं दर्शनं येषां ते व्यापन्नदर्शना:-निह्नवादयः तथा કુત્સિતવર્ણન જેવાં તે કુદર્શન - ચાયતેષાં વર્ણન વ્યાપકનવર્ષના સમ્યગદર્શનથી પતિત થયેલા જીવો, નિતવાદિ અને શાક્યાદિ કુદર્શનીઓના સંગનો ત્યાગ કરવો.