________________
પ્રથમ પદ:પ્રજ્ઞાપના
.
[ ૯૯ ]
खीणकसायवीयरागचरित्तारिया । से तं केवलिखीणकसायवीयरागचरित्तारिया। से तं खीणकसायवीयरागचरित्तारिया। से तं वीयरागचरित्तारिया ।
પ્રશ્ન- અયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યના કેટલા પ્રકાર છે?
ઉત્તર- અયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્થના બે પ્રકાર છે– પ્રથમ સમય અયોગીકેવળી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્ય અને અપ્રથમ સમય અયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્ય અથવા ચરમ સમય અયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્ય અને અચરમ સમય અયોગી કેવળી ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્ય. આ રીતે અયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્ય, કેવળી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્ય અને વીતરાગ ચારિત્રાર્યનું નિરૂપણ પૂર્ણ થાય છે. १६२ अहवा चरित्तारिया पंचविहा पण्णत्ता, तंजहा-सामाइयचरित्तारिया छेदोवट्ठावणिय चरित्तारिया परिहारविसुद्धियचरित्तारिया सुहमसंपरायचरित्तारिया अहक्खायचरित्तारिया ।
અથવા પ્રકારાન્તરથી ચારિત્રાર્યના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સામાયિક ચારિત્રાર્ય, (૨) છેદોપસ્થાપનીય ચારિત્રાર્ય, (૩) પરિહારવિશુદ્ધ ચારિત્રાર્ય, (૪) સૂમસંપરાય ચારિત્રાર્ય અને (૫) યથાખ્યાત ચારિત્રાર્ય. १६३ से किं तं सामाइयचरित्तारिया ? सामाइयचरित्तारिया दुविहा पण्णत्ता, तं जहाइत्तरियसामाइयचरित्तारिया य आवकहियसामाइयचरित्तारिया य । सेतं सामाइयचरित्तारिया।
પ્રશ્ન- સામાયિક ચારિત્રાર્યના કેટલા પ્રકાર છે? ઉત્તર- સામાયિક ચારિત્રાર્યના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– ઈવરિક સામાયિક ચારિત્રાર્ય અને યાવત્કથિત સામાયિક ચારિત્રાર્ય. આ સામાયિક ચારિત્રાર્યનું નિરૂપણ છે. १६४ से किं तं छेदोवढावणियचरित्तारिया । छेदोवट्ठावणियचरित्तारिया दुविहा पण्णत्ता, तंजहा-साइयारछेदोवट्ठावणिय-चरित्तारिया यणिरइयारछेदोवट्ठावणियचरित्तारिया य । से तं छेदोवट्ठावणिय-चरित्तारिया ।
પ્રશ્ન- છેદોપસ્થાપનીય ચારિત્રાર્યના કેટલા પ્રકાર છે ? ઉત્તર- છેદોપસ્થાપનીય ચારિત્રાર્થના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્રાર્ય અને નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્રાર્ય. આ રીતે છેદોપસ્થાપનીય ચારિત્રાર્યનું વર્ણન પૂર્ણ થાય છે. १६५ से किं तं परिहारविसुद्धियचरित्तारिया? परिहारविसुद्धियचरित्तारिया दुविहा पण्णत्ता, तंजहा-णिव्विसमाणपरिहारविसुद्धियचरित्तारिया यनिविट्ठकाइयपरिहारविसुद्धिय चरित्तारिया य । से तं परिहारविसुद्धियचरित्तारिया ।
પ્રશ્ન-પરિહારવિશદ્ધ ચારિત્રાર્યના કેટલા પ્રકાર છે? ઉત્તર-પરિહાર વિશુદ્ધ ચારિત્રાર્થના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– નિર્વિશ્યમાનક પરિહાર વિશુદ્ધ ચારિત્રાર્ય અને નિર્વિષ્ટકાયિક પરિહાર વિશુદ્ધ ચારિત્રાર્ય. આ પરિહાર વિશુદ્ધ ચારિત્રાર્યનું નિરૂપણ છે. १६६ से किं तं सुहुमसंपरायचरित्तारिया ? सुहुमसंपरायचरित्तारिया दुविहा पण्णत्ता,